કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાનો વર્તારો

મતદાન Image copyright Getty Images

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મુજબ કુલ 70 ટકા મતદાન થયું છે.

વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. કોંગ્રેસ, ભાજપ અને જેડીએસે ભારે રસાકસી વચ્ચે આ ચૂંટણી લડી છે.

મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ એગ્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે પરંતુ 2 બેઠકો પર મતદાન યોજાયું ન હતું.

આ તમામ એગ્ઝિટ પોલને જોતા મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ ટક્કર જણાઈ રહી છે.

અહીં એક સ્પષ્ટતા કરી દઈએ કે બીબીસી આવા કોણ સર્વે કરતી નથી. આ અન્ય એજન્સીઓએ કરેલા સર્વેને અમે દર્શાવી રહ્યા છીએ.

આ પ્રકારના સર્વે ચૂંટણીના પરિણામો વખતે ખોટા ઠરી શકે છે.


એગ્ઝિટ પોલમાં કોને કેટલી બેઠકો મળી?

Image copyright Getty Images

આ તમામ એગ્ઝિટ પોલ મુજબ કર્ણાટકની વિધાનસભામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી નથી.

મોટાભાગના એગ્ઝિટ પોલ મુજબ ભાજપને વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે અને વર્તમાન શાસક રહેલી કોંગ્રેસ પાર્ટી બીજા નંબરે આવી રહી છે.

જોકે, આજતક-સી વોટરના એગ્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુ બેઠકો આપવામાં આવી છે.

વિવિઝ એજન્સીઝ દ્વારા કરવામાં આવેલા એગ્ઝિટ પોલ
કોંગ્રેસ ભાજપ જેડીએસ+ અન્ય
ABP-CVoter 87-99 97-109 21-30 1-8
ટાઇમ્સ નાઉ-VMR 90-103 80-93 31-39 2-4
આજતક-CVoter 106-118 79-92 22-30 0
રિપબ્લિક જનતા કી બાત 73-82 95-114 32-43 2-3
ઇન્ડિયા ન્યૂઝ-ચાણક્ય 72-78 102-110 35-39 3-5
ન્યૂઝ એક્સ-CNX 72-78 102-110 35-39 3-5

શું હશે કર્ણાટકનું ચિત્ર

Image copyright Getty Images

આ તમામ એગ્ઝિટ પોલ મુજબ કર્ણાટકની વિધાનસભામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી નથી.

મોટાભાગના એગ્ઝિટ પોલ મુજબ ભાજપને વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે અને વર્તમાન શાસક રહેલી કોંગ્રેસ પાર્ટી બીજા નંબરે આવી રહી છે.

જોકે, આજતક-સી વોટરના એગ્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુ બેઠકો આપવામાં આવી છે.

જેથી કર્ણાટકની વિધાનસભામાં ત્રિશંકુની સ્થિતિ બને તેવી શક્યતા છે.


કોણે શું કહ્યું?

ANIના એડિટર સ્મિતા પ્રકાશે કહ્યું કે એગ્ઝિટ પોલ આવી રહ્યા છે અને મોટાભાગે ત્રિશંકુ વિધાનસભા જોવા મળી રહી છે. એનો એવો મતલબ થયો કે 15મી તારીખ નક્કી નહીં કરે કે કોની સરકાર બનશે.

પત્રકાર માધવન નારાયણે ટ્વીટ કર્યું કે જો એગ્ઝિટ પોલને જોઈએ તો ભાજપ સરકાર બનાવી શકશે નહીં. કારણ કે કોંગ્રેસ જેડીએસને મુખ્યમંત્રીનું પદ આપી દેશે.

પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વીટ કર્યું કે સારી વાત તો એ છે કે 15મી તારીખની રાહ જોવી.

કર્ણાટકના મંત્રી કે.ટી.રાવે ટ્વીટ કર્યું કે જુદી જુદી ચેનલો જુદી જુદી બેઠકો દર્શાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ