દ્રષ્ટિકોણ : ગાંધી હિંદુત્વ અને સંઘ સાથે સંપૂર્ણપણે અસહમત હતા

  • કુમાર પ્રશાંત
  • ગાંધી દર્શનના અભ્યાસુ, બીબીસી ગુજરાતી માટે
ગાંધીજી

ઇમેજ સ્રોત, ELLIOTT AND FRY/GETTY IMAGES/FACEBOOK/RSSOR

ગાંધી સાથે આવી રમત ઇતિહાસ પહેલી વખત નથી રમી રહ્યું.

વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ 30 જાન્યુઆરી 1948નાં રોજ ગોળીએ ઠાર મરાયા બાદ પણ એ તમામ લોકો કે જે ગાંધી સાથે અસહમત હતાં, એમનાં વિરોધી હતા, એમનાં દુશ્મન હતા તે સૌ પણ એ જ પ્રયાસ કરતા રહ્યાં, એ જ ઇચ્છતા રહ્યાં કે ગાંધીને ફગાવી દેવાની મંજૂરી પણ એમને ગાંધી પાસેથી જ મળે.

ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂએ પણ આમ જ કર્યું. નાનાજી દેશમુખ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં એમણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો બચાવ કર્યો અને કહ્યું કે સંઘનાં મૂલ્યો, આદર્શો અને કાર્યપ્રણાલીને મહાત્મા ગાંધીની સ્વીકૃતિ છે.

ઉપ-રાષ્ટ્રપતિએ જે કહ્યું તે કોઈ ભોળી ટિપ્પણી નથી, પણ સંઘ-પરિવારની સમજી વિચારેલી, લાંબા સમયથી અમલમાં મૂકાયેલી રણનીતિ છે.

જો સંઘ-પરિવાર ઈમાનદાર હોત, આત્મવિશ્વાસથી ભરેલો હોત તો એને એવું કહેવું જોઈતું હતું કે ગાંધી ખોટા હતા, દેશ સમાજ માટે શાપરૂપ હતા, આવું કહીને એને ફગાવી દેત અને પોતાની યોગ્ય,સર્વ મંગલકારી વિચારધારા તથા કાર્યધારાને લઈને આગળ વધત.

આપને આ પણ વાંચવું ગમશે

જો સંઘ માનદાર હોત તો......

ઇમેજ સ્રોત, TWITTER@RSSORG

પણ સમસ્યાનું મૂળ તો એ છે કે તેઓ જાણે છે કે, તેઓ જે પણ કરે છે તે યોગ્ય અને સર્વ મંગલકારી નથી.

આ અમંગલકારી મુખોટા પર ગાંધીનો પડદો એમના માટે જરૂરી છે કારણ કે આજે પણ ભારતીય સમાજ ગાંધીજીને આદર્શ અને માપદંડ સમાન ગણે છે, સાવરકર અને ગોલવલકરને નહીં.

વિવાદ ફરી એક વાર ઊભો થયો છે કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરૂવારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વિશેષ કાર્યક્રમમાં સ્વંયસેવકોને સંબોધિત કરવા માટે નાગપુર પહોંચ્યા હતા.

પ્રણવ મુખર્જીએ આ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે અને ત્યાં પહોંચ્યા પણ.

કોંગ્રેસ તો ચિંતિત છે જ સાથે જ વિપક્ષને પણ ખબર નથી પડતી કે તે કોના પક્ષમાં જઈ ઊભું રહેવું.

જ્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસે સંઘ સામે સીધી બાથ ભીડી હોય એવા સમયે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાંપ્રદાયિકતાને જડમૂળથી ઉખાડી દેવાનો દેશમાં ઢંઢેરો પીટી રહ્યા હોય, એવામાં પ્રણવ મુખર્જીનું સંઘ-પરિવારનાં મુખ્યાલયમાં મહેમાન બનીને જવું કોંગ્રેસ અને વિપક્ષ માટે એક ઝટકા સમાન બની રહે તેમ છે.

ચિંતામાં કેમ છે સંઘ

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG

સવાલ પ્રણવ મુખર્જી નામનાં કોઈ વ્યક્તિનો નથી પણ સાંપ્રદાયિકતાનાં દર્શનથી લઈ સંઘર્ષનાં સમગ્ર ઇતિહાસમાં પ્રણવ મુખર્જી કોઈ હદરેખાનું પ્રતીક છે.

અસત્યને સત્યનાં વાઘા પહેરાવવા માટે જાણીતા, સંઘ-પરિવારનાં હાથમાં એક નવું હથિયાર ના આવી જાય તેની શંકા છે.

છેવટે કોંગ્રેસનાં કેટલાક અગ્રણી નેતાઓએ તો કહી પણ દીધું કે આજીવન કોંગ્રેસી રહેલાં અને હંમેશા સંઘ-પરિવારની ટીકા કરનાર પ્રણવ દા એ નાગપુર જવાની કોઈ જરૂર નહોતી.

હવે સંઘને એ ભય સતાવી રહ્યો છે કે આવા દબાણમાં આવીને કદાચ તેઓ પોતાનો કાર્યક્રમ રદ ના કરી નાંખે એટલા માટે પ્રણવ મુખર્જીની યાત્રા પૂર્વે મહાત્મા ગાંધીને નાગપુર યાત્રાના સમર્થનમાં લાવી દીધા હતા.

આ મુદ્દે ઇતિહાસ શું કહે છે, એ પણ આપણે જોઈશું કે નહીં?

મહાત્મા ગાંધી કોઈ પણ પ્રકારની સંકુચિતતા સામે લડનારા સૈકાનાં સૌથી મોટા યોદ્ધા હતા, અને આજે પણ આખી દુનિયામાં ફેલાયેલા શાંતિપ્રિય, ઉદાર અંતકરણવાળા લોકો એમની પાસેથી પ્રેરણા લે છે.

ભ્રમ કે અસ્પષ્ટતાનું કારણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

એ વિચારવું - સમજવું અસંભવ છે કે દુનિયા જેને ગઈ શતાબ્દીમાં જન્મ લેનાર સૌથી મોટો માણસ ગણે છે, તે સૌથી નબળો, લઘુમતીવાળો, કચડાયેલો અને અપમાનિત જૂથો વિરુધ્ધ કોઈ પણ સ્થિતિમાં કોઈની પણ સાથે ઊભો રહેશે.

મહાત્મા ગાંધી ઇતિહાસનાં એવા થોડાંક વ્યક્તિઓમાંનાં એક છે કે જેમણે મન,વચન અને કર્મમાં એકરૂપતા સાધી હતી અને એમાં કોઈ ભ્રમ કે અસ્પષ્ટતાનું કારણ રહેતું જ નથી, સિવાય કે તમે દૂષિત મન સાથે ઇતિહાસનાં પૃષ્ઠ પલટાવતાં હોવ.

સાંપ્રદાયિક હિંસાવાદીઓ અને હિંસક ક્રાંતિકારિઓ સાથે એમનો સતત સામનો થતો રહ્યો અને એ વ્યક્તિઓનું સંપૂર્ણ માન જાળવી રાખીને પણ તેમણે તેમની વિચારધારાને સ્પષ્ટતાપૂર્વક અને ધારદાર રીતે વખોડી નાખી.

આરએસએસ સંદર્ભે ગાંધીએ સીધું કાંઈ કહ્યું હોય એનો પ્રથમ ઉલ્લેખ 9 ઓગસ્ટ 1942માં છે, જ્યારે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં ત્યારનાં અધ્યક્ષ આસફ અલીએ ગાંધીને સંઘની ફરિયાદ કરતાં એક પત્ર લખ્યો હતો.

આરએસએસ અંગે ગાંધીએ શું કહ્યું હતું

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

હરિજનમાં આસફ અલીનાં પત્રનો જવાબ આપતાં (પાન નં.261) ગાંધીજી જણાવે છે:

"ફરિયાદનો પત્ર ઉર્દૂમાં છે. એનો સારાંશ એ છે કે આસફ અલી સાહેબે જે સંસ્થાનો(રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ) ઉલ્લેખ પોતાનાં પત્રમાં કર્યો છે. તેઓ લખે છે કે 3,000 સભ્યો દરરોજ લાકડી સાથે કવાયત કરે છે.

"કવાયત પછી સૂત્રોચ્ચાર કરે છે કે 'હિંદુસ્તાન હિંદુઓનું છે, બીજા કોઈનું નહીં.' ત્યાર બાદ ભાષણ કરનાર કહે છે, પહેલાં અંગ્રેજોને બહાર કાઢો અને પછી આપણે મુસલમાનોને પણ આપણા તાબામાં કરી લઈશું. જો તેઓ આપણું સાંભળે નહીં તો આપણે તેમને મારી નાંખીશું."

આસફ અલીની ફરિયાદ પર પ્રતિક્રિયા આપતાં ગાંધીજીએ જણાવ્યું હતું,''વાત જે રીતે રજૂ કરવામાં આવી છે એને એ પ્રમાણે જ સમજીને એવું કહી શકાય કે આ સૂત્ર ખોટું છે.

"ભાષણની વિષય-વસ્તુ તો એનાથી પણ ખરાબ છે કારણ કે, હિંદુસ્તાન, અહીં જન્મેલા, ઉછરેલાં અને બીજા દેશનો આશરો ન ઇચ્છતા તમામ લોકોનો છે.

"એટલા માટે આ દેશ જેટલો હિંદુઓનો છે એટલો જ પારસીઓ, યહૂદીઓ, હિંદુસ્તાની ઈસાઈઓ, મુસલમાનો અને બીજા બિન-મુસલમાનોનો પણ છે.

"આઝાદ હિંદુસ્તાનમાં સત્તા હિંદુઓની નહીં પણ હિંદુસ્તાનીઓની હશે અને જે કોઈ ધાર્મિક પંથ કે સંપ્રદાયનાં બહુમત પર નહીં પણ કોઈ ધાર્મિક ભેદભાવ વગર પસંદ કરાયેલાં લોકોનાં પ્રતિનિધીઓ પર આધીરિત હશે.''

હિંદુત્વનાં દર્શનને ફગાવી દે છે ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ગાંધી જે ધર્મપરાયણ હિંદુ હતાં તેમણે ખૂબ સ્પષ્ટપણે લખ્યું છે કે, ''ધર્મ એક અંગત વસ્તુ છે, જેનું રાજનીતિમાં કોઈ સ્થાન ના હોવું જોઈએ. વિદેશી શાસનને કારણે દેશમાં જે અસ્વાભાવિક પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે આપણે ત્યાં ધર્મનાં નામે અનેક વિભાજન થઈ ગયાં છે.''

"જ્યારે દેશમાંથી વિદેશી શાસન જતું રહેશે, ત્યારે આપણે આ ખોટા સૂત્રો અને આદર્શો સાથે વળગી રહેવાની આપણી મૂર્ખામી પર હસીશું.

"જો અંગ્રેજોને બદલે દેશમાં જો હિંદુઓ કે અન્ય કોઈ સંપ્રદાયનું શાસન સ્થાપિત થવાનું હોય તો પછી અંગ્રેજોને બહાર કાઢી ફેંકવાનાં આહ્વાનમાં કોઈ દમ રહેતો નથી. તે સ્વરાજ નહીં હોય.''

ધ્યાન રહે કે ગાંધીજી હિંદુત્વનાં સમગ્ર દર્શનને સંપૂર્ણપણે ફગાવી દે છે અને એ પણ જણાવવા માંગે છે કે તમામ સંગઠિત ધર્મ માટે એમનો અભિપ્રાય આવો જ છે.

સંખ્યા કે સંગઠનનાં જોરે કોઈ પણ ધર્મ આઝાદ હિંદુસ્તાનનું ભાગ્યવિધાતા નહીં હોય પણ લોકોનાં ચૂંટેલા પ્રતિનિધિઓ જ ભારતનું બંધારણ બનાવશે અને ચલાવશે. આ બાબત એમણે ભારત આઝાદ થતાં પહેલાં જ, સંવિધાન સભા અને સંવિધાન રચાતા પહેલાં જ લખી દીધી હતી.

સાંપ્રદાયિકતા પર અસહમત હતા ગાંધી

ઇમેજ સ્રોત, @RSSORG

પણ સાંપ્રદાયિકતાની ઘેલછા પેદા કરીને સત્તાની રાજનીતિની રમત ત્યારે શરૂ થઈ, જ્યારે બે રાષ્ટ્રોનો સિદ્ધાંત સામે આવ્યો અને એને ખતરનાક રીતે દેશમાં ફેલાવવામાં આવ્યો.

ત્યાર બાદ માર્યા ગયા ત્યાં સુધી ગાંધી સાંપ્રદાયિક અને રાજનીતિક હિંસાનાં દુષ્ચક્રમાંથી આઝાદીની લડાઈને બહાર કાઢવા માટે સંઘર્ષ કરતા રહ્યા.

સૌથી પહેલાં આ ઝેરનાં બીજ સાવરકરે રોપ્યાં અને પછી મુસ્લિમ લીગનાં નાનામોટા નેતા તથા શાયર ઈકબાલે એમાં ખાતર પાણી ઉમેર્યાં અને ઝીણાએ એનો પાક લણ્યો.

કોંગ્રેસનાં ઘણાં નેતાઓએ આ આગમાં ઘી ઉમેરવાનું કાયરતાપૂર્ણ કામ કર્યું, પણ બધા જાણે છે કે મહાત્મા ગાંધી પોતાનાં છેલ્લા શ્વાસ સુધી આ અંગે અસહમત રહ્યાં.

આ જ કારણ છે કે એ આખા સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગાંધી સૌનાં નિશાન બની રહ્યાં અને ગાંધીની વૈચારિક શક્તિ એમની સાથે અથડાતી રહી અને સાંપ્રદાયિકતા અને સંકુચિતતાનાં ઝેરને કાપતી રહી.

જ્યારે સંઘની શાખામાં ગયા ગાંધી

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG

ઇતિહાસમાં 16 સપ્ટેમ્બર 1947નો પ્રસંગ મળે છે કે, જ્યારે આરએસએસનાં દિલ્હી પ્રદેશનાં પ્રચારક વસંતરાવ ઓક, મહાત્મા ગાંધીને હરિજન વસ્તીમાં લઈ ગયા હતા.

આ પહેલો અને છેલ્લો પ્રસંગ છે કે જેમાં ગાંધીજી સંઘની કોઈ શાખામાં ગયા હોય. વિરોધી હોય કે વિપક્ષી, ગાંધી કોઈની પણ સાથે વાતચીતની તક છોડતા નહોતા.

વસંતરાવનું આમંત્રણ પણ આ ભાવથી જ સ્વીકાર્યું હતું.

પોતાનાં સ્વંયસેવકોની ઓળખાણ કરાવતાં, ગાંધીને હિંદુ ધર્મ દ્વારા ઉત્પન્ન એક મહાન પુરુષ ગણાવ્યા હતા.

વીડિયો કૅપ્શન,

યમનના દરિયામાં નેવીએ આ રીતે ગુજરાતી માછીમારોને બચાવ્યા

ગાંધીજીને ત્યારે આવી કોઈ ઓળખાણની જરૂર નહોતી પણ આવી ઓળખાણ આપી સંઘ એમને પોતાની સગવડ અને રણનીતિ હેઠળ એક બીબામાં ગોઠવી દેવા માંગતો હતો.

ગાંધીજી આવી રમતોને બરાબર જાણતા હતા અને એનો જવાબ આપવાનું ક્યારેય ચૂકતા પણ નહોતા.

મહાત્મા ગાંધીના અંતિમ દિવસોમાં સૌથી પ્રામાણિક દસ્તાવેજ લખ્યો હોય તો તે છે એમનાં અંગત સચિવ પ્યારેલાલે.

સંઘનું હિંદુત્વ નહોતા માનતા ગાંધી

ઇમેજ સ્રોત, AFP;BBC

પોતાનું આ અપ્રતિમ પુસ્તક પૂર્ણાહુતિ, જે મૂળ અંગ્રેજી પુસ્તક 'લાસ્ટ ફેજ'નો અનુવાદ છે.

આ પુસ્તકમાં આ પ્રસંગને લખતા પ્યારેલાલે જણાવ્યું છે કે, ગાંધીજીએ પોતાનાં જવાબી ભાષણમાં કહ્યું, "મને હિંદુ હોવાનું ગર્વ ચોક્કસ છે, પણ મારો હિંદુ ધર્મ ના તો અસહિષ્ણુ છે અને ના તો બહિષ્કારવાદી.

"હિંદુ ધર્મને મેં સમજ્યો છે ત્યાં સુધી તેણે બધા જ ધર્મોની સારી વાતોને આત્મસાત કરી છે.

''જો હિંદુ એમ સમજતા હોય કે ભારતમાં બિન-હિંદુઓ માટે સમાન અને સમ્માનપૂર્ણ સ્થાન નથી અને મુસલમાન જો ભારતમાં રહેવા માંગતા હોય તો એમણે ઊતરતા દરજ્જાથી સંતોષ કરવો પડશે તો પરિણામ આવશે કે હિંદુ ધર્મ શ્રીહીન બની જશે.

''હું તમને ચેતવણી આપું છું કે જો તમારી સામે મૂકવામાં આવેલો આરોપ સાચો છે કે મુસલમાનોને મારવામાં તમારા સંગઠનનો હાથ છે, તો એનું પરિણામ ગંભીર હશે.''

અહીં ગાંધી બે વાતોની સ્પષ્ટતા કરે છે. તે સંઘનાં બીબાઢાળ હિંદુત્વને માનવા તૈયાર ન હતા. તેઓ એની સાથે પોતાને જોડાયેલા હોવા અંગે સંપૂર્ણ રદિયો આપે છે અને ચેતવણી પણ આપે છે કે સંઘ જે દિશામાં આગળ વધી રહ્યું છે તે વિરોધની દિશા છે અને એનું પરિણામ ગંભીર હશે.

આગળ પ્યારેલાલ લખે છે, "થોડા દિવસ પહેલાં જ તમારા ગુરૂજી સાથે મારી મુલાકાત થઈ હતી.

"મેં એમણે કહ્યું હતું કે કલકત્તા અને દિલ્હીનાં સંઘ વિશે એમની પાસે કેટલી ફરિયાદો આવી છે. ગુરૂજીએ મને જણાવ્યું હતું કે સંઘનાં દરેક સભ્યનાં યોગ્ય આચરણની જવાબદારી તો ના લઈ શકે.

"જોકે, સંઘની નીતિ હિંદુઓ અને હિંદુ ધર્મની સેવા કરવાની જ છે કોઈ બીજાને નુકસાન પહોંચાડવાની નથી. તેમણે મને કહ્યું કે સંઘ આક્રમણમાં વિશ્વાસ નથી રાખતો અને એ અહિંસાનાં હિમાયતી નથી."

હિટલરનાં નાઝીઓમાં શિસ્ત નહોતી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અહીંયા ગાંધીજીનાં ગુરૂજી તરીકે ઓળખાનારા ગોલવલકર સાથે થયેલી વાતચીતનો સારાંશ પણ સાવધાનીપૂર્વક સાર્વજનિક કરે છે, જેમાં તેઓ સંઘનાં એ વૈચારિક પાસાને પણ ખુલ્લો કરી દે છે, જેમાં ઊંડી શિસ્તની વાતો કરવામાં આવે છે, પણ સભ્યોનાં આચરણની જવાબદારી લેવામાં આવતી નથી.

તેઓ એ પણ જણાવે છે કે જો તમે અહિંસાનાં પક્ષમાં છો તો પછી લડાઈમાં હિંસા અને આક્રમણ સિવાય કરશો શું?

એ દિવસોમાં ગાંધીજીને એવા કેટલાક સવાલ પૂછવામાં આવ્યા કે જે સંઘની વૈચારિક માળખા સાથે જોડાયેલાં હોય. આને કારણે સંઘની મુશ્કેલી સામે આવી ગઈ અને ગાંધીજીને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાની તક મળી ગઈ.

એમને પૂછવામાં આવ્યું કે ગીતાનાં બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કૌરવોનો નાશ કરવાનો જે ઉપદેશ આપે છે એની વ્યાખ્યા તમે કેવી રીતે કરશો?

જવાબમાં ગાંધીજીએ જણાવ્યું, "અપણે એ વાતનો નિર્ણય કરવાની શક્તિ આપણામાં અવશ્ય પેદા કરવી જોઈએ કે અત્યાચારી કોણ છે?

"આપણને દોષીને સજા આપવાનો હક ત્યારે જ મળે જ્યારે આપણે સંપૂર્મ નિર્દોષ બની જઈએ. એક પાપી બીજા પાપીનો ન્યાય કરે કે એને ફાંસી પર લટકાવે એ કેવી રીતે માની શકાય?''

''જો ગીતામાં પાપીને દંડ આપવાનો અધિકાર સ્વીકારી લેવામાં આવ્યો છે તો આ અધિકારનો ઉપયોગ કાયદા દ્વારા સ્થાપિત સરકાર જ કરી શકે ને. જો તમે જ ન્યાયાધીશ અને તમે જ કસાઈ, આવું બનશે તો સરદાર અને નહેરુ બંને લાચાર બની જશે. તમે એમને તમારી સેવા કરવાની તક આપો. કાયદાને તમારા હાથમાં લઈ એમનાં પ્રયાસોને નિષ્ફળ ના થવા દો.''(સંપૂર્ણ ગાંધી વાંગ્મય ,ખંડ-89)

સંઘની પ્રાથમિક અવધારણા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અહીં ગાંધી ઈશુની એ વાત પર મહોર મારે છે, 'જેણે કોઈ પાપ ના કર્યું હોય, તે પ્રથમ પથ્થર ફેંકે' અને તેઓ પણ જણાવે છે કે લોકતંત્રમાં પસંદ કરેલી સરકારને જ તક આપવી જોઈએ કે તે વિવાદોનો માર્ગ શોધે.

ચોખ્ખા મને જો કોઈ વિચારશે તો આ તમામ વાતોમાં સંઘની પ્રાથમિક અવધારણાનો તોડ મળી જશે. આમાં સંઘને બદનામ કરવાનો કે દોષી ઠરાવવાનો ભાવ નથી પણ ભૂલો સુધારવાની વાત છે.

ગાંધીજીમી વાતોમાં ટીકાનો ભાવ નથી પણ રચનાત્મક સહાયતાનો ભાવ છે.પ્યારેલાલ જણાવે છે કે હરિજન વસ્તીમાંથી પાછા ફર્યા બાદ ગાંધીજીનાં એક સાથીએ કહ્યું કે સંઘમાં ગજબની શિસ્ત છે.

પણ ગાંધીએ થોડી કડકાઈ સાથે કહ્યું, ''શું હિટલરનાં નાઝીઓ અને મુસોલિનીના ફાસિસ્ટોમાં શિસ્ત નથી? તેઓ સ્પષ્ટ કરવા માંગતા હતા કે શિસ્ત એ કોઈ આદર્શ કે ગુણ નથી, પણ તે ક્યાં અને કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે મહત્ત્વપૂર્ણ છે.''

આપણે ના ભૂલવું જોઈએ કે 1975-77માં કટોકટી ભોગવી હતી, જેનો હેતુ પણ આકરી શિસ્ત જ હતો ને.

શિસ્તનાં ગુણગાન

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG

લોકોનાં વિવેક અને એની સ્વતંત્રતાને છીનવી લેનારા જ શિસ્તની વાતો કરતાં હોય છે.

પ્યારેલાલજી એ દિવસોમાં ગાંધીની વાતોને જણાવતાં લખ્યું હતું કે તેઓ એ આરએસએસને 'સરમુખત્યારશાહી દ્રષ્ટિકોણ' ધરાવનારી સંસ્થા તરીકે ગણાવી હતી.

આરએસએસનો બીજો પ્રસંગ 21 સપ્ટેમ્બર 1947માં એમનાં પ્રાર્થના પ્રવચનમાં મળે છે, જેમાં આરએસએસના ગુરૂ ગોલવલકર સાથે પોતાની અને ડૉક્ટર દિનશા મહેતાની વાતનો ઉલ્લેખ કર્યો છે.

''એમણે જણાવ્યું કે એમની સંસ્થા કોઈની દુશ્મન નથી. એમનો હેતુ મુસલમાનોની હત્યા કરવાનો નથી. તેઓ માત્ર હિંદુસ્તાનની રક્ષા કરવા માંગે છે. તેઓ શાંતિ ઇચ્છે છે. ગુરૂજીએ મને એમ પણ કહ્યું કે હું એમના વિચારોને સાર્વજનિક કરું.''

ખૂબ મોટી જવાબદારી

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG

ઇમેજ કૅપ્શન,

માધવ સદાશિવ ગોલવલકર

આગળ ગાંધીજી એક બીજું અહિંસક હથિયાર પણ વાપરે છે

તેઓ જણાવે છે કે સંઘ સામે જે આરોપ લગાડવામાં આવ્યા છે તેને પોતાનાં આચરણ વડે ખોટું પુરવાર કરવાની નૈતિક જવાબદારી સંઘની છે.

તેઓ સંઘને ના તો દોષી ગણાવે છે તથા ના તો આરોપોને રદિયો આપે છે, પણ પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી સંઘ ઉપર જ નાંખે છે.

સંઘ આજ સુધી આ જવાબદારીનો નૈતિક બોજો ઉતારી શક્યો નથી.

ગાંધી સંઘના ખભા પર બિરાજેલા છે એટલે જ તો વળી વળીને પોતાના ખભા ઝાટકી લેવા માંગે છે, પણ સત્યને સત્ય વડે જ કાપી શકાય.

ચાલાકી કે દગાથી નહીં.તેઓ વેદ સત્યને ભૂલી ગયા છે, શું ખબર પ્રણવ મુખર્જી એમને આ ફરીથી આની યાદ અપાવી દે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો