અનુચ્છેદ 35-Aનું સમાપ્ત થવું ભારતમાંથી જમ્મુ-કાશ્મીર માટે તલાક છે?

પરિવારની જુની તસવીર Image copyright GETTY IMAGES
ફોટો લાઈન પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે શેખ અબ્દુલ્લા

સુપ્રીમ કોર્ટમાં જેના પર આજે સુનાવણી થઈ અને હવે ફરીથી જાન્યુઆરીમાં જેના પર સુનાવણી થવાની છે એ આર્ટિકલ 35-A આખરે શું છે?

શું ખરેખર આર્ટિકલ સમાપ્ત થતાં જમ્મુ-કાશ્મીરનો ભારત સાથે સંબંધ સમાપ્ત થઈ જશે?

2010ના આઈએએસ ટોપર શાહ ફૈસલે ભારતીય બંધારણમાં કાશ્મીર અંગે કરાયેલી આર્ટિકલ 35-Aની જોગવાઈ વિશે કહ્યું છે કે જો તેને નાબૂદ કરવામાં આવશે તો જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના સંબંધોનો અંત આવશે.

શાહ ફૈસલે કહ્યું છે કે આર્ટિકલ 35-Aની સરખામણી નિકાહનામા સાથે કરી શકાય છે.

શાહનું કહેવું છે કે જો કોઈ નિકાહનામાને તોડે તો તે લગ્ન તૂટવા બરાબર છે ત્યારબાદ સમાધાનની કોઈ આશા રહેતી નથી.

તેમણે લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરનો ભારતમાં વિલય સગાઈ કર્યા બરાબર હતો.

ફૈસલએ પૂછ્યું છે કે શું લગ્નના દસ્તાવેજો નષ્ટ કરીને ફક્ત સગાઈના આધારે ફક્ત બે વ્યક્તિને સાથે રાખી શકાય?

જોકે, ફૈસલએ એવું પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર માટે વિશેષ બંધારણીય જોગવાઈ દેશની સંપ્રભુતા અને એકતા માટે જોખમી નથી.


Image copyright Getty Images

સમાચાર એજન્સી પીટીઆઇ સાથેની વાતચીતમાં ફૈસલ એ કહ્યું હતું, "ભારતનું સાર્વભૌમત્વ અને એકતાને પડકારી શકાય નહીં.''

''બંધારણમાં જમ્મુ-કાશ્મીર માટે વિશેષ જોગવાઈ કરાઈ છે. આ પ્રદેશ માટેની વિશેષ વ્યવસ્થા છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

સુપ્રીમ કોર્ટમાં 35-A અંગે ચાલી રહેલી સુનાવણીને લઈને કાશ્મીર ઘાટીમાં તણાવ છે.

પ્રદેશની તમામ રાજનૈતિક પાર્ટીઓ આ સુનાવણીનો વિરોધ કરી રહી છે.

સુપ્રીમ કૉર્ટમાં દિલ્લીના એનજીઓ 'વી સિટીઝન' આ અર્ટિકલની વિરુદ્ધ અપીલ કરી છે.

આ એનજીઓનો તર્ક છે કે જમ્મુ-કાશ્મીરને સ્વાયતતાનો દરજ્જો આર્ટિકલ 35-A અને આર્ટિકલ 370 અંતર્ગત મળ્યો છે અને આ દેશના અન્ય નાગરીકો સાથે ભેદભાવ છે.


આર્ટિકલ 35-A શું છે?

Image copyright Getty Images

સંવિધાનના આ આર્ટિકલ દ્વારા જમ્મુ-કાશ્મીરના મૂળ નિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરની બહારના લોકો અહીંયા સંપત્તિ ખરીદી શકતા નથી અને તેમને રાજ્યની કોઈ પણ યોજનાનો ફાયદો મળી શકે નહીં.

એના સાથે પ્રદેશમાં બહારના લોકોને સરકારી નોકરી પણ મળી શકતી નથી.

1954માં ભારતના રાષ્ટ્રપતિના આદેશ પર આર્ટિકલ 370 સાથે 35-A જોડવામાં આવ્યું હતું.

આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે.

જ્યારે આર્ટિકલ 35-A રાજ્ય સરકારને એ નક્કી કરવાની શક્તિ આપે છે કે અહીંયાના મૂળ અને સ્થાયી નાગરીકો કોણ છે અને તેમને ક્યા અધિકારો પ્રાપ્ત થયા છે.

આ આર્ટિકલ રાજ્ય વિષયક સૂચીના એ કાયદાઓને સંરક્ષિત કરે છે જેની વ્યાખ્યા મહારાજાના 1937 અને 1932માં બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશોમાં પહેલાથી જ કરાઈ હતી.

રાજ્ય વિષયક કાયદો પ્રત્યેક કાશ્મીરી પર લાગુ થાય છે પછી તે દેશમાં ગમે ત્યા રહેતા હોય.


Image copyright Getty Images

આ કાયદો સંઘર્ષ વિરામ બાદ નક્કી કરાયેલી સીમાની બન્ને તરફ પણ લાગુ પડે છે.

એવું કહેવાય છે કે કાશ્મીરમાં એવી સામાન્ય ભાવના છે કે મોદી સરકારના ઇશારે જ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા સંવિધાનના આર્ટિકલ 370ને સમાપ્ત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

1954માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને જમ્મુ-કાશ્મીરના વડા પ્રધાન શેખ અબ્દુલાની વાતચીત બાદ આર્ટિકલ 370 અને 35-Aનો સંવિધાનમાં સમાવેશ કરાયો હતો.

સંવિધાનના આ બન્ને આર્ટિકલ અંગે સત્તાધારી ભાજપ વિરોધમાં રહ્યો છે.

આ મામલો 64 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ