દૃષ્ટિકોણ: 'સ્વિસ બૅન્કોમાં જમા કરવામાં આવેલું નાણું કાળું હોય એ જરૂરી નથી'

વિદેશી મુદ્રા

ઇમેજ સ્રોત, Getty Images

સ્વિસ બૅન્કોમાં જમા કરવામાં આવેલાં નાણાંમાં વધારો નોંધાયો છે. સ્વિસ નૅશનલ બૅન્કે જાહેર કરેલા આંકડામાં જણાવવામા આવ્યું છે કે ભારતીયોના પૈસામાં 50 ટકાનો વધારો થતા આંકડો લગભગ સાત હજાર કરોડ સુધી પહોંચી ગયો છે.

સ્વિસ બૅન્કના જણાવ્યા અનુસાર, તમામ વિદેશી ગ્રાહકોના પૈસા વર્ષ 2017માં 3 ટકા વધીને 1.46 લાખ કરોડ સ્વિસ ફ્રેન્ક અથવા 100 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે.

સ્વિસ બૅન્કમાં જમા ભારતીયોના રૂપિયામાં વધારો કેવી રીતે થયો? આ સવાલ પર બીબીસી સંવાદદાતા માનસી દાસે અર્થશાસ્ત્રના પૂર્વ પ્રોફેસર અરુણ કુમાર સાથે વાત કરી.

વાંચો, પ્રોફેસર અરુણ કુમારનો દૃષ્ટિકોણ

સ્વિસ બૅન્કોમાં ભારતીય ધનમાં 50 ટકાના વધારાના સમાચારથી ખબર પડે છે કે આ રકમ સાતથી દસ હજાર કરોડ રૂપિયા છે.

જોકે, આ પૈસા સ્વિસ બૅન્કમાં જમા છે એટલે કાળું નાણું હોય એ જરૂરી નથી.

સ્વિસ બૅન્કોના ખાતામાં જે કાળું નાણું આવે છે તે સીધું નથી આવતું. ભારતમાંથી મોકલવામાં આવતું નાણું શેલ એટલે કે ફર્જી કંપની દ્વારા મોકલવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કાળું નાણું મોકલવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં થતી હોય છે.

દાખલા તરીકે પહેલાં આ બોગસ કંપની દ્વારા બાહમાસ કે પનામા પહોંચાડવામાં આવે છે પછી ત્યાંથી તે સ્વિસ બૅન્કોનાં ખાતામાં પહોંચે છે.

અર્થાત્ સ્વિસ બૅન્કોનાં ખાતામાં ભારતીયોનાં પૈસા તો છે પણ તે સીધા ભારતને બદલે ટેક્સ હેવન દેશો મારફતે ત્યાં પહોંચે છે.

મતલબ કે જો સ્વિસ બૅન્ક ખાતાધારકો અંગે જાણકારી આપે પણ છે તો તે સીધા ભારતથી પહોંચતા ભારતીયો અંગે જ જણાવશે.

ઇમેજ સ્રોત, Getty Images

દાખલા તરીકે જો સ્વિસ બૅન્કમાં મિસ્ટર એક્સે જર્સી આઇલેન્ડ દ્વારા પૈસા મોકલ્યા છે તો એમના વિશે પૂછવાથી જાણવા મળશે કે તે બ્રિટિશ પૈસા છે. આ જ કારણે સૌથી વધુ બ્રિટિશ ધન સ્વિસ ખાતાઓમાં છે, ભારતીય નહીં.

સ્વિસ બૅન્કમાં અત્યાર સુધી ભારતીય ધનના જે આંકડા આવ્યા છે, તે ઘણા ઓછા છે.

એના કરતાં ઘણું વધારે નાણું સ્વિસ બૅન્ક એકાઉન્ટમાં હશે. કારણ કે તે સીધા ભારતમાંથી ગયેલા પૈસાના જ આંકડા બતાવે છે.

ચાર વર્ષ પહેલાં 14 હજાર કરોડનો આંકડો હતો જે પ્રતિવર્ષ ઘટી રહ્યો છે.

ત્યારબાદ આ ત્રણ વર્ષ પછી વધીને હવે સાત હજાર કરોડ (50 ટકા) વધ્યો છે તો આ ઘણી ઓછી રકમ છે.

સ્વિસ બૅન્કમાં વાસ્તવમાં જમા ભારતીય ધનની તો સંપૂર્ણ જાણકારી છે જ નહીં.

નોટબંધીથી ફાયદો થયો નહીં

નોટબંધીનો હેતુ કાળા નાણાં પર રોક લગાડવાનો હતો પણ જે પૈસા સ્વિસ બૅન્કમાં જવાની વાત કરાઈ રહી હતી તે બની શકે કે સરકારની આકરી નીતિઓના ડરને કારણે બહાર મોકલવામાં આવ્યા હોય.

ભારતીય રિઝર્વ બૅન્કે (આરબીઆઈ) લેબેલાઈઝ રેમેટેંસ (એલઆરએસ) નામની એક સ્કીમ શરૂ કરી હતી.

જેમાં અઢી લાખ ડોલર પોતાના પરિવારજનોના નામે દેશની બહાર મોકલી શકાતા હતા. બની શકે કે આ પૈસા એમાં ગયા હોય.

આરબીઆઈએ એલઆરએસ યોજનાને ઘણી કડક બનાવી દીધી છે.

હવે તેની હેઠળ માતા-પિતા, પત્ની અને બાળકો માટે જ પૈસા મોકલાવી શકાય છે બીજા કોઈ માટે નહીં.

આ જ કારણે સરકાર દ્વારા પકડાઈ જવાના ડરે લોકોએ પૈસા બહાર મોકલ્યા હોય.

વેપારધંધામાં મુશ્કેલી ઊભી થઈ છે, પૈસા બહાર જવાનું કારણ એ પણ હોય. આ જ ડરથી ઘણા કરોડપતિ એનઆરઆઈ પણ બની શકે છે.

ભારતમાંથી હજી ઘણું ધન બહાર જઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો