ખોવાયેલા હિંદુ-મુસલમાનોનો અડ્ડો બનતો આ 'મુલ્ક' કોનો

મુલ્ક Image copyright Video grab mulk trailer

'મુલ્ક' એક ફિલ્મ તરીકેની કસોટીમાં કેવું પ્રદર્શન કરી શકી છે એ અન્ય ચર્ચા છે. વિષયવસ્તુમાં તાર્કિકતા, ઐતિહાસિક, તથ્યપરખ અને માનવીય પક્ષોની દૃષ્ટીએ આ એક જરૂરી ફિલ્મ છે.

દેશભક્તિ અને ધર્મની ઘાલમેલ પર આ ફિલ્મ સાર્થક ચર્ચા ઊભી કરે છે. જે વર્તમાન સમય માટે પ્રાસંગિક વિષય છે.

એક ઘરના આંગણામાં પરિવારના કેટલાક લોકો બેસીને સુખદુઃખની વાતો કરતા હતા.

ત્યારે જ બહારથી આંગણામાં પથ્થર વરસે છે અને 'ગદ્દાર...ગદ્દાર'નો અવાજ પણ આવે છે.

આ ઘર કયા ધર્મના લોકોનું છે? જવાબ આપવો મુશ્કેલ છે? એક હિન્ટ લો.

હિન્ટ એવી છે કે જ્યારે ઘરના લોકો બહાર નીકળ્યા ત્યારે દીવાલ પર લખ્યું હતું કે, ગો બૅક ટૂ પાકિસ્તાન.

તમે આ વાંચ્યું કે નહીં?

હવે તો જવાબ મળ્યો ને?

ફિલ્મ મુલ્ક આ પ્રશ્નનો જ જવાબ આપે છે અને આ જવાબ કોઈ એક ધર્મ માટે નથી.

આ જવાબ છે એ કરોડો હિંદુ, મુસલમાન નવયુવાનો માટે જેમની બાઇક પર છેલ્લાં થોડાં વર્ષોમાં 'પ્લેબૉય, ડૅડ્સ ગિફ્ટ, દિલ ચીરતા તીર, લવ કિલ્સ' જેવા સ્ટિકરોના બદલે કોઈ ચોક્કસ ધર્મના ખાસ રંગના ઝંડા લાગી ગયા છે, ભગવા કે લીલા રંગના ઝંડા.

બધા જ પોતાની ઓળખ બચાવી રાખવાની લડાઈમા લાગી ગયા છે.

કેસરી અને લીલા રંગ વચ્ચે જે ચક્ર હોય છે, માનો કે એ ચક્ર હવામાં ફરી રહ્યું છે.

ઘણી વખત આ ઓળખની લડાઈ એ તીક્ષ્ણ થઈ ગયેલા ચક્રથી પોતાની ગરદન બચાવવાની લડાઈ જેવી લાગે છે.

એક 'આતંકવાદી'નો નિર્દોષ પરિવાર કે જેની પાસે તેમની દેશભક્તીનો કોઈ પૂરાવો નથી.

હા તેમની સ્થિતિ એવું દર્શાવે છે કે તેઓ ગમે ત્યારે તૂટી શકે છે.

Image copyright VIDEO GRAB MULK TRAILER

આતંકવાદની પરિભાષા શું છે? મુલ્ક ફિલ્મમાં જે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે એ તો એ જ છે જે ગૂગલ પર સર્ચ કરવાથી મળતી પરિભાષા છે.

કદાચ એ પરિભાષા જેને જાણે-અજાણે ક્યારેક આપણે પણ સાચવી લીધી હતી.

દાઢી, સફેદ ટોપી, ઉપર ચઢાવેલો પાયજામો કે બુરખામાં જતી મહિલા.

પછી એ લોકો કોણ છે જે શહેરમાં ધોળે દહાડે એક રંગનો ખેસ પહેરીને બીજા રંગના પોશાક પર કુહાડી ચલાવે છે.

આપણા બધાની આતંકવાદની પરિભાષા ઝાંખી છે.

ફિલ્મમાં દાનિશ જાવેદ (રજત કપૂર) જેવો લોકો પણ સામેલ છે. જેઓ એક પ્રકારની મુગ્ધતામાં સરેલા જણાય છે.

આ મુગ્ધતાનું પહેલું પડ ઉખાડો એટલે ખબર પડે કે ચોતરફ 'અમે અને તેઓ'નો ભેદભાવ છે.

દાનિશ જાવેદ 'તેઓ' નહીં પણ અમે થવા માગે છે. કદાચ હવે તેને ખ્યાલ આવી ગયો છે કે 'તેઓ' થવામાં શું નુકસાન છે.

Image copyright AFP

દાનિશને હવે લાઉડસ્પીકરોમાંથી પાંચ વખત સંભળાતો એ અવાજ ભોંકાય છે.

એ જ અવાજ કે જે ઘંટના નાદના અવાજ સાથે અથડાય છે. કેટલાક અભિયાનોમાં સ્વચ્છ ભારત બનાવવાનો સારો પ્રયાસ થઈ રહ્યો છે.

એ જ વખતે ક્યાંક ચાલી રહેલા બીજા અભિયાનોમાં સ્વચ્છ થયેલા રસ્તાઓ પર કોઈ એક ધર્મનું લોહી પાડીને ઇજા પહોંચાડી છે.

અભિયાન જ અભિયાનોને કારપી રહ્યાં છે પણ આ અભિયાનો સાથે જોતરાયેલી ગરદનો કોની છે? તમારા અને મારા ઘરોની.

'શું હું આ પ્રશ્ન ઊભો કરી રહ્યો છું. ના આ સવાલ પોતાના જ પગ પર ઊભા છે.'

મુલ્ક ફિલ્મના કેટલાક સીન વ્હૉટ્સઍપ, ફેસબુક પર આવતા પ્રેરણાદાયક મેસેજ લાગે છે. જેને આપણે ડિજિટલ પ્લેટફૉર્મ પર તરત જ શેર કરીએ છીએ.

જેમકે, બુરખો પહેરેલી મહિલાનું ખોળામાં કાન્હાને લઈને જવું કે પછી કાવડિયાને સફેદ ટોપી વાળાનું પાણી પિવડાવવું. પણ આ બધું હવે સ્ક્રીન પર જ જોવાની આદત વધી ગઈ છે.

વાસ્તવિક જીવનમાં મુલ્કના અલગઅલગ ટુકડા પર અંકિત સક્સેના અને રકબર જેવા લોકોની લાશો ઉગી રહી છે.

એવામાં જ્યારે આરતી મોહમ્મદ મુરાદ અલીના માથા પર તિલગ લગાવે છે કે મુરાદ અલી મંદિર પાસે બેસીને ચા પીવે છે તો લાગે છે કે ફોન પર એક ઇન્સ્પાયરિંગ મેસેજ આવ્યો છે.

Image copyright VIDEO GRAB MULK TRAILER

"નાચવું ગાવું તો ઠીક છે પણ અમે તો આ લોકોનું ખાવાનું પણ ખાતા નથી." આ લોકો એટલે કે હિંદુ, મુસ્લિમ, શિયા, સુન્ની, બ્રાહ્મણ, દલિત, ઠાકોર.

કેટલાક અપવાદ છે, જેમકે કલામ, અબ્દુલ હામિદ. મુલ્ક ફિલ્મમાં જજ(કુમુદ મિશ્રા) કહે છે કે અપવાદ માત્ર આ જ નથી અન્ય પણ ઘણા છે.

તે અન્ય અપવાદો વિશે વાંચવાની નવરાશ ના તો સંતોષ આનંદ(આશુતોષ રાણા)ને છે, ના તો એ લાખો લોકોને જે જોતા વેત જ શેર કરવાના માહોલમાં મોટા થઈ રહ્યા છે.

એવું કહેવાય કે આપણે બધા 'સત્ય વધારે જરૂરી છે કે ન્યાય'ની લડાઈમાં ગૂંચવાયેલા લોકો છીએ.

સત્ય અને ન્યાયની પરિભાષાઓ પણ આપણે એવી જ ગૂંથી છે જેવી કેટલાક લોકોએ જેહાદની અને કેટલાકે અખંડ ભારતની પરિભાષા ગૂંથી છે.

ભારત, પાકિસ્તાન, અમેરિકા, સીરિયા અને મ્યાનમાર જેવા દેશોમાં આવી જ ધાર્મિક પરિભાષાના શિકાર કેટલાય બિલાલ(મનોજ પાહ્વા) જેવા થઈ રહ્યા છે.

ભૂલ એટલી જ કે તેઓ એક આતંકવાદીના પિતા હતા. તપાસ પણ જરૂરી, દોષીઓને સજા પણ અને નિર્દોષોનું છૂટી જવું પણ.

જે જરૂરી નથી એ છે એ ટોપીને જોવી જે બિલાલના માથા પર હતી.

એક વખત વિચારજો, દુનિયા સાફ જોવા માટે આપણે આપણા ચશ્મા સાફ કરવાની જરૂર નથી?

ડિલાઇટ સિનેમામાંથી ફિલ્મ જોઈને બહાર આવેલા સુધીર કુમાર આર્યા મુલ્ક જોઈને ભાવુક થઈ ગયા હતા.

કહેવા લાગ્યા, "મારું હૃદય ભરાઈ ગયું છે. કેટલાક નેતાઓ આપણને લડાવી રહ્યા છે."

"મારા કેટલાક મિત્રો મુસલમાન છે, તેઓ મારા કરતાં પણ સારા છે. બધાએ જોવું જોઈએ કે કોઈ મુસલમાન નથી અને કોઈ હિંદુ નથી. આપણે બધા પહેલાં એક છીએ."

Image copyright VIDEO GRAB MULK TRAILER

'અમે તેઓને પોતાના કેવી રીતે બનાવીએ

તેઓ અમને પોતાના માનતા જ નથી.'

અમે અને તેઓ.

મુલ્કમાં બે પ્રકારના જજ છે. એક મુલ્ક ફિલ્મના જજ કે જેઓ કહે છે, 'બંધારણના પહેલાં પાનાની કૉપીની પ્રિન્ટ કાઢીને રાખો.'

કોઈ અમે અને તેઓની વાત કરે તો એવા લોકોના મોઢાં પર બંધારણનું પહેલું પાનું મારી દો.

અથવા તો આવું થાય ત્યારે કૅલેન્ડર જુઓ અને તપાસ કરો કે ચૂંટણીમાં કેટલી વાર છે.

એક પડદાથી બહાર વાળા જજ, જેમાંથી કેટલાકની પરિભાષાઓ ધર્મ થઈને પસાર થાય છે.

મુલ્ક ફિલ્મ વાળા જજની વાત ન માનવા પર તમે અને હું ધાર્મિક રાજનીતિનો શિકાર બન્યા જ કરીશું કે જે કપોળકલ્પિત છે.

કપોળકલ્પનાઓ ધીમે-ધીમે મને અને તમને ભયભીત કરતી રહેશે અને આપણે તેનાથી બચવા માટે પોતપોતાના ઘરોની છત પર લાગેલાં સ્પીકરોથી અરબી-હિંદીમાં કહેતા રહીશું કે ધર્મનો જય થાય...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ