'ઇન આંખો કી મસ્તી કે....', : 'પ્રિયા વૉરિયરને રાહુલ ગાંધી તરફથી ભારે ટક્કર'

રાહુલ ગાંધી અને પ્રિયા વૉરિયર Image copyright TV GRAB

સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌને ચોંકાવી દીધા.

ભાજપ પર આકરા પ્રહાર કર્યા બાદ રાહુલે ભાષણ પૂરું કર્યું અને પછી સામે ચાલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા.

એ વખતે નરેન્દ્ર મોદી પણ ચોંકી ગયા. જોકે, બન્નેએ કંઈક વાત કરી અને રાહુલ મોદીને ભેટી પડ્યા.

એ બાદ પોતાની જગ્યાએ બેસીને રાહુલે આંખ મિચકારી એ વીડિયો પણ સામે આવ્યો.

આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયાને માથે લઈ લીધું.

હાલમાં ટ્વિટર પર #NoConfidenceMotion અને રાહુલ ગાંધી ટ્રૅન્ડ કરી રહ્યા છે.


અશોક ગારેકર નામના એક યૂઝરે લખ્યું, ''પ્રિયા પ્રકાશ વૉરિયરે પોતાના નવા ગીતમાં રાહુલ ગાંધીની માફક પહેલા ભેટવું જોઈએ અને બાદમાં આંખ મારવી જોઈએ.''

અન્ય એક યૂઝર ધ આર્સૅનલ ફૅને લખ્યું, ''હું રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનું સમર્થન નથી કરતો. જોકે, વધી રહેલા ટ્રૉલ્સ અને ફેલાઈ રહેલી નફરત વચ્ચે આ એકદમ સાચો જવાબ છે.''


યાવર હયાત નામના યૂઝરે લખ્યું, ''રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને તેમના હગનો સ્વાદ ચખાડ્યો.''

યૂઝર અથર ખાને ટ્વીટ કર્યું, ''તમે હંમેશાં ગળે મળો છો. આ વખતે મારો વારો છે.''


કેટલાક લોકોએ રાહુલ ગાંધીની આ ચેષ્ટાને લાલકૃષ્ણ અડવાણી અને કલમ 377 સાથે પણ જોડી.

માનવીર નામના યૂઝરે અડવાણીની તસવીર પોસ્ટ કર કરતા લખ્યું, ''કોઈ મને પણ ગળે લગાડી લો.''


અમિત કુમાર બાધેલ નામના યૂઝરે ટ્વીટ કર્યું, ''સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાએ કલમ 377 નાબૂદ કરી નાખવી જોઈએ.''

વેંકેટ સૂર્યપ્રકાશે ટ્વીટ કર્યું, ''પ્રિયા વૉરિયરને રાહુલ ગાંધીથી આકરી સ્પર્ધા. તેમણે આંખ માર્યા બાદ ગળે લગાવ્યા. આ શબ્દો અને કાર્યોનું ખોખલાપણું દર્શાવે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો