વાજપેયી અને અડવાણી વચ્ચે દોસ્તી કેટલી ગાઢ હતી?

  • કિંગશુક નાગ
  • બીબીસી ગુજરાતી માટે
અટલ અડવાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અટલ બિહારી વાજપેયીના અવસાન સાથે ભારતીય રાજનીતિની નંબર 1 જોડી તૂટી ગઈ છે.

જોકે, અટલ રિટાયર્ડ થયા ત્યાર બાદ વર્ષ 2009થી અલઝાઇમરનો ભોગ બન્યા હતા ત્યારથી જ આ જોડી અસંગત થઈ ગઈ હતી.

તેમ છતાં અડવાણીએ સાંસદ તરીકે કાર્યરત હતા પરંતુ તેઓ પણ અસંગત જ રહ્યા.

આ જોડીના આનંદદાયક દિવસોમાં તેઓ ખૂબ જ બળવાન હતા, જેનો ભારતીય રાજનીતિમાં ઊંડો પ્રભાવ પડ્યો હતો. જોકે, તેમાં સિનિયર પાર્ટનર અટલ જ હતા.

આ બન્નેની પહેલી મુલાકાત 1950ના દાયકાની શરૂઆતમાં રાજસ્થાનમાં થઈ હતી.

વાજપેયી જનસંઘના પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જીના સાથીદાર હતા.

અડવાણી એ વખતે રાજસ્થાનમાં હતા. તેમના મતે એ સમયે વાજપેયી અડગ ઈરાદા ધરવતા એક યુવાન હતા.

1950ના દાયકાના અંતમાં બન્નેનો નાતો ત્યારે મજબૂત થયો જ્યારે વાજપેયી પહેલી વાર સાંસદ બન્યા અને જનસંઘ દ્વારા અડવાણીને સાંસદોના કામમાં મદદ કરવા માટે દિલ્હી ખસેડવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, Getty Images

એ વખતે બન્ને અવિવાહિત હતા અને પક્ષના અન્ય કાર્યકર્તાઓની સાથે જ રહેતા હતા. બન્ને સાથે કામ કરતા અને મજા પણ માણતા હતા.

આરામની પળોમાં સાથે હિંદી ફિલ્મ જોતા કે પછી કનૉટ પ્લેસમાં સાથે નાસ્તો કરવાની મજા પણ માણતા હતા.

દિન દયાળ ઉપાધ્યાયના આગ્રહથી 1957માં વાજપેયી લોકસભામાં ગયા. જનસંઘનું સુકાન ત્યારે દિન દયાળ ઉપાધ્યાયના હાથમાં હતું.

વકૃત્વ કળા અને ભાષણોના કારણે વાજપેયી સંસદના વિરોધ પક્ષનો મુખ્ય અવાજ બની ગયા હતા. જેમને રાજકીય કામમાં અડવાણીની મદદ મળતી હતી.

અડવાણી વાજપેયીના સહભાગી બની ગયા હતા અને અટલને પણ સહભાગીની ખાસ જરૂરીયાત હતી કારણ કે અટલ જનસંઘના મહત્ત્વના સદસ્ય બલરાજ મધોકની કારણ વગરની હેરાનગતીનો ભોગ બની રહ્યા હતા.

મૂળ જમ્મુના રહેવાસી મધોકનો મત ખૂબ જ કટ્ટર હતો. તેમને શંકા હતી કે અટલ બિહારી વાજપેયી કોંગ્રેસના જાસૂસ છે.

મૂળ ગ્વાલિયરના વાજપેયી દિલ્હીમાં આવીને રાજકારણ શીખ્યા હતા. અને સાંસદ બન્યા બાદ દિલ્હીમાં જ રહેવા લાગ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

વાજપેયીનો એવો મત હતો કે ભારત જેવા દેશમાં સંતુલિત,મુક્ત વિચારોની રાજનીતિ જ કરવી જોઈએ અને કોઈ પણ કટ્ટર વિચારધારાને ટેકો આપવો જોઈએ નહીં.

મધોકને આ વાત જ ખટકતી હતી. તેમણે સંઘના સરસંઘચાલક ગોળવલકરને વાજપેયીના રાજનીતિક વિચારોજ નહીં પરંતુ તેમની જીવનશૈલી અંગે પણ ફરિયાદ કરી હતી.

વાજપેયી ગ્વાલિયરના પોતાના સહઅધ્યાયી રાજકુમારી કૌલના ખૂબ જ નજીક હતા.

તેઓ કૌલ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ વિવાદાસ્પદ સમય અને કેટલીક રૂઢીઓના કારણે કરી શક્યા નહતા.

મધોકએ વાજપેયીના આ સંબંધો અંગે ફરિયાદ કરી હતી. પરંતુ સરસંઘચાલક ચતુર હતા તેમણે આ ફરિયાદોને ધ્યાને લીધી નહીં.

મધોકની ફરિયાદના પગલે વાજપેયી સાવચેત થઈ ગયા હતા. તેમને એ સમયમા અડવાણીની ખૂબ જ મદદ મળી હતી.

વર્ષ 1968માં દિન દયાળ ઉપાધ્યાયના અકાળે અવસાન બાદ અટલ જનસંઘના પ્રમુખ બન્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ પાંચ વર્ષ સુધી પ્રમુખ પદે રહ્યા અને બાદમાં તેમણે આ પદ અડવાણીને સોંપ્યુ હતું.

અડવાણીના પ્રમુખ પદ દરમિયાન બલરાજને જનસંઘમાંથી હાંકી કઢાયા હતા. જેનાથી વાજપેયીને રાહત મળી હતી.

વર્ષ 1975માં જ્યારે દેશમાં ઇમર્જન્સી ઘોષિત થઈ તે વખતે અટલ અને અડવાણી બેંગલુરુમાં મિટિંગ માટે ગયા હતા.

બન્ને જ્યારે સવારનો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને જેલમાં નાખી દેવાયા હતા.

જેલમાં કેટલોક સમય સાથે વિતાવ્યા બાદ કમરના દુખાવાના કારણે વાજપેયીને ન્યૂ દિલ્હી એઇમ્સમાં ભરતી કરાયા હતા.

મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારમાં અટલ-અડવાણી બન્ને મંત્રી બન્યા હતા. અટલ વિદેશ મંત્રી હતા જ્યારે અડવાણી સૂચના અને પ્રસારણ મંત્રી હતા.

જનસંઘના શરૂઆતના સમયના સાસંદ હોવાના કારણે બન્ને એક બીજાની ખૂબ જ નજીક હતા.

જ્યારે સંઘના કારણે જનતા પાર્ટીની સરકાર બરખાસ્ત થઈ ત્યારે વર્ષ 1980માં વાજપેયીએ ભારતીય જનતા પાર્ટીની રચના કરી હતી.

આ પાર્ટીમાં બીજું મહત્ત્વનું સ્થાન અડવાણીનું હતું.

વાજપેયીએ આ પાર્ટીની નીતિઓ ગાંધીજીના સામાજીક સિદ્ધાંતોને અનુરૂપ ઘડી હતી.

જોકે, રાજનીતિના બદલાતા પ્રવાહોના કારણે વર્ષ 1984ની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી માત્ર 2 બેઠકો જ જીતી શકી હતી.

આરએસસના ચીફ બાળાસાહેબ દેઓરાએ એ વખતે અડવાણીને પાર્ટીના પ્રમુખ બનાવ્યા હતા.

વર્ષ 1992માં બાબરી મસ્જીદ વિધ્વંસ થઈ ત્યાં સુધી અડવાણી સતત પાર્ટીના પ્રમુખ રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપનો એ અડવાણીકાળ હતો જેમાં વાજપેયીને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.

એવું પણ કહેવાય છે એ સમયે અટલ બિહારી વાજપેયીએ પક્ષ છોડી દેવાનો વિચાર પણ કરેલો પરંતુ બાદમાં એવું કર્યુ નહોતું.

બાબરી વિધ્વંસ બાદ થયેલી યૂપીની ચૂંટણીમાં અનુમાનની વિરુદ્ધ ભાજપની બેઠકોમાં ઘટાડો આવ્યો હતો.

જેના લીધે અડવાણીના નેતૃત્વ પર સવાલ ઊભા થયા હતા. થોડા સમય બાદ તેમનું નામ હવાલા કૌભાંડમાં આવ્યું અને સંઘે નેતૃત્વ પરિવર્તનનો વિચાર કરવો પડ્યો હતો.

જેથી તત્કાલીન સરસંઘચાલક રાજેન્દ્ર સિંઘના કહેવાથી અડવાણીએ જ જાહેર કર્યુ હતું કે આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અટલ બનશે.

આવી રીતે વર્ષ 1996, 1998 અને 1999માં અટલ સત્તા પર આવ્યા અને એનડીએની સરકારનું નેતૃત્વ કર્યુ.

અડવાણી હોમ મિનિસ્ટર હતા પરંતુ અટલ હંમેશાં જ્યોર્જ ફર્નાન્ડીઝ, જસવંત સિંઘ, બ્રિજેશ મિશ્રા સાથે જોવા મળતા.

આવી રીતે અડવાણી અને વાજપેયીની વચ્ચે અંતર જળવાયું હતું.

બન્ને વચ્ચેનો મતભેદ વર્ષ 2002ના ગુજરાત રમખાણો વખતે જોવા મળ્યો હતો.

જ્યારે વાજપેયી મોદીને મુખ્ય મંત્રી તરીકે હટાવવા માંગતા હતા પરંતુ અડવાણીએ તેમને આવું કરતા અટકાવ્યા હતા.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન,

ગાંધીનગરમાં ભઆજપની કારોબારી મિટિંગમાં અટલ અડવાણી

ત્યારબાદ અડવાણી નાયબ વડા પ્રધાન બન્યા અને વાજપેયીની સ્થિતિ નબળી પડતી ગઈ હતી.

જ્યારે વાજપેયીની ઢાંકણી બદલવાનું ઓપરેશન થવાનુ હતું ત્યારે વાજપેયી પર રાજીનામું આપીને અડવાણીને વડા પ્રધાન બનાવવાનું દબાણ પણ થયું હતું.

જોકે, અડવાણીને એવું સમજાઈ ગયુ હતુ કે તે વાજપેયીનું સ્થાન લઈ શકે તેમ નથી માટે જ્યારે વાજપેયી રાજનીતિમાંથી નિવૃતી લેશે ત્યારે જ તેમને આ સ્થાન મળી શકશે.

પરંતુ અટલની નિવૃતી બાદની અડવાણીને બદલે આ જગ્યા મોદીએ મેળવી લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો