કેરળ : શું ડાબેરીઓ 'સૉફ્ટ હિંદુત્વ'નો આશરો લઈ રહ્યા છે?

પ્રતીકાત્મક તસવીર
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)એ કેરળમાં 17 જુલાઈએ 'રામાયણ માસ'નું આયોજન કરવા અંગેના સમાચારોનું અધિકૃત રીતે ખંડન કર્યું છે.

કેરળ દેશનું એક માત્ર રાજ્ય છે કે જ્યાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષની સરકાર છે.

જો કે, જાણકારોના કહેવા પ્રમાણે, સીપીએમ એ જ રીતે 'સૉફ્ટ હિંદુત્વ' તરફ આગળ વધી રહી છે, જે રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ પોતાની સરકાર દરમિયાન લઘુમતી સમુદાયને ખુશ કર્યા બાદ હિંદુ સમાજને રીઝવવા પ્રયાસ કર્યો હતો.

મંગળવારથી શરૂ થઈ રહેલા પવિત્ર માસ કર્રકાદાકમ દરમિયાન સીપીએમ દ્વારા રામાયણ સંબંધિત કાર્યક્રમો યોજવાના સમાચાર વહેતા થયા હતા.

જેને કેરળના પ્રદેશ સચિવ કોડેયિરી બાલકૃષ્ણાએ 'સાવ પાયાવિહોણાં' ગણાવ્યા છે.


અફવા માત્ર

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપ અધ્યક્ષ અમિત શાહ

કેરળ પ્રદેશ સીપીએમ દ્વારા આ મામલે ટ્વીટ કરાયું, ''સીપીએમના પ્રદેશ સચિવ કોડિયેરી બાલાકૃષ્ણન જણાવી ચૂક્યા છે કે સીપીએમ તરફથી કર્રકાદાકમ મહિના દરમિયાન 'રામાયણ ઑબ્ઝર્વન્સ' નામના કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેળા સમાચારો અફવા માત્ર છે.

"છતાં મીડિયાનો એક ભાગ સીપીએમ વિરુદ્ધ દુષ્પ્રચારમાં સામેલ છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

કેરળ પ્રદેશ પક્ષે અન્ય એક ટ્વીટમાં લખ્યું, ''રામાયણ સંબંધીત આયોજનો કરીની રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પોતાનો સાંપ્રદાયિક ઍજન્ડા આગળ વધવામાં કરે છે.

"સંસ્કૃતના વિદ્વાનો અને શિક્ષકોની સંસ્થા 'સંસ્કૃત સંઘમ' કેટલાક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.

"જેમાં સાંપ્રદાયિક ઉદ્દેશોની પૂર્તિ માટે કરવા પુરાણોનું ખોટું અર્થઘટન કરવામાં આવશે.''


સીપીએમના સાંસદ શું કહે છે?

સીપીએમ સાંસદ એમ.બી. રાજેશે બીબીસીને જણાવ્યું, ''સંસ્કૃત સંઘમ એ વિદ્વાનોનીએ એક પ્રગતિશીલ સંસ્થા છે. જે આરએસએસના દુષ્પ્રચાર અને સાંપ્રદાયિક્તાનો સામનો કરવાના પ્રયાસ કરે છે.

"આ કંઈ પહેલી વખત એવું નથી કે જ્યારે આવું બધું થઈ રહ્યું હોય. ગત વર્ષે મારી જ લોકસભાની બેઠક પાલક્કડમાં આવા જ 25 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.'

"આ કાર્યક્રમને આયોજીત કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે આ ગ્રંથોના બહુમતીવાદને ચાલુ રાખી શકાય. આરએસએસ આ પવિત્ર મહિનામાં આ મહાન ગ્રંથોને આગળ ધરી પોતાના રાજકીય ઉદ્દેશોને પૂર્તિ કરે છે.

"કેરળમાં આ પ્રકારના હસ્તક્ષેપ થતાં રહ્યા છે અને તેમા કંઈ નવું નથી. આવા પ્રયાસો સાથે સીપીઆઈનું કંઈ લેવાદેવાનું નથી. જો કે, અમે તમામ પ્રકારની બૌદ્ધિક દખલગીરીનું સમર્થન કરીએ છીએ છે.''

Image copyright SREEKESH R/BBC

સંસ્કૃત સંઘમ સાથે જોડાયેલા ટી. થિલારાજે બીબીસીને આ મામલે કહ્યું, ''રામાયણ કોઈ ધાર્મિક પુસ્તક નથી. આ પુસ્તકમાં ધર્મનિરપેક્ષતાનું તત્ત્વ પણ છે."

બીજી બાજુ, કોંગ્રેસના વિચાર વિભાગે પણ રામાયણના આયોજનનું નિર્ણય કર્યો હતો. જોકે, કેરળના વરિષ્ઠ નેતાઓના દબાણના કારણે ટાળી દીધું હતું.

કોંગ્રેસના નેતા રમેશ ચન્નિતાલાએ કહ્યું, "અમારો રાજકીય પક્ષ છે અને અમને ધાર્મિક આયોજન કરવાની કોઈ જ જરૂર નથી.''

બીજી બાજુ, સીપીએમ અને કોંગ્રેસના ઘોર વિરોધી ભાજપ આ સમગ્ર ઘટનાક્રમથી ખુશ નજરે પડે છે.


ભાજપની ખુશીનું કારણ

ભાજપના સાંસદ વી. મુરલીધરનું કહેવું છે, ''ભાજપ અને આરએસએસની રાષ્ટ્રવાદી નીતિઓને સીપીએમે સ્વીકારી લીધી છે. અસલી સમસ્યા એ છે કે કેરળના હિંદુ સમાજમાં ભાજપ અને આરએસએસનો પ્રભાવ વધી રહ્યો છે.

"સીપીએમ પોતાના મતદારોને સાથે રાખવા માગે છે. એટલે જ હિંદુ સમાજ કે જેમા ઓબીસી અને દલિત પણ સામેલ છે, એ ભાજપ તરફ આકર્ષાઈ રહ્યો છે અને એ વાતને ધ્યાનમાં રાખીને જ એ લોકો રામાયણ મહિનાનું આયોજન કરી રહ્યા છીએ.''

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક બી. આર. પી. ભાસ્કર મુરલીધર આ મામલે સહમત છે.

લગભગ બે મહિના પહેલા આરએસએસ અને ભાજપ કૃષ્ણ જંયતિ દરમિયાન નાનાનાના બાળકોને કૃષ્ણ અને ગોપી બનાવીને લાવ્યા હતા. એ બાદના કેટલાંક વર્ષોમાં કૃષ્ણ જયંતિ સીપીએમ અને ભાજપ વચ્ચે સ્પર્ધાનો મુદ્દો બની ગઈ છે.

હવે આ જ ધ્યાન ભગવાન રામના ચેલાઓ તરફ ચાલી ગયું છે.


મતદારોને રિઝવવાનો પ્રયાસ

Image copyright Getty Images

ભાસ્કરના મતે સીપીએમના સભ્યોની યાદીઓને જોતા જણાશે કે તેમાથી 80 ટકા જેટલા લોકો હિંદુ સમાજમાંથી આવે છે.

જ્યારે લઘુમતી મોટાભાગે સામ્યવાદીઓ નથી. કેરળની 46 ટકા વસ્તી ખ્રિસ્તી અને મુસલમાન છે.

ભાસ્કર જણાવે છે, ''સીપીએમ સામે આ જ ગૂંચવાડો છે અને જ ઉકેલ મેળવવાના આ પ્રયાસો છે. કોંગ્રેસ પહેલાં જ આવા પ્રયાસો કરી ચૂકી છે. આ નીતિ સૉફ્ટ હિંદુત્વ તરફ આગળ વધવાની છે અને તે હિંદુત્વ તરફ સંપૂર્ણ રીતે હાર લઈને જ આવે છે.

"કારણ કે લોકો નરમ હિંદુત્વને શા માટે અપનાવે જ્યારે કટ્ટર હિંદુત્વ ઉપલબ્ધ હોય?''

ભાસ્કર રાજીવ ગાંધીનું ઉદાહરણ આપે છે કે જ્યારે તેમણે શાહબાનો મામલે મુસ્લિમ સમાજને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. એ બાદ તેમણે હિંદુ સમાજને રિઝવવા અયોધ્યા મંદિરના તાળા ખોલી નાખ્યા હતા. જે બાદ તેમના હાથમાંથી રાજકીય જમીન સરકી ગઈ હતી.

તેઓ જણાવે છે, ''કેરળમાં આ જ થઈ રહ્યું છે. ટૅક્નિકલ લાઇન પર ચાલવાના નામે સીપીએમે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયમાંથી કેટલાક લોકોને પસંદ કર્યા કે જેઓ અપેક્ષિત નહોતા."

"આ એક તરફે બેવડું નુકસાન હતું. આને પહોંચી વળવા સીપીએમને એ તમામ વસ્તુઓ કરવી પડે છે કે જે કોંગ્રેસ પક્ષે કરી હતી.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ