રાહુલ ગાંધી સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતી કોણ છે?

રાહુલ ગાંધી અને અદિતિ સિંહ Image copyright TWITTER

છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એક યુવતી સાથે તસવીર ફેસબુક અને વૉટ્સઍપ પર વાઇરલ થઈ રહી છે.

જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તસવીરમાં દેખાતી યુવતી સાથે તેમના લગ્ન થવાના છે.

આ યુવતી 29 વર્ષના છે અને તેમનું નામ અદિતિસિંહ છે.

Image copyright TWITTER

આ વચ્ચે, તસવીરમાં દેખાતી યુવતીએ ઇન્ટરનેટ પર ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ લગાવતા કહ્યું છે, "આ માત્ર અફવા છે. અફવા ફેલાવવા વાળા લોકો સુધરી જાય."

યુવતીએ એમ પણ કહ્યું કે જે રાહુલ ગાંધી સાથે તેમનું નામ જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ તેઓ રાહુલને પોતાનાં 'ભાઈ' માને છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાહુલને પોતાના ભાઈ માને છે. આ મહિલાનું નામ અદિતિસિંહ છે કે જેઓ રાયબરેલી સદર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.

અદિતિએ ઇશારા-ઇશારામાં કહી દીધું કે આ અફવા પાછળ ભાજપનો હાથ છે અને તેને કર્ણાટક ચૂંટણી પરથી લોકોનું ધ્યાન હટાવવાનું ષડયંત્ર છે.


રાહુલ ગાંધીને બાંધે છે રાખડી

Image copyright TWITTER/BBC

સોનિયા ગાંધી સાથે પોતાના પરિવારના સભ્યોની તસવીરોને શેર કરતા તેમણે સ્પષ્ટતા આપી કે બન્ને પરિવારો વચ્ચે સંબંધ ખૂબ જૂનાં છે.

તેમણે ટ્વીટ કર્યું, "અમારા પારિવારિક સંબંધ ખૂબ જૂનાં છે. જે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, તે માત્ર પારિવારિક મુલાકાતોનો ભાગ છે."

અફવાઓથી પરેશાન થઈને તેમણે ટ્વીટ કરીને પોતાનુ દુઃખ વ્યક્ત કર્યું.

તેમણે લખ્યું, "હું ગઈકાલથી ખૂબ પરેશાન છું. સોશિયલ મીડિયા પર મારી અને રાહુલ ગાંધીજીના લગ્ન વિશે સતત ખોટી વાતો ફેલાઈ રહી છે."

તેમણે એ વાતની સ્પષ્ટતા પણ કરી કે રાહુલ ગાંધી તેમના એ ભાઈ છે કે જેમને તેઓ રાખડી બાંધે છે.

કોણ છે અદિતિ સિંહ?

Image copyright FACEBOOK

29 વર્ષીય અદિતિ પાંચ વખત પોતાના વિસ્તારમાં ધારાસભ્ય રહી ચૂકેલા અખિલેશ સિંહના દીકરી છે.

તેમણે રાજકારણમાં પોતાનું પગલું વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાખ્યું હતું.

કહેવાય છે કે તેઓ પ્રિયંકા ગાંધી સાથે નજીકના સંબંધ ધરાવે છે અને પાર્ટીના નેતૃત્વએ તેમને વિધાનસભા બેઠક પર લડવા માટે ટિકિટ આપી હતી.

અદિતિએ અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સ્ટડીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.

અદિતિએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રતિદ્વંદ્વીને આશરે 90 હજાર મતથી હાર આપી હતી.

રાયબરેલી કોંગ્રેસ પાર્ટી માટે માત્ર એક જ બેઠક નથી, પરંતુ અહીં જીતની પરંપરાને જાળવી રાખવાનો પણ પડકાર છે.

કોંગ્રેસ પાર્ટીમાં તેમનું મહત્ત્વ કેટલું છે તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે તેમના માટે ભાઈ-બહેન (રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી)ની જોડી પ્રચાર કરવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો