કોંગ્રેસ પહેલાં પોતાના ધારાસભ્યોને તો છોડે : અમિત શાહ

અમિત શાહ

ઇમેજ સ્રોત, @AMITSHAH

કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી વગર સરકાર બનાવવાનો પ્રયાસ કરનાર ભારતીય જનતા પાર્ટી અનેક પ્રશ્નો વચ્ચે ઘેરાઈ હતી. સોમવારે ભાજપ પ્રમુખ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રશ્નોના જ ઉત્તર આપ્યા હતાં.

અમિત શાહે કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસ વિરુદ્ધ જનાદેશ આપ્યો હતો એટલે મોટો પક્ષ હોવાના કારણે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. અમિત શાહને જેડીએસ અનો કોંગ્રેસની સરકારના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે, હજુ સુધી તો ધારાસભ્યોને છોડ્યા જ નથી.

અમિત શાહે કહ્યું, કોંગ્રેસના ધારાસભ્યો હજુ પણ હોટલમાં રહે છે. કોઈ રાહુલને જઈને પૂછે કે હોટલમાં ધારાસભ્યોને કેમ રાખ્યા છે?

પત્રકાર પરિષદમાં અમિત શાહની વાતચીતના કેટલાક અંશો

ઇમેજ સ્રોત, Getty Images

  • અમે સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનાવવાનું કામ કર્યું, જનતા દળ સેક્યુલરનો સંપૂર્ણ ચૂંટણી પ્રચાર કોંગ્રેસના વિરોધમાં હતો અને જેડીએસને પણ કોંગ્રેસ વિરોધ મત મળ્યા હતા. જ્યાં કોંગ્રેસ વિરુદ્ધ ગુસ્સો હતો, ત્યાં જેડીએસનો વિજય થયો.
  • અમે પેટાચૂંટણી હાર્યા તો તેઓ કહે છે કે ભાજપ હારી ગયું. નવ લોકસભા બેઠકો પર પેટાચૂંટણી હારવું એ મોટી હાર છે કે પછી 14 રાજ્યોમાં કોંગ્રેસની થયેલી હાર એ મોટી હાર છે?
  • જેડીએસ-કોંગ્રેસનું કર્ણાટક ગઠબંધન અપવિત્ર ગઠબંધન છે. સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો તો એવી ચર્ચા ચાલી કે કોઈ નેતાએ પૈસાની ઓફર આપવા માટે ફોન કર્યો હતો. પણ હવે કોંગ્રેસ નેતાએ સ્વીકાર્યું કે આ સમાચાર ખોટા હતા.
  • રાજ્યપાલ પાસે યેદિયુરપ્પાએ સાત દિવસો માંગ્યા હતા, એ કોંગ્રેસનો દુષ્પ્રચાર છે. જો ધારાસભ્યોને કેદ ન કરાયા હોત તો લોકોએ દેખાડી દીધું હોત કે વિશ્વાસમતમાં કોની તરફ મત આપવા જોઈએ.
  • ફક્ત ઇન્દિરા ગાંધીના શાસન વખતે જ કલમ 356નો 50 વખત દુરુપયોગ કરાયો હતો. જે પક્ષનો એક પણ ધારાસભ્ય ગોવામાં નહોતો જીત્યો, તે કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો