શરમાળ કરણજીત કૌરની 'સન્ની લિયોની' બનવાની દાસ્તાન

  • જય મિશ્રા
  • બીબીસી ગુજરાતી
સન્ની લિયોની

ઇમેજ સ્રોત, facebook/Sunny Leone

પૂર્વ પૉર્નસ્ટાર સન્ની લિયોનીના જીવન પર 'કરણજીત' નામથી એક વૅબ સિરીઝ 16મી જુલાઈથી શરૂ થવાની છે.

આ તબક્કે એક પ્રશ્ન થાય કે સન્ની લિયોનીના જીવન પર આધારિત સિરીઝને 'કરણજીત' નામ કેમ આપ્યું?

સન્ની લિયોનીનો જન્મ 13 મે 1981ના રોજ કેનેડામાં ભારતીય મૂળના પરિવારમાં થયો હતો.

બાળપણમાં ખૂબજ શરમાળ સ્વભાવ ધરાવતાં સન્નીનું મૂળ નામ પંજાબી ઢબનું હતું, પરંતુ તેમણે પોતાના કૅરિયર માટે નામ બદલવાનું નક્કી કર્યું હતું.

મૂળ કરણજીત કૌર વોહરા તેમનું સાચું નામ હતું, જે આગળ જતા સન્ની લિયોની તરીકે જાણીતું થયું.

વૅબ સિરીઝમાં સન્ની લિયોનીનાં જીવનની કેટલીક વધુ રસપ્રદ વાતો જાણવા મળે તેવી અપેક્ષા છે.

શા માટે કરણજીતકૌરે સન્ની નામ પસંદ કર્યું?

ઇમેજ સ્રોત, Twitter

કરણજીત કૌર સન્ની લિયોની કઈ રીતે બન્યાં એની પાછળ રસપ્રદ કહાણી છે.

2001માં અમેરિકામાં રહેતાં સન્નીની પસંદગી જાણીતા ઍડલ્ટ મૅગેઝિન પૅન્ટહાઉસ દ્વારા 'પૅટ' તરીકે થઈ હતી.

આ મૅગેઝિન માટે જેમની પસંદગી થાય તેમને આખા દેશમાં રેડિયો, ટીવી, મૅગેઝિન ફોટોશૂટ કરવા માટે મોકલવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મૅગેઝિન માટે તેમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમનું ઑરિજિનલ પંજાબી નામ કરણજીતકૌર આ પ્રકારના ઇન્ટરવ્યૂ માટે યોગ્ય નથી. તેથી તેમણે પોતાના ભાઈ સંદીપના નામ પરથી ઉપનામ નામ 'સન્ની' રાખવાનું નક્કી કર્યું.

પોતાની અટક મૅગેઝિનના લોકોને રાખવા કહ્યું, મૅગેઝિન દ્વ્રારા તેમની અટક લિયોની પસંદ કરાઈ હતી.

આ એજ સમય હતો જ્યારે કરણજીતકૌર વોહરા સન્ની લિયોની તરીકે ઊભરી આવ્યા અને ત્યારબાદ પૉર્નસ્ટાર બન્યાં હતાં.

કેવી રીતે પૉર્નસ્ટાર બન્યાં સન્ની લિયોની?

ઇમેજ સ્રોત, Twitter

પૅન્ટાહાઉસનાં 'પૅટ' બની ગયા બાદ સન્નીને કેટલાક મૉડેલિંગ ઍસાઇનમૅન્ટ મળ્યાં હતાં અને તેમને એજન્ટના માધ્યમથી પૉર્ન મૂવીઝમાં કામ કરવા માટેની ઑફર મળી હતી.

તેઓ પૉર્ન ફિલ્મમાં કામ કરવા તૈયાર, થઈ ગયા, પરંતુ તેમણે પોતાનાં પેરેન્ટસ સાથે આ વિષય પર ચર્ચા કરી ન હતી.

નાણાંની જરૂરિયાતનાં કારણે તેમણે આ ઑફર સ્વીકારી તો લીધી, પરંતુ અલગઅલગ લોકો સાથે એડલ્ટ ફિલ્મ્સમાં કામ કરવું યોગ્ય પણ નહોતું લાગતું.

સન્નીએ તેમનાં માતા પિતાને પોતાના નિર્ણય વિશે વાત કરી, ત્યારે બન્નેને આઘાત લાગ્યો હતો.

બાદમાં બન્નેએ તેમની પુત્રીનો નિર્ણય સ્વીકારી લીધો હતો અને સન્ની લિયોનીની પૉર્નસ્ટાર તરીકે સફર આગળ વધી હતી.

ભારતમાં'બિગબોસ'થી ન્ટ્રી મળી

સન્ની લિયોની 2011 સુધી ભારતની ઍન્ટર્ટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે અજાણ્યા હતા, પરંતુ 'બિગ બોસ'ની સિઝન 5માં તેમને પ્રતિસ્પર્ધી તરીકે ઍન્ટ્રી મળી.

'બિગબોસ'માં ઍન્ટ્રી મળ્યાં બાદ તેઓ રાતોરાત ભારતીય મીડિયામાં છવાઈ ગયાં હતાં.

એનું એક કારણ એવું હતું કે, અત્યાર સુધી આ પ્રકારે કોઈ પૉર્નસ્ટારની ભારતના કોઈ પણ ટેલિવિઝન શોમાં ઍન્ટ્રી નહોતી થઈ.

સામાન્ય રીતે પરિવારની વચ્ચે 'પૉર્ન'ની ચર્ચાનો છોછ હતો, ત્યારે સન્ની લિયોનીને કારણે ઘરમાં એ વિશે ચર્ચા થવા લાગી હતી.

બૉલિવુડમાં ન્ટ્રી

ઇમેજ સ્રોત, Getty Images

સન્ની લિયોની 'બિગ બોસ'ની સિઝન 5 પૂરી કરે તે પહેલાં જ તેમને બૉલિવુડની ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યાં હતાં.

એક તરફ તેમને મળવા માટે અનેક ડિરેક્ટર્સ લાઇન લગાવીને બેઠા હતા, જ્યારે બીજી તરફ મહેશ ભટ્ટે 'બિગ બોસ'ના સેટ પર જઈને તેમને પોતાની આગામી ફિલ્મ 'જીસ્મ 2' માટે ઑફર કરી દીધી હતી.

આ ફિલ્મથી ભારતીય સિનેમામાં એક નવો ટ્રૅન્ડ શરૂ થયો અને સન્ની લિયોનીએ પૉર્નસ્ટારમાંથી બૉલિવુડસ્ટાર બનવા તરફ આગળ વધ્યાં હતાં.

સન્નીની સમગ્ર સફરમાં તેમનાં પતિ અને સિંગર ડેનિયલ વૅબરનો ખૂબજ સહકાર મળ્યો. તેમણે કૉ-સ્ટાર, બિઝનેસ પાર્ટનર અને મૅનેજરની ભૂમિકા સારી રીતે નિભાવી હતી.

ગુજરાતમાંથી વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

સન્ની લિયોનીના જીવનમાં અનેક વિવાદો સર્જાયા છે. બૉલિવુડમાં પણ તેમને અનેક વખત અસહકારનો સામનો કરવો પડ્યો છે.

આ વિવાદો વચ્ચે ગુજરાતનો તાજેતરનો જ એક વિવાદ જોડાયેલો છે.

ગત વર્ષે નવરાત્રી પહેલાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સન્ની લિયોનીના ફોટો સાથેના જાહેરાતના હૉર્ડિંગ્સ વિવાદનું કારણ બન્યા હતા.

'એક કૉન્ડોમ કંપનીની જાહેરાતના પોસ્ટર્સ દ્વારા ગુજરાતની સંસ્કૃતિને બદનામ કરવામાં આવી છે' એવા આરોપ સાથે રાજ્યમાં કોન્ફેડરૅશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે ફરિયાદ દાખલ કરતાં આ હૉર્ડિંગ્સ ઉતારી લેવાની ફરજ પડી હતી.

ત્રણ સંતાનોનાં માતા સન્ની

ઇમેજ સ્રોત, facebook/Sunny Leone

સન્ની લિયોની અને તેમના પતિ ડેનિયલે નિશા નામની એક પુત્રીને દત્તક લીધી હતી.

આ વર્ષે માર્ચ મહિનામાં ડેનિયલે જાહેરાત કરી કે સન્ની અને તેઓ સરોગસીની મદદથી આશેર નામના પુત્ર અને નોહ નામની પુત્રીનાં માતાપિતા બન્યાં છે.

જેની જાહેરાત તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો