હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ મિત્રોએ કરી ચાર ધામ યાત્રા

સરદાર દિલબાગ, પ્રમોદ મસીહ, અબ્દુલ મહિલ અને રામ નિવાસ પાલ 30 વર્ષથી મિત્રો છે Image copyright SHAHBAZ/BBC

'હિંદુ-મુસલમાન-શીખ-ઈસાઈ’ આપસ મૈં હમ ભાઈ ભાઈ' આ પંક્તિને સાચી ઠેરવતા ચાર મિત્રો પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નજીબાબાદમાં રહે છે.

અલગઅલગ ધર્મો પાળતા ધરાવતા આ ચાર મિત્રો દેશને એકતા અને ભાઈચારાનો સંદેશ આપવા માગે છે.

આ ચારેય મિત્રો અને તેમના પરિવારના લોકો મંદિર અથવા મસ્જિદમાં કોઈ ભેદભાવ નથી માનતા. તેમના માટે ચર્ચ અને ગુરુદ્વારા પણ એકસમાન જ પવિત્ર સ્થળ છે.

દેશને સાંપ્રદાયિક એકતાનો સંદેશો આપવા માટે તેઓ સાથે મળીને ચાર ધામની યાત્રા પર પણ ગયા હતા.


ચાર મિત્રો બન્યા એકતાનું પ્રતિક

Image copyright SHAHBAZ/BBC
ફોટો લાઈન ચારેય મિત્રો પરિવાર સાથે ચાર ધામની યાત્રા પર નીકળ્યા

સાંપ્રદાયિક સદભાવનું પ્રતિક બનેલા આ ચારેય મિત્રો હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના છે.

નજીબાબાદમાં રહેતાં અબ્દુલ મલિકની નજીક જ દિલબાગ સિંહ રહે છે. તેમના મિત્રો દિલ્હીના આંબેડકર નગર નિવાસી રામનિવાસ પાલ અને પ્રમોદ મસીહ છે. પ્રમોદ ઈસાઈ છે.

આ ચારેયની દોસ્તી લગભગ 30 વર્ષથી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મલિક જણાવે છે, "અમે બધા મિત્રો 80ના દાયકામાં દિલ્હીના મદનગીર ગવર્નમેન્ટ સિનિયર સેકેન્ડરી સ્કૂલમાં સાતમા ધોરણમાં સાથે અભ્યાસ કરતા હતા."

"ધીરેધીરે અમારા ચારેયની મિત્રતા વધતી ગઈ અને આજે અમારા પરિવાર એકબીજાની ખૂબ જ નજીક છે."

આ ચારેય મિત્રતા એટલી ગાઢ બની ચૂકી છે કે તેઓ દરેક તહેવાર સાથે ઊજવે છે.


દેશને આપવા માગે છે સંદેશ

Image copyright SHAHBAZ/BBC

રામનિવાસ કહે છે, "ઈદના તહેવારે અમે મલિક અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ."

"ઈદના દિવસે બધા મિત્રો અને પરિવારના લોકો એકઠા થાય ત્યારે તહેવારનો આનંદ બમણો થઈ જાય છે."

દિલબાગ સિંહ કહે છે, "એ નથી સમજાતું કે દેશમાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો કેમ થાય છે. અમે ચારેય મિત્રોએ નક્કી કર્યું છે કે અમે દેશ માટે સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ બનીશું.”

“લોકોને જાણ થશે કે જ્યારે અમે એકબીજા સાથે હળીમળીને રહીએ છીએ, તો તેઓ કેમ નથી રહેતા."


ધર્મ વચ્ચે ના આવ્યો

Image copyright SHAHBAZ/BBC
ફોટો લાઈન રામ નિવાસ, સુદેશ, માનસી, પ્રમોદ મસીહ, રજની, પ્રિયંકા અને સુશાંક

આ ચારેય મિત્રો દેશમાં સાંપ્રદાયિક તણાવ વધવા પાછળ નેતાઓને જવાબદાર ગણે છે.

પ્રમોદ મસીહ કહે છે, "અમે ચારેય મિત્રો અલગ ધર્મના છીએ. અમારી મિત્રતાને 30 વર્ષ થયાં પરંતુ ક્યારેય અમારી વચ્ચે ધર્મ નથી આવ્યો."

આ ચારેય મિત્રોના પરિવારો પણ એકબીજા સાથે ઊંડી લાગણીઓ ધરાવે છે. આ મિત્રોની પત્નીઓ તેમને દિયર-જેઠ જેટલું સન્માન આપે છે.

અબ્દુલ મલિની પત્ની શગુફ્તા કહે છે, "મારા માટે દિલબાગ ભાઈજાન, રામનિવાસ તથા પ્રમોદ મસીહ ભાઈજાન સગા દિયર-જેઠ જેવા છે."

"અમે ક્યારેય આ મિત્રોને ધર્મના નામે ઝઘડતા નથી જોયા. નમાઝનો સમય થાય ત્યારે બધા મિત્રો આ બાબતની કાળજી પણ લે છે. હું કોઈ પણ મિત્રના ઘરે જઉં ત્યારે ત્યાં નમાઝ પર અદા કરું છું."


ચાર ધામ યાત્રા

Image copyright SHAHBAZ/BBC
ફોટો લાઈન ચારેય મિત્રોના પરિવાર વચ્ચે ઊંડી લાગણીઓનો સંબંધ છે

મલિક કન્સ્ટ્રક્શનના કારોબાર સાથે જોડાયેલા છે જ્યારે દિલબાગ ખેડૂત છે. પ્રમોદ મસીહ દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને રામનિવાસની દિલ્હીના ઓખલા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રેસ્ટોરાં છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે દેશમાં આંતરિક સૌહાર્દ રહે એ હેતુથી આ ચારેય મિત્રો ચાર ધામની યાત્રા કરી રહ્યા છે.

અબ્દુલ મલિક કહે છે, "આમ તો અમારી વચ્ચે 30 વર્ષથી પ્રેમ છે પરંતુ દેશમાં સાંપ્રદાયિક હુલ્લડ અંગે સંભળાય ત્યારે તકલીફ પડે છે."

"અમે સાથે મળીને નક્કી કર્યું છે કે અમારી મિત્રતા દેશને કામ આવે. એટલા માટે મેં પત્નીને કહ્યું કે સામાન બાંધો. ત્યારબાદ અમે બધા પરિવારોએ સાથે મળીને ચાર ધામની યાત્રા શરૂ કરી દીધી."

આ મિત્રોએ 20 જૂનના રોજ નજીબાબાદથી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા શરૂ કરી.

રામનિવાસ કહે છે, "છેલ્લા 30 વર્ષોથી અમે બધા મિત્રોએ પરિવાર સાથે દેશભરના તમામ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચોની મુલાકાત લીધી."


ચાર ધામ યાત્રા દરમિયાન નમાઝ

Image copyright SHAHBAZ/BBC
ફોટો લાઈન રામ નિવાસ, મલિક અને પ્રમોદ મસીહ

20 જૂનના રોજ ચાર ધામની યાત્રા માટે નીકળેલા આ પરિવારો હળીમળીને સાથે રહ્યા.

અબ્દુલ જણાવે છે, "શુક્રવાર હોવાને કારણે અમારે નમાઝ અદા કરવાની હતી. ત્યારે અમે જોશીમઠમાં હતા. મિત્રોએ મસ્જિદ શોધવામાં મદદ કરી. મેં નમાઝ અદા કરી અને મિત્રોએ તેમના પરિવાર સાથે બહાર અમારી રાહ જોઈ."

લગભગ પાંચ દિવસ બાદ બધા કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાથી પરત આવી ગયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા