IPL: કેવી હોય છે ચીયરલીડર્સની અંતરંગ દુનિયા?

ચીયરલીડર્સની તસવીર Image copyright Getty Images

દર વર્ષે રમાનારી આઈપીએલ તેની સાથે પોતાના અલગ રંગ લઈને આવે છે. સામાન્ય ક્રિકેટ કરતાં આઈપીએલ સફળ થવાનાં ઘણાં કારણો છે.

મોટાભાગના લોકોની પસંદગીની ટીમો હશે, લોકો વિવિધ ખેલાડીઓને પસંદ કરતા હશે.

પરંતુ ખેલાડીઓ અને ટીમોની સાથે લોકો આઈપીએલમાં આવનારી ચીયરલીડર્સને પણ એટલી જ પસંદ કરે છે.

આઈપીએલના મેચમાં ટીવીના લાઇવ પ્રસારણ દરમિયાન ફોર, સિક્સ કે વિકેટ બાદ જોવા મળતી ચીયરલીડર્સ વિશે સામાન્ય લોકો ખૂબ ઓછું જાણે છે.

ચમકતી દુનિયાની પાછળ કેવી હોય છે આ ચીયરલીડર્સની જિંદગી? આ જ બાબત લઈને આજે અમે આવ્યા છીએ.

આ આઈપીએલની ઝાકમઝોળની વચ્ચે ચીયરલીડર્સની એવી કહાણી છે જે તમારા સુધી પહોંચતી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

દર વર્ષે આઈપીએલ શરૂ થતાની સાથે જ વિદેશથી આ ટુનાર્મેન્ટનો ભાગ બનવા આ ચીયરલીડર્સ ભારત આવે છે.

ગત વર્ષે 8 ટીમોમાંથી 6 ટીમોની ચીયરલીડર્સ વિદેશી મૂળની હતી એટલે કે વિદેશથી આવી હતી.

પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની ચીયરલીડર્સ ભારતીય જ હતી.

અમે દિલ્હી ડેરડેવિલ્સની ચીયરલીડર્સને તેમની કહાણી માટે મળ્યા.

તેમણે અમારી સાથે એવી રીતે વાતચીત કરી જાણે તેઓ રાહ જ જોતા હતા કે તેમની વાત કોઈ સાંભળે.


કોણ છે આ ચીયરલીડર્સ?

Image copyright Getty Images

દિલ્હી ડેરડેવિલ્સની જે ચીયરલીડર્સ સાથે અમે વાતચીત કરી તેમાંથી ચાર ચીયરલીડર્સ યુરોપથી આવી હતી જ્યારે બે ઑસ્ટ્રેલિયાથી.

ઘણાં લોકો માને છે કે આઈપીએલમાં ચીયરલીડર્સ રશિયાથી આવે છે, પરંતુ આ વાતમાં તથ્ય નથી.

મોટાભાગની ચીયરલીડર્સ યુરોપથી ભારત આવે છે.

ઑસ્ટ્રેલિયાથી આવેલાં કૈથરીને જણાવ્યું હતું કે તેઓ એક પ્રોફેશનલ ડાન્સર છે અને ઘણા દેશોમાં પરફોર્મ કરી ચૂક્યાં છે.

તાજેતરમાં જ તેઓ 6 મહિના માટે મેક્સિકો ગયાં હતાં.

તેમણે વધુમાં કહ્યું,"ત્રણ વર્ષની ઉંમરથી જ મને ડાન્સમાં રસ હતો અને આ કારણે જ ધીમે ધીમે મને ચીયરલીડર્સના પ્રૉફેશન તરફ આકર્ષણ થવા લાગ્યું."


ચીયરલીડર્સનો પગાર

Image copyright Getty Images

અનેક લોકોને એ જાણવાની ઉત્સુક્તા હોય છે કે ચીયરલીડર્સનો પગાર શું હોય છે?

આ મામલે વાત કરવા અમે તેમની એજન્સીના એક કમર્ચારીનો સંપર્ક કર્યો હતો.

તેમણે અમને જણાવ્યું કે વિદેશથી ચીયરલીડર્સ વિવિધ એજન્સીઓ મારફતે આવે છે. આ એજન્સીઓ સાથે કરાર કરવામાં આવતો હોય છે.

તેમણે જણાવ્યું કે આઈપીએલમાં વિદેશી ચીયલરલીડર્સ દર મહિને 1500-2000 પાઉન્ડ એટલે લગભગ 1.80 લાખ રૂપિયા કમાતી હોય છે.

વળી અત્રે એ પણ નોંધવું રહ્યું કે યુરોપથી આવેલી ચીયરલીડર્સ અને કોઈ અન્ય દેશથી આવેલી ચીયરલીડર્સના પગારમાં તફાવત હોય છે.

પગાર વિશે અમે અભિપ્રાય માગ્યો તો દિલ્હી ડેરડેવિલ્સની ચીયરલીડર્સે કહ્યું કે તેઓ જેટલી મહેનત કરે છે અને તેઓ જે દેશથી આવે છે તે મુજબ પગારથી તેઓ અસંતુષ્ટ છે.


દર્શકોની નજરથી તેમને પરેશાની થાય છે?

Image copyright Getty Images

આઈપીએલના મેદાનમાં લોકો ખેલાડીઓની સાથે સાથે ચીયરલીડર્સને પણ જોવા માટે આવે છે.

મેદાન અને બેઠક વ્યવસ્થાની પાસે જ પર્ફૉમ કરતી ચીયરલીડર્સને શું દર્શકોની નજરો કે તેમના વર્તનથી પરેશાની થાય છે?

આ બાબત પર વાત કરતાં ડેન છે કે ભારતમાં આવીને તેમને ઘણું સારું લાગે છે. તેમને અહીં એક સેલિબ્રિટી જેવું લાગે છે. લોકો તેમના ઑટોગ્રાફ માગવા આવે છે.

ઇંગ્લેન્ડથી આવેલા ડેન જોકે, દર્શકોને સલાહ આપતા કહે છે કે અમે મંચ પર ડાન્સ કરતી કોઈ ભોગ-વિલાસની વસ્તુ નથી.

અમે મહિલાઓ છીએ જેમનું પ્રૉફેશન ચીયરલીડિંગ છે. અમને સામાન્ય મહિલાઓ જેવી જ ગણવામાં આવે નહીં કે કોઈ અમારા શરીર પર ટિપ્પણી કરે.


જ્યારે ચીયરલીડિંગ કરતા કરતા પાંસળી તૂટી ગઈ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
IPL: કેવી હોય છે ચીયરલીડર્સની અંતરંગ દુનિયા?

જો તમે એવું વિચારતા હોવ કે આ પ્રૉફેશનમાં આવવા માટે માત્ર ડાન્સ જ જરૂરી છે તો ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરથી આવેલા ડેન બેટમેનની કહાણી તમને સ્તબ્ધ કરી દેશે.

ડેન બેટમેન કહે છે, "હું 11 વર્ષની હતી ત્યારે સ્કૂલમાં ચીયરલીડિંગ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે સ્કૂલમાં એક વાર મારી પાંસળીઓ તૂટી ગઈ હતી."

"મને આ ઇજામાંથી સાજા થવામાં ઘણો સમય લાગ્યો હતો."

ડેન બેટમેને વધુમાં કહ્યું કે આઈપીએલમાં ચીયરલીડર્સે માત્ર ડાન્સ કરવાનો હોય છે પણ વિદેશમાં તેમણે ફૉર્મેશન્સ પણ બનાવવાં પડે છે.

આ માટે શરીરમાં લચીલાપણું હોવું જોઈએ. તે કહે છે કે આ એક સ્પૉર્ટ્સ છે અને અમે એટલી જ મહેનત અને તાલીમ કરીએ છીએ જેટલી એક ખેલાડી કરે છે.

ડેન આ પહેલાં બોક્સિંગની રમત માટે પણ ચીયરલીડિંગ કરી ચૂક્યાં છે.


જ્યારે પુરુષો ચીયરલીડર્સ હતા...

Image copyright Getty Images

ચીયરલીડર્સનું ચલણ અમેરિકામાં સૌથી વધુ પ્રસિદ્ધ છે. યુરોપમાં પણ તેનું ચલણ છે.

ખરેખર રસપ્રદ વાત એ છે કે ચીયરલીડિંગની શરૂઆત અમેરિકાની યુનવિર્સિટી ઑફ મિનિસોટામાં થઈ હતી.

તેની શરૂઆત કોઈ મહિલાએ નહીં પણ પુરુષે કરી હતી. તેમનું નામ જોન કેમ્પેબેલ હતું.

વળી તેમણે ચીયરલીડર્સની જે ટીમ બનાવી હતી તેમાં તમામ પુરુષો જ હતા.

જોકે, 1940 બાદ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પુરુષોને યુદ્ધ માટે સરહદ પર જવું પડતું હતું.

આથી ત્યારબાદ મહિલાઓની ચીયરલીડર્સ તરીકે ભરતી થવા લાગી હતી.

Image copyright Getty Images

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ