હલીમના મૂળ હૈદરાબાદ સાથે જોડાયેલા હોવાની માન્યતા ખોટી છે

  • પદ્મા મીનાક્ષી
  • બીબીસી સંવાદદાતા
હલીમ

ઇમેજ સ્રોત, Getty Images

રમઝાન દરમિયાન ભારતના ઘણાં શહેરોની ગલીઓમાં હલીમની સુગંધ અનુભવી શકાય છે. તેલંગાણાના હૈદરાબાદમાં બાળકોથી માંડીને વયસ્કો સુધી તમામ વયના લોકોમાં હલીમ ખાઈને રોઝા ખોલવાનો ઉત્સાહ હોય છે.

હૈદરાબાદની ગલીઓ પર હલીમ વેચતા સેન્ટર્સ પર લાઇન લાગે છે, ચારમિનારનું ચૂડી બજાર હલીમ માટે પ્રસિદ્ધ છે.

એવી પ્રચલિત માન્યતા છે કે હલીમ હૈદરાબાદની મુખ્ય વાનગી છે, પણ ફૂડ બ્લોગર્સના કહેવા પ્રમાણે, હલીમની કહાણી જુદી જ છે.

હલીમ અંગે અનેક કહાણીઓ પ્રચલિત છે, કોઈ કહે છે કે હલીમ અરબ દેશની વાનગી છે. તો કેટલાકના મત પ્રમાણે, હલીમ યમનની વાનગી છે.

'હરિસા'માંથી હલીમનો ઉદ્દભવ?

ઇમેજ સ્રોત, Getty Images

સન્ડે ગાર્ડિયનમાં પ્રકાશિત થયેલા લેખમાં 10મી સદીના પુસ્તક 'કિતાબ-અલ-તાબિખ'ને ટાંકીને મહંમદ અલ મુઝફ્ફર ઇબ્ન સૈયર લખે છે કે, ઘઉં ફાળામાંથી રાબ જેવી વાનગી બને છે જેને 'હરિસા' કહેવાય છે.

નિઝામના અરબી સૈનિકો પોતાની સાથે આ વાનગીઓ લાવ્યા હોવાની શક્યતા છે.

એવો પણ ઉલ્લેખ છે કે સુલ્તાન સૈફ નવાઝ જંગે દાવતમાં 'હરિસા' વાનગી રાખી હતી. લેખમાં લખ્યું છે એ પ્રમાણે આ વાનગીમાં ભારતના મસાલા ભળતાં તે 'હલીમ' વાનગી બની ગઈ.

તમે આ વાંચ્યું કે નહીં?

તેના ઉદ્ભવ અંગે વધુ જાણવા માટે બીબીસીએ ફૂડ બ્લોગર અને સંશોધક પુષ્પેશ પંત સાથે વાત કરી, જેમાં કેટલીક રસપ્રદ વીગતો જાણવા મળી છે.

હલીમનો ઉદ્ભવ અરબ અને કેરલા ડેક્કન રીજન ઑફ ઇન્ડિયા સાથે સંકળાયેલો છે.

'હરિસા' અને હલીમમાં અનેક વિશેષતાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસ મુજબ, મલબાર દરિયાકાંઠાના લોકોનો મુસ્લિમો સાથે સંપર્ક છે કે જે જમીન માર્ગે વેપારી તરીકે આવ્યા હતાં અને તે પૈકીના કેટલાંકને જમાઈ તરીકે સ્વીકાર્યા હતા.

'હરિસા' નામે જાણીતી વાનગીની અનેક ખાસિયતો છે. પહેલી ખાસિયત છે તેની સામગ્રી, જેમાં ઘઉં ફાળા, સૂકો મેવો, અનાજ અને મસૂર (એક પ્રકારની લાલ દાળ) સમાવિષ્ટ છે.

જે સમતોલ આહાર છે અને રાબ જેવું દેખાય છે.

હલીમ ઉપવાસમાં ખાવા માટે વધારે અનુરૂપ છે, રોઝા રાખતા લોકો માટે આ વધારે યોગ્ય માનવામાં આવે છે.

જેના થકી આરબ જગત સાથેના સંબંધો પુનર્જીવિત થાય છે.

આ વાનગીના મૂળ હૈદરાબાદ સાથે જોડાયેલા છે એ માન્યતા ખોટી છે. આ વાનગી લખનઉ, રામપુર, દિલ્હી અને ભોપાલ જેવા શહેરોમાં બારે માસ ખવાય છે.

અરબ સૈનિકો સાથે હલીમ વાનગી ભારતમાં આવી?

ઇમેજ સ્રોત, Getty Images

હલીમ બનાવવાની પ્રક્રિયા સમય માગી લે એવી છે.

રમઝાન ઉપરાંત આખા વર્ષ દરમિયાન હલીમ શેરીઓ ઉપરાંત રેસ્ટોરાંમાં પણ મળી રહે છે.

ઇતિહાસ આધારે નક્કી નથી થઈ શકતું કે હલીમ વાનગી હૈદરાબાદથી દિલ્હી ગઈ હતી કે નહીં.

તેઓ કહે છે કે, "આ વાનગી અરબ સૈનિકો, વિદ્વાનો કે દરબારીઓ દ્વારા લાવવામાં આવી હોય એવું શક્ય છે.

"ખીચડા જેવી વાનગીઓ હલીમથી મળતી આવી છે, તેનું જ ગુજરાતી રૂપાંતર હલીમ હોઈ શકે છે."

દુબઈ જેવા મધ્ય-પૂર્વના પ્રાંતોમાં પણ આ વાનગીની માગ જોવા મળે છે, તેઓ કહે છે કે દુબઈ/યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત) કનેક્શન માનવસર્જિત છે અને પીઓઆઈ (પિપલ ઑફ ઇન્ડિયન ઓરિજીન) એનઆરઆઈ (નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ) હલિમ નિકાસ વેપારનો પ્રારંભ કર્યો છે.

સામાન્ય રીતે હલીમની કિંમત 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધીની જોવા મળે છે. જોકે, અલગ-અલગ રેસ્ટોરાંમાં તેની કિંમતમાં ફેરફાર જોવા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો