ધંધાપાણી: જાણો, પેટ્રોલના ભાવ કેમ વધ્યા છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ધંધાપાણી: પેટ્રોલના વધતા ભાવ સામે જનતા પાસે કયા વિકલ્પો છે

પેટ્રોલના ભાવોમાં ફરી એકવાર ઉછાળ આવ્યો છે. એની પાછળનું મુખ્ય કારણ કે ક્રૂડ ઑઇલની કિંમતોમાં થયેલો વધારો

ફેબ્રુઆરી 2016માં ક્રૂડ ઑઇલનો ભાવ બેરલદીઠ 27 ડૉલર હતો.

એપ્રિલ-2018માં આ ભાવ 70 ડૉલરની પાર પહોંચી ગયો છે.

પરિણામ એ આવ્યું કે ભારતમાં પણ પેટ્રોલ, ડીઝલના ભાવ ચાર વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગયા છે.

ભારતમાં ક્રૂડ ઑઇલની ડિમાન્ડ સતત વધી રહી છે. ભારતમાં લગભગ 80 ટકા ક્રૂડ ઑઇલની આયાત થાય છે.

ભારતનું ઑઇલ ઇમ્પોર્ટ બિલ અનેક નાના-મોટા દેશોની કુલ જીડીપીથી પણ વધારે છે.

ભારતમાં દક્ષિણ એશિયાઈ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના સૌથી વધારે રિટેલ પ્રાઇસ છે કારણ કે અડધાથી વધુ રકમ ટેક્સમાં જતી રહે છે.

સવાલ એ થાય કે ભાવ વધી કેમ રહ્યા છે? અને ભવિષ્યમાં તેની શું અસર થશે?

આ જાણવા માટે જુઓ આ વીડિયો.

સ્ક્રિપ્ટ - દિનેશ ઉપ્રેતી

પ્રોડ્યુસર - સુમિરન કૌર

એડિટર - નિમિત વત્સ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો