એ વ્યક્તિને જેણે હિમા દાસને બનાવી દેશની 'ઊડતી પરી'

હિમા દાસ Image copyright Getty Images
ફોટો લાઈન અંડર-20 વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 400 દોડમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનારાં હિમા દાસ

"શરૂઆતમાં તે થોડી પાછળ હતી, પરંતુ મને ખાતરી હતી કે તે આજે ગોલ્ડ મેડલ જીતશેજ." ગર્વ, ખુશી તથા એથી પણ વધુ વિજયના વિશ્વાસથી ભરેલા આ શબ્દ છે હિમા દાસના કોચ નિપુણ દાસના, જેઓ હીમાથી હજારો માઈલ દૂર ગૌહાટીમાં વિજયનો જશ્ન ઊજવી રહ્યા હતા.

હિમાએ ફિનલૅન્ડના ટૅમ્પેયર શહેરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સ ફેડરેશન્સની (IAAF) વર્લ્ડ અંડર-20 ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની 400 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

શુક્રવારે ભારતની ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડની ટીમની તેમના ઘરના મેદાન પર ધોલાઈ કરી રહી હતી, ત્યારે ટ્વિટર પર એ મેચમાં છ વિકેટ લઈને મેન ઑફ ધ મેચ બનનારા કુલદીપ યાદવ કે 137 રનની જોરદાર ઇનિંગ રમનારા રોહિત શર્માના પહેલા ક્રમે ટ્રેન્ડ નહોતા થઈ રહ્યા.

એ સમયે ટ્વિટર પર સૌથી ઉપર ટ્રેન્ડ થઈ રહ્યું હતું ભારતની 18 વર્ષની ઍથ્લીટ હિમા દાસનું નામ. એની પાછળનું કારણ એમણે ભારત માટે રચેલો ઇતિહાસ હતો.

Image copyright Getty Images

આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે, ભારતને ઇતિહાસમાં પહેલી વખત IAAFની ટ્રેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો છે.

આ પહેલાં ભારતની કોઈ મહિલા ખેલાડી જુનિયર અથવા સિનિયર કોઈ પણ સ્તર પર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ નહોતી જીતી શકી.

શું તમે આ વાંચ્યું?

હિમાએ આ દોડ 51.46 સેકન્ડમાં પૂરી કરી. આ સ્પર્ધામાં રોમાનિયાની એંડ્રિયા મિકલોસને સિલ્વર અને અમેરિકાની ટેલ મૅન્સનને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.

દોડની 35મી સેકન્ડ સુધી હિમા સૌથી આગળ દોડી રહેલાં ત્રણ ખેલાડીઓમાં પણ નહોતાં, પરંતુ ત્યારબાદ તેમણે પોતાની ઝડપ વધારી અને ઇતિહાસ રચ્યો.

'એ હિમાની સ્ટાઇલ'

હિમાના પર્ફૉર્મન્સ અંગે નિપુણ દાસ કહે છે મને વિશ્વાસ હતો કે તે ફિનલેન્ડમાં મોટી સિદ્ધિ હાંસલ કરશે, પરંતુ તે રેસ જીતશે તેનો અંદાજ સ્પર્ધા શરૂ થઈ, ત્યાર સુધી ન હતો.

નિપુણ દાસ કહે છે, "રેસમાં અંતિમ 100 મીટરના અંતિમ ચરણ સુધી હિમા ચોથા ક્રમે હતી.

એટલે મને ખાતરી થઈ ગઈ હતી કે તે ગોલ્ડ મેડલ જીતશે. આ તેની સ્ટાઇલ છે. તે થોડી ધીમી શરૂઆત કરે છે અને પોતાની ઊર્જા બચાવીને રાખે છે. પોતાની બધીય ઊર્જા અંતિમ રાઉન્ડમાં ખર્ચે છે. "

નિપુણ ઉમેરે છે, "હિમાને કર્વ (વળાંક) પર સમસ્યા થાય છે, પરંતુ તે બહુ સામાન્ય સમસ્યા છે.

"શરૂઆતમાં તે હંમેશા પાછળ રહે છે, પરંતુ એક વખત ટ્રેક સીધો થઈ જાય એટલે તે ઝડપભેર રિકવર કરી લે છે અને બધાયથી આગળ નીકળી જાય છે."

Image copyright Getty Images

સ્પર્ધા બાદ જ્યારે હિનાએ ગોલ્ડ મેડલ લીધા બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે તેમની આંખોથી આંસુ છલકી પડ્યાં.


સતત જોરદાર પ્રદર્શન

Image copyright IAAF/Twitter

બુધવારે યોજાયેલી સેમિફાઇનલમાં પણ છટાદાર પ્રદર્શન કરીને તે 52.10 સેકન્ડનો સમય કાઢીને તે પ્રથમ સ્થાને રહ્યાં હતાં.

પહેલા તબક્કાની હિટમાં પણ 52.25 સેકન્ડના સમય સાથે એ પ્રથમ રહ્યાં હતાં.

કોમનવેલ્થમાં છઠ્ઠાં સ્થાને હતાં હિમા

ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પણ હિમા દાસને એમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.

એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ રમતોમાં 400 મીટરની દોડમાં હિમા દાસ છઠ્ઠાં સ્થાને રહ્યાં હતાં. એ ટુર્નામેન્ટમાં હિમાએ તેમની દોડ 51.32 સેકન્ડ્સમાં પૂરી કરી હતી.

Image copyright Getty Images

એ જ કોમનવેલ્થ રમતોમાં હિમાએ 4X400 મીટર સ્પર્ધામાં સાતમુ સ્થાન મેળવ્યું હતું.

આ ઉપરાંત તાજેતરમાં ગુવાહાટીમાં યોજાયેલી આંતરરાજ્યીય ચૅમ્પિયનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ