ગ્રાઉન્ડ રિપોર્ટઃ કેવી રીતે મંદસૌર ગુસ્સા અને હિંસાની આગમાંથી બચી ગયું

  • નિતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા, મંદસૌર (મધ્યપ્રદેશ)થી
સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓની તસવીર

મધ્ય પ્રદેશના મંદસૌરમાં એક બાળકીનું અપહરણ કરી લેવાયું હતું. આગામી દિવસે જ્યારે બાળકી મળી તો તપાસમાં જાણવા મળ્યું તે બળાત્કાર અને નિર્દયતાપૂર્વક થયેલી હિંસાનો શિકાર બની હતી.

એ રાત્રે આશરે બે લાખની વસતી ધરાવતા આ શહેરમાં તણાવ ફેલાઈ ચૂક્યો હતો.

જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું, "ચાર ગાડીઓના કાચ તોડી દેવાયા અને એક ઢાબા પર પણ તોડફોડની ઘટના ઘટી હતી."

28 જૂન સુધી લોકોનો ગુસ્સો રસ્તા પર દેખાવા લાગ્યો હતો, હજારો લોકો ઘરની બહાર નીકળી બાળકી માટે ન્યાયની માગણી કરી રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

સૌથી મોટો ડર એ વાતનો હતો કે ક્યાંક આ કેસને લઇને વિસ્તારમાં હિંસા ન ભડકી ઉઠે.

જે ઢાબા પર ઘટના બની તે એક મુસ્લિમનું હતું. એક નાના જૂથે કથિત રૂપે ઢાબા પર એ માટે નિશાન સાધ્યું હતું કેમ કે જે શંકાસ્પદ આરોપીની ધરપકડ થઈ છે તે મુસ્લિમ હતો.

ડર અને આશંકા

વીડિયો કૅપ્શન,

મધ્ય પ્રદેશ: મંદસૌર રેપ કેસમાં શું ચાલી રહ્યું છે?

જિલ્લાના મુસ્લિમ સમાજના નેતા અને સ્થાનિક સંસ્થા સીરત કમિટીના અધ્યક્ષ અનવર અહેમદ મંસૂરીએ કહ્યું, "ઘટના બાદ અમે અલ્લાહ પાસે દુઆ કરી રહ્યા હતા કે શંકાસ્પદ અમારી જ્ઞાતિનો ન નીકળે."

તેમણે કહ્યું, "એ વાત સાચી છે કે અમારા સમાજમાં એ વાતનો ડર હતો કે ઘટના ક્યાંક બીજું સ્વરૂપ ધારણ ન કરી લે."

"જોકે, વાસ્તવિકતા એ પણ છે કે આરોપીઓની ઓળખમાં અમારા જ સમાજના લોકોએ તંત્રની મદદ કરી છે."

મંદસૌર મધ્ય પ્રદેશના માલવા વિસ્તારનો એક ભાગ છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ જોવા મળી છે.

કર્ફ્યુનો ઇતિહાસ

મંદસૌરમાં બે વર્ષ પહેલાં કથિત ગૌહત્યા મામલે બે મુસ્લિમ મહિલાઓ પર હુમલો થયો હતો.

જ્યારે નજીકના રતલામ જિલ્લામાં 2010, 2014 અને 2016માં સાંપ્રદાયિક તણાવ બાદ કર્ફ્યુ લાગ્યો હોવાનો ઇતિહાસ છે.

વર્ષ 2017માં માલવા વિસ્તારમાં જ બજરંગ દળના એક કાર્યકર્તાની હત્યા બાદ કર્ફ્યુ લગાવવું પડ્યું હતું.

કદાચ એ જ કારણ છે કે બાળકી સાથે બળાત્કાર અને હિંસાની આ ઘટના બાદ સાંપ્રદાયિક તણાવ વધવાની આશંકા હતી.

મંદસૌરના પોલીસ કમિશનર મનોજ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે જે રસ્તા પર જોવા મળ્યું તે ઘટના વિરુદ્ધ લોકોનો સામૂહિક આક્રોશ હતો.

તેમણે કહ્યું, "સાંપ્રદાયિક તણાવનો ડર હતો, પરંતુ શહેરના લોકોએ પોલીસની ખૂબ મદદ કરી."

"રહ્યો સવાલ મુસ્લિમ સમાજમાં ડરનો, તો અહીંની પોલીસ ખૂબ ન્યૂટ્રલ રહી છે તો એ પરિસ્થિતિ ઊભી જ થવા દીધી નથી."

આ તરફ બજરંગ દળના જિલ્લા મહામંત્રી જિતેન્દ્ર રાઠોડ એ વાતને નકારે છે કે કોઈ પણ સમાજ પર બીજા કોઈનું દબાણ છે.

તંત્રની કેવી હતી તૈયારી?

તેમણે જણાવ્યું, "એવું બની શકે છે કે મુસ્લિમ સમાજના લોકોમાં કોઈ ડર રહ્યો હોય."

"અમારું તેમજ બીજા હિંદુ સંગઠનોનું માનવું છે કે આ એક ઘૃણિત ઘટના હતી."

"મને નથી લાગતું કે અલ્પસંખ્યક મુસ્લિમ સમાજ પર કોઈ દબાણ રહ્યું છે આરોપીઓ વિરુદ્ધ બહાર નીકળીને બોલવા માટે.

"તેમણે આવવું પણ જોઈએ અને તે સ્વાગત યોગ્ય છે. તેઓ એ માટે આગળ આવે કેમ કે તેમની પણ દીકરીઓ છે."

જોકે, સાચી વાત એ પણ છે કે જૂના મામલાઓને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશ તંત્રને પણ તુરંત વધારાના સુરક્ષાકર્મીઓ મંદસૌર મોકલી દીધા હતા.

ડર એ વાતનો પણ હતો કે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી 'ફેક ન્યૂઝ'ના કારણે ક્યાંક હિંસા ભડકી ન ઉઠે.

મેં શહેરના ઘણા લોકોના મોબાઇલ ફોન પર પીડિત બાળકીના નામની સાથે અસલી તસવીર અને તેની સાથે થયેલા દુષ્કર્મ વિશે ઉત્તેજક મેસેજ જોયા.

લોકોમાં ડર એ વાતને લઈને પણ હતો કે આ ચૂંટણીનું વર્ષ છે અને તેવામાં સાંપ્રદાયિક તણાવ ભડકવાના મામલા પહેલાં પણ સામે આવી ચૂક્યા છે.

મંદસૌરમાં મદ્રેસામાં ભણતા બાળકો વચ્ચે કામ કરતી સંસ્થા ઈમાન તન્ઝીમના અધ્યક્ષ મોહમ્મદ આરિફને લાગે છે, "પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ હતી પરંતુ જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી મુશ્કેલી ન થઈ."

તેમણે કહ્યું, "આગામી દિવસે જ મુસ્લિમ સમાજે જ્ઞાપન જાહેર કર્યાં કે ભલે આરોપી મુસ્લિમ હોય, પરંતુ તેણે માનવતા વિરુદ્ધનું કૃત્ય કર્યું છે."

"અમારી સંસ્થા અંજુમને પણ ઘોષણા કરી હતી કે આરોપીને ફાંસીની સજા થઈ તો મંદસૌરના કબ્રસ્તાનમાં મૃતદેહ દફનાવવાની પરવાનગી મળશે નહીં. "

મંદસૌરમાં બન્ને સમાજના ઘણા લોકો સાથે વાત કર્યા બાદ લાગ્યું બળાત્કાર અને હિંસાના અપરાધ વિરુદ્ધ દરેક વ્યક્તિ છે, પરંતુ અનૌપચારિક રીતે વાત કરવા ઘટનાનું બીજું પાસું ખૂલીને સામે આવે છે.

બન્ને સમાજના લોકોને એ વાતનો ડર હતો કે ઓળખ થયા બાદ ક્યાંક આરોપી બીજા ધર્મનો નીકળ્યો તો તેની વિપરીત અસર પડશે.

આ એક એવો ડર છે જેના કેટલીક નિશાનીઓ, મંદસૌરના અલ્પસંખ્યક સમાજના લોકોમાં આજે પણ જોવા મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો