બામ્બુની સાઇકલ પર વિશ્વને નાગાલૅન્ડનો પરિચય આપતો પ્રવાસી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નાગાલૅન્ડ : આ વ્યક્તિ બામ્બુની સાઇકલ લઈને કરે છે વિશ્વભરમાં પ્રવાસ

તમે સ્ટીલ-ઍલોયની બનેલી સાઇકલ જોઈ હશે. વળી આવી આધુનિક સાઇકલ લોકોને વિશ્વમાં ફરતા પણ જોયા હશે, પણ શું તમે કોઈને દેશી બનાવટની સાઇકલ બનાવીને વિશ્વભરમાં પ્રવાસ કરતું જોયું છે?

આ વ્યક્તિ બામ્બુમાંથી સ્પેશિયલ સાઇકલ બનાવીને અમેરિકા અને યુરોપના પ્રવાસે જઈ આવી છે.

નાગાલૅન્ડન આ યુવાને આવું કરવા પાછળ રસપ્રદ કહાણી છે. નાગાલૅન્ડમાં બામ્બુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

ત્યાંના લોકો તેનાથી ફર્નિચર અને બાસ્કેટ સહિતની વસ્તુઓ બનાવતા હોય છે, પણ આ યુવાને કરેલી કરામતથી વિશ્વભરના લોકોને આશ્ચર્ય છે.

તેમની સાઇકલ જોઈને ઘણા લોકોને નવાઈ પણ લાગે છે.

તેના આ પ્રયાસ વિશે અને તેના પ્રવાસના અનુભવ ઉપરાંત તેની સુંદર સાઇકલ જોવા જુઓ આ વીડિયો.

પ્રોડ્યૂસર: શાલૂ યાદવ

શૂટ એડિટ: શરદ ભડે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો