IPL : 'જો સચિન ભારતીય ક્રિકેટના ભગવાન હોય, તો ધોનીને કઈ પદવી આપશો?'

મહેન્દ્ર સિંહ ધોની આઈ.પી.એલ. ટ્રોફી સાથે. Image copyright Twitter
ફોટો લાઈન મહેન્દ્ર સિંહ ધોની આઈ.પી.એલ. ટ્રોફી સાથે.

ગત રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો વિજય થયો હતો અને તેની સાથે જ આ ટીમ વર્ષ 2010-2011 બાદ ત્રીજી વાર વિજયી બની છે.

આ મૅચના હીરો શેન વૉટ્સન રહ્યા હતા. તેમણે 57 બૉલમાં 117 રન બનાવ્યા હતા. જેમાં 8 સિક્સ અને 11 ફોર સામેલ હતા.

ટીમની શાનદાર જીત બાદ, લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આપી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્વિટર યૂઝર એસઅર્જૂને ટ્વીટ કરીને લખ્યું, "હવે કોઈ પણ શીર્ષકની આવશ્યકતા નથી." તસવીરમાં વિજયી ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને તેમના પુત્રી ઝીવા હતાં.

તસવીરમાં એ ક્ષણનો ઉલ્લેખ હતો જ્યારે ટીમના અન્ય સભ્યો ટ્રોફીની સાથે તસવીરો માટે પોઝ આપી રહ્યા હતા અને ધોની તેમના પુત્રી સાથે રમી રહ્યા હતા.

બોરિંગ નામના ટ્વિટર યૂઝરે એક ટ્વીટમાં લખ્યું, "ધોની ક્રિકેટની દુનિયામાં એ સ્થાન ધરાવે છે, જે ફૂટબૉલમાં મેસી, ટેનિસમાં ફેડરર, બૉક્સિંગમાં અલી, F1માં હૅમિલ્ટન, કળામાં પિકાસો, ભૌતિકવિજ્ઞાનમાં આઇનસ્ટાઇન, શિલ્પકળામાં માઇકલ એન્જેલો અને લિયોનાર્દો અભિનયની દુનિયામાં એ સ્થાન ધરાવે છે."

ટ્વિટર યૂઝર પરેશ રાવલ ફૅને ટ્વીટ કરીને સવાલ પૂછ્યો, "જો સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટના ભગવાન હોય, તો ધોનીને કઈ પદવી આપશો?"

શેરીઅર ખાન નામના ટ્વિટર યૂઝરે ઇનામની રકમ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું, "20 કરોડનું ઇનામ! આટલા રૂપિયા પાકિસ્તાનના વાર્ષિક બજેટ સમાન છે."

આક્રિતિ સિંઘ નામના યૂઝરે ધોની અને તેમની પુત્રીનો વીડિયો ટ્વીટ કરી પિતા-પુત્રીની જોડીનાં વખાણ કર્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો