'વેબ સીરિઝ પર પણ સેન્સરશિપ હોવી જોઈએ'

પીયૂષ Image copyright RAINDROP MEDIA

અભિનેતા, લેખક, ગીતકાર અને ગાયક પીયૂષ મિશ્રાનું કહેવું છે કે તેઓ ફિલ્મોમાં મુખ્ય પાત્રના પિતા કે મિત્રની ભૂમિકામાં કામ નહીં કરે. તેઓ હવે મુખ્ય પાત્ર તરીકે અભિનય કરવા માંગે છે.

આગામી ફિલ્મ 'હૅપી ફિર સે ભાગ જાયેગી'માં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહેલા પીયૂષ મિશ્રાએ ફિલ્મોમાં ઓછું કામ મળવા બાબતે જણાવ્યું, "મને ફિલ્મો માટે ઘણું કામ મળી રહ્યું છે. પણ હું તેનો ઇન્કાર કરી દઉં છું. કેમ કે તેમાં મને હવે રસ નથી."

"મારું માનવું છે કે ઓછાં નાણાં કમાવા પણ દર્શકોની આંખોમાં સ્ટાર બનીને રહેવું છે."

બોલીવૂડ મોટાભાગના કલાકારો ધર્મા પ્રોડક્શનમાં કામ કરવાની ઇચ્છા રાખતા હોય છે એવું માનવામાં આવે છે. પરંતુ પીયૂષ મિશ્રાએ ધર્મા પ્રોડક્શનની એક ઓફર ફગાવી દીધી.

તેમણે કહ્યું, "આલિયા ભટ્ટના પિતાની ભૂમિકા કરવાથી શું ફાયદો થશે? ફિલ્મોમાં આલિયાના પિતા બનવાનો કે કોઈ સ્ટારના પિતા બનવાનો કોઈ અર્થ નથી."

તેમને ફિલ્મોમાં નાના રોલ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ તે એવું કોઈ કામ કરવા નથી માંગતા જેનાથી તેમને પસ્તાવો થાય.

તમે આ વાંચ્યું કે નહીં?

પોતાના પ્રારંભિક દિવસોમાં પીયૂષ મિશ્રને મુશ્કેલીઓ સહન કરવી પડી.

એ સમયે તેમણે એક તેલુગુ અને તમિલ ફિલ્મ પણ કરી હતી. તેઓ આજે પણ આ નિર્ણય પર પસ્તાવો કરે છે.


શરૂઆતમાં કરેલી ભૂલો

Image copyright RAINDROP MEDIA

તેઓ વધુમાં કહે છે,"હું દિલ્હીથી થિયેટર કરવા માટે આવ્યો હતો અને મારી પાસે પૈસા પણ નહોતા. જ્યારે બોલીવૂડમાં કામ મળ્યું, તો ઘણા પૈસા મળ્યા. આથી હું પૈસા માટે કામ કરતો જ ગયો."

"પરંતુ એક વર્ષમાં જ લાગવા લાગ્યું કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. લાગ્યું કે આ કામ વિશે મારા બાળકો અને પત્ની શું કહેશે? પછી નક્કી કર્યું કે હું આવું કામ નહીં કરું. આથી મેં કોઈ પણ પાત્રનું પુનરાવર્તન નથી કર્યું."

તેમનું કહેવું છે કે બોલીવૂડમાં છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે. આનો શ્રેય તેઓ અનુરાગ કશ્યપને આપે છે.

તેઓ કહે છે કે, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અભિનેતા સ્ટાર છે અને મારા જેવા લોકોને પણ સારા રોલ મળી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં આ સૌથી સારો બદલાવ છે.


ડિજિટલ પ્લૅટફૉર્મમાં સેન્સરશિપની જરૂર

Image copyright SACRED GAMES @FB

અનુરાગ કશ્યપ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીયૂષ મિશ્રાએ 'સેક્રેડ ગેમ્સ'ની વેબ સીરિઝની ઘણી પ્રશંસા કરી.

પરંતુ તેમનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર સેન્સરશિપ હોવી જોઈએ નહીં તો જંગલરાજ થઈ જશે.

તેઓ ડિજિટલ પ્લૅટફૉર્મમાં સેન્સરશિપનું સમર્થન કરે છે. તેમની આગામી ફિલ્મ 'હેપ્પી ફિર સે ભાગ જાયેગી'માં પીયૂષ મિશ્રા મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા, જિમી શેરગીલ અને જસ્સી ગિલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પ્રથમ ભાગની મુખ્ય અભિનેત્રી ડાયના પેન્ટી પણ જોવા મળશે.

મુદ્દસિર અઝીઝના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 24 ઑગસ્ટે રિલીઝ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ