વાજપેયી : જેમણે પોતાની કવિતાઓ દ્વારા જીવનનો સાર સમજાવ્યો

સોનિયા ગાંધી સાથે વાજપેયી Image copyright Getty Images
ફોટો લાઈન સોનિયા ગાંધી સાથે વાજપેયી

મૌત કી ઉમ્ર ક્યા હૈ? દો પલ ભી નહીં,

જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.

મેં જી ભર જીયા, મેં મન સે મરું,

લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?

અટલ બિહારી વાજપેયી... એક કવિ, એક પત્રકાર, સમાજસેવક અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન.

અટલ બિહારી વાજપેયી મૂળ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. રાજકારણ માટે જ સંઘે તેમને જનસંઘમાં મોકલ્યા હતા.

વાજપેયી જનસંઘના વરિષ્ઠ નેતા અને ભાજપના ઇષ્ટ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંગત સહયોગી રહ્યા હતા.

ઉપાધ્યાય એ વાજપેયીથી ઉંમરમાં આઠ વર્ષ નાના હતા અને બન્ને વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ હતો.

દીનદયાળ ઉપાધ્યાય વાજપેયીને પોતાના નાના ભાઈ ગણતા હતા.


Image copyright Getty Images

વાજપેયીની કાર્યશૈલી એટલી તો નિર્વિવાદ હતી કે તેમના વખાણ તેમના પક્ષના નેતા, વિપક્ષના સભ્યો અને ખુદ જવાહરલાલ નહેરુ પણ કરતા હતા.

વાજપેયી તમામ પક્ષો સાથે હળીમળીને રહેવામાં માનતા હતા.

કેટલાક લોકોના મતે, વાજપેયી 1971ની લડાઈ બાદ ઇંદિરા ગાંધીને 'દુર્ગા' કહ્યા હતા.

જોકે, વાજપેયીએ એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન આ વાત નકારી હતી.

વાજપેયી મોરારજી દેસાઈની કૅબિનેટમાં વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા. એ વખતે તેમની કૂટનીતિના ભારે વખાણ થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

જનસંઘના નેતા તરીકે વાજપેયીએ જ મોરારજી દેસાઈના વડા પ્રધાન બનવાનો રસ્તો સ્પષ્ટ કર્યો હતો. રસપ્રદ વાત એ હતી કે બન્ને બિન-કોંગ્રેસી રાજકારણના અગ્રણી નેતા હતા.

16 મે 1996ના રોજ વાજપેયી પ્રથમ વખત ભારતના વડા પ્રધાન બન્યા હતા.

વાજપેયી એ 13 દિવસ બાદ વડા પ્રધાનપદ છોડી દેવું પડ્યું હતું.

વાજપેયીની સરકારના સમયમાં ટેલિકૉમ ક્ષેત્રે ખાનગીકરણ કરાયું હતું તો સાથે જ દેશમાં રસ્તાઓની જાળ પણ બીછાવી દેવાઈ હતી.


Image copyright Getty Images

પોતાના કાર્યકાળ દરમિયાન વાજપેયીએ પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.

જેના ભાગરૂપે 1999માં દિલ્હી અને લાહોર વચ્ચે બસ સેવા શરૂ થઈ હતી.

એ વાજપેયી જ હતા કે જેઓ દોસ્તીનો સંદેશ લઈને લાહોર સુધી ગયા હતા અને પાકિસ્તાનમાં નવાઝ શરીફને ઉમળકાભેર મળ્યા હતા.

ઇંદિરા ગાંધી બાદ તેઓ બીજા વડા પ્રધાન હતા કે જેમણે અણુ પરીક્ષણ કરાવ્યું હતું.

24 વર્ષ બાદ વાજપેયીના કાર્યકાળમાં જ દેશે 1998માં પોખરણ-2 નામે અણુ ધડાકો કર્યો હતો.

કારગીલના યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયને વડા પ્રધાન વાજયેપીની સિદ્ધિ ગણવામાં આવે છે.

એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ કથળી ગયા હતા.

જોકે, વર્ષ 2001માં આગ્રા ખાતે પાકિસ્તાનના એ વખતના રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફને આમંત્રણ આપ્યું હતું અને બન્ને દેશો વચ્ચે સંબંધ સુધારવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.

પરમાણુ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધા હતા.

એ વખતે વાજપેયી જ હતા કે જેમણે આંતરારાષ્ટ્રીય મંચ પર ભારતને મજબૂત બનાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ