રવીન્દ્રનાથ ટાગોર અને વિક્ટોરિયાના 'આધ્યાત્મિક સંબંધો'ની કહાણી

  • મિર્ઝા એ બી બેગ
  • બીબીસી સંવાદદાતા
રવીંદ્રનાથ ટાગોર- વિક્ટોરિયા

ઇમેજ સ્રોત, SURAJ KUMAR

નોબલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત કવિ રવીન્દ્રનાથ ટાગોર અને આર્જેન્ટિનાનાં પ્રખ્યાત લેખિકા વિક્ટોરિયા ઓકૈંપોના આધ્યાત્મિક પ્રેમની ગાથા પર 'થિંકિગ ઑફ હિમ' ફિલ્મ બની છે.

આ ફિલ્મ એકસાથે ચાર ભાષાઓ અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને બાંગ્લામાં તૈયાર કરાઈ છે.

ટાગોરની પ્રેમકથા એક એવો વિષય છે જેના પર ભારતમાં અને ખાસ કરીને બંગાળના બુદ્ધીજીવીઓ વચ્ચે ઓછી જ વાત થાય છે.

ફિલ્મના પ્રોડ્યુસર અને ક્રિએટિવ નિર્દેશક સૂરજ કુમારે બીબીસીને જણાવ્યું હતું, "આ ફિલ્મ બે અલગ અલગ મહાદ્વીપો પર રહેતી બે મહાન વ્યક્તિના 'આધ્યાત્મિક સંબંધ'ની વાત દર્શાવે છે."

આ ફિલ્મના રિસર્ચ સાથે જોડાયેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ પી ગાંગુલી કહે છે, "ટાગોરના કોઈ મહિલા સાથેના સંબંધોને રજૂ કરવા માટે ખૂબ જ સાવધ રહેવાની જરૂર હોય છે."

"કેમ કે ભારતમાં તેમને એક એવા સ્થાન પર રાખવામાં આવ્યા છે જ્યાં થોડી ભૂલ પણ મુશ્કેલ સાબિત થઈ શકે છે."

line

ટાગોર અને મહિલાઓના સંબંધો

રવીંદ્રનાથ ટાગોર- વિક્ટોરિયા

ઇમેજ સ્રોત, SURAJ KUMAR

તેમણે કહ્યું કે ટાગોરના પોતાના જમાનાની ઘણી મહિલાઓ સાથે સંબંધો હતા અને આ અંગે બે વાતો કહેવામાં આવે છે.

એક તો એ કે તેમનો સંબંધ 'પવિત્ર અને આધ્યાત્મિક' હતો જ્યારે બીજા પ્રકારના લોકો શારીરિક સંબંધો હોવાથી ઇનકાર કરતા નથી. એવા લોકો ટાગોરને એક સામાન્ય વ્યક્તિ જ માને છે.

આ ફિલ્મ ટાગોરના જન્મના દોઢ સો વર્ષની ઉજવણી માટે તૈયાર થવાની હતી પરંતુ ફંડ અને સંશોધનની ખામીના કારણે તેમાં મોડું થયું છે.

સૂરજ કુમારે જણાવ્યું કે જ્યારે તેમની સમક્ષ આ ફિલ્મ અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે પ્રોફેસર ગાંગુલીને આ સ્ક્રિપ્ટને રિવ્યૂ કરવા કહ્યું અને ફિલ્મમાં પોતાનાં નાણાં લગાવી દીધાં.

તેમણે આ પહેલા દૂરદર્શન પર ઘણા લોકપ્રિય કાર્યક્રમ રજૂ કર્યા છે કે જેમાં 'ઇક પ્યાર કા નગમા' અને 'ફાઇનલ કટ' વગેરે સામેલ છે.

line

ટાગોર અને વિક્ટોરિયાની એ મુલાકાત

બાળકો સાથે વાત કરતા રવીંદ્રનાથ ટાગોર

ઇમેજ સ્રોત, SURAJ KUMAR

ફિલ્મનું શૂટિંગ ભારત અને આર્જેન્ટિનામાં થયું છે. ફિલ્મ 'થિંકિગ ઑફ હિમ'નું નિર્દેશન આર્જેન્ટિનાના પ્રખ્યાત નિર્દેશક પાબ્લો સીઝરે કર્યું છે.

પાબ્લો સીઝરે બીબીસીને જણાવ્યું હતું કે તેમણે આ ફિલ્મ પર 2008માં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની સલાહ તેમને આર્જેન્ટિનામાં ભારતીય રાજદૂતે આપી હતી.

પરંતુ આ ફિલ્મ ટાગોરના જન્મનાં દોઢ સો વર્ષની ઉજવણીના હિસાબે તૈયાર ન થઈ શકી.

સૂરજ કુમારે જણાવ્યું કે ટાગોર અને આર્જેન્ટિનાનાં લેખિકા વિક્ટોરિયા ઓકૈંપોની મુલાકાત વર્ષ 1924ના નવેમ્બરમાં થઈ હતી.

મુલાકાતોનો દોર બે-અઢી મહિના સુધી ચાલ્યો. તે સમયે ટાગોરની ઉંમર 63 વર્ષની હતી જ્યારે વિક્ટોરિયાની ઉંમર 34 વર્ષ હતી.

જોકે, વિક્ટોરિયાએ ટાગોરના વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક 'ગીતાંજલી'નો ફ્રેન્ચ અનુવાદ પહેલેથી જ વાંચી લીધો હતો.

line

ટાગોરની કવિતામાં આવતાં એ મહિલા કોણ?

લોકો સાથે રવીંદ્રનાથ ટાગોર

ઇમેજ સ્રોત, TOPICAL PRESS AGENCY/GETTY IMAGES

સૂરજ કુમારના જણાવ્યા અનુસાર ટાગોરની કવિતાઓમાં 'બિજયા' નામનાં એક મહિલા વિક્ટોરિયા જ છે.

તેઓ કહે છે કે તેમની બે ડઝન કરતાં વધારે કવિતાઓ વિક્ટોરિયા અને તેમના સંબંધો પર આધારિત છે.

પ્રોફેસર ગાંગુલી કહે છે કે ટાગોર અને વિક્ટોરિયાની મુલાકાત માત્ર એક સંયોગ હતી.

તેમના કહેવા મુજબ, "ટાગોર યૂરોપ અને લેટિન અમેરિકી દેશ પેરુની યાત્રા પર હતા અને તે દરમિયાન બીમાર પડી ગયા હતા."

"ત્યારબાદ બ્યૂનસ આયર્સમાં તેમણે પોતાની યાત્રા રોકવી પડવી હતી."

"સ્વાસ્થ્ય લાભ માટે તેમણે બ્યૂનસ આયર્સના ગ્રામીણ વિસ્તાર સેન અસીદરોમાં બે મહિનાનો સમય વિતાવ્યો હતો."

"તેઓ પ્લેટ નામની નદીના કિનારે એક બગીચા વાળા બંગલામાં રહ્યા, જ્યાં વિક્ટોરિયાએ એક પ્રશંસકની જેમ સેવા-ચાકરી કરી હતી."

line

પ્રેમના શહેરમાં બીજી મુલાકાત

સૂરજ કુમાર

ઇમેજ સ્રોત, SURAJ KUMAR

આ દરમિયાન તેમણે લગભગ 30 કવિતાઓ લખી જેમાંથી એક 'અતિથિ' પણ છે.

જેમાં તેમણે શરૂઆતમાં જ કહ્યું કે મારા અસ્થાયી પ્રવાસને તમે તમારી મહેરબાનીઓના અમૃતથી તરબોળ કરી દીધો.

સૂરજ કુમારે જણાવ્યું કે આ દરમિયાન વિક્ટોરિયાએ ટાગોરના સ્કેચને જોઈને તેમને ચિત્રકળા તરફ પ્રેરિત કર્યાં અને ટાગોરનાં પેઇન્ટિંગની પ્રેરણા વિક્ટોરિયા ઓકૈંપો જ હતાં.

સુરજ કુમાર કહે છે, "ત્યારબાદ બન્નેની બીજી અને છેલ્લી મુલાકાત 'પ્રેમના શહેર' પેરિસમાં થઈ હતી."

"જ્યાં વિક્ટોરિયાએ ટાગોરના ચિત્રકામની પ્રદર્શનીનું આયોજન કર્યું હતું અને તે તેમના ચિત્રોનું પહેલું પ્રદર્શન પણ હતું."

line

'ગીતાંજલિ'ની સ્ટડી

રવીંદ્રનાથ ટાગોર

ઇમેજ સ્રોત, E. O. HOPPE/HULTON ARCHIVE/GETTY IMAGES

ત્યારબાદ ટાગોરના મૃત્યુ સુધી એટલે કે 1941 સુધી બન્ને વચ્ચે પત્રનો સિલસિલો ચાલુ રહ્યો.

પ્રોફેસર ગાંગુલીએ કહ્યું કે બન્નેના પત્રો હવે પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાં એ પ્રકારની ચાહત જોવા મળે છે.

સૂરજ કુમારે જણાવ્યું કે વિક્ટોરિયાના લગ્નજીવનમાં કડવાહટ આવી ગઈ હતી અને તેવામાં તેમણે 'ગીતાંજલિ'ના અભ્યાસે એ સહારો આપ્યો હતો.

તેઓ ટાગોરને મળતાં પહેલાં જ તેમનાથી પ્રભાવિત થઈ ગયાં હતાં.

ફિલ્મના ડાયરેક્ટર પાબ્લોએ શરૂઆતમાં કહ્યું કે ટાગોરની ભૂમિકા અમિતાભ બચ્ચન નિભાવશે પરંતુ તે શક્ય થઈ શક્યું નહીં.

તેમની ભૂમિકા અગ્રણી અભિનેતા વિક્ટર બેનર્જીએ ભજવી હતી. જ્યારે વિક્ટોરિયાની ભૂમિકા આર્જેન્ટિનાનાં અભિનેત્રી એલેન્યોરા વેક્સલરે નિભાવી હતી.

line

સમાનાંતરની કથા

રાઇમા સેન

ઇમેજ સ્રોત, SURAJ KUMAR

ઇમેજ કૅપ્શન,

ફિલ્મમાં રાઇમા સેને કમલીની ભૂમિકા નિભાવી છે

આ ફિલ્મમાં બે કથાઓ સમાનાંતર ચાલે છે. એકનો સંબંધ હાલના જમાનામાં ભારતના અગ્રણી શિક્ષણ સંસ્થાન શાંતિ નિકેતનથી છે જેમાં શિક્ષક ફેલિક્સ પોતાની વિદ્યાર્થિની કમલીને મળે છે અને અલગ થઈ જાય છે.

આ ભાગ રંગીન ફિલ્મની જેમ શૂટ કરવામાં આવ્યો છે જ્યારે તેના સમાનાંતર ટાગોર અને વિક્ટોરિયાની કથા જૂની બ્લેક એન્ડ વ્હાઇટ રોલ પર શૂટ કરવામાં આવી છે.

ફેલિક્સની ભૂમિકા આર્જેન્ટિનાના થિયેટર અભિનેતા હેક્ટેયર બરદોનીએ નિભાવી છે જ્યારે કમલીની ભૂમિકા રાઇમા સેને નિભાવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન