BBC TOP NEWS: ગુજરાતમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા

ગોધરા

ઇમેજ સ્રોત, daxesh shah

ઇમેજ કૅપ્શન,

ગોધરામાં નદી વચ્ચે ફસાયેલી ટ્રક

ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

ગુજરાતના પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો.

શુક્રવારની સવારથી શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહારને પણ અસર પહોંચાડી હતી.

ગોધરાના અનેક નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં તથા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં.

હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેરળમાં 100 વર્ષનું સૌથી ભયાનક પૂર : 324નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, AFP

કેરળમાં છેલ્લાં ઘણાં દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

આ પૂરમાં 324 લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ છે આશરે બે લાખથી લોકો બેઘર થયા છે.

કેરળમાં પૂરની ભયાનક પરિસ્થિતિને લઈને એનડીઆરએફ સહિત ભારતીય સેના દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

કેરળ સરકારના કહેવા પ્રમાણે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મોટાભાગના લોકો દબાઈને મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ આવી પહોંચ્યા છે.

આઝાદી બાદ સૌથી વધુ આર્થિક વૃદ્ધિ દર મનમોહન સરકારમાં

ઇમેજ સ્રોત, SEAN GALLUP/GETTY IMAGES

'ઝી ન્યૂઝ'ના અહેવાલ મુજબ આઝાદી બાદ ભારતનો સૌથી વધુ આર્થિક વૃદ્ધિ દર વર્ષ 10.08 ટકા સાથે મનમોહન સિંહ સરકારમાં નોંધાયો હતો.

આઝાદી બાદ જોવામાં આવે તો સૌથી વધુ આર્થિક વૃદ્ધિ દર 10.02 ટકા સાથે રાજીવ ગાંધીની સરકારમાં નોંધાયો હતો.

મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટીક એન્ડ પ્રોગામ ઇમ્લિમેન્ટેશન(એમઓએસપીઆઈ)ના આંકડા મુજબ 1991માં થયેલા ઉદારીકરણ બાદ વર્ષ 2006-07માં જ્યારે મનમોહનસિંઘ ભારતના વડા પ્રધાન હતા ત્યારે અર્થવ્યવસ્થામાં 10.08 ટકાનો આર્થિક વૃદ્ધિ દર નોંધાયો હતો.

એમઓએસપીઆઈ દ્વારા 2004-05ના આંકડા અને 2011-12ના વર્ષના આંકડા વચ્ચે તુલના કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ઇમરાન પાક.ના વડા પ્રધાન તરીકે શપથ લેશે

ઇમેજ સ્રોત, AFP

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન પાકિસ્તાનના 22મા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફને સૌથી વધુ બેઠકો જીતી હતી.

શુક્રવારના રોજ નેશનલ એસેમ્બલીમાં યોજાયેલી ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટીને કુલ 176 બેઠકો જીતી બહુમતી મેળવી લીધી છે.

ઇમરાન ખાનની શપથ વિધિમાં ભારતીય પૂર્વ ક્રિકેટ ખેલાડી નવજોતસિંહ સિધુ પણ હાજરી આપશે.

વર્ષ 1952માં જન્મેલા ઇમરાન ખાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે.

ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ 1962માં તેમણે પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીની રચના કરી હતી.

18મી એશિયન ગેમ્સનો ઇન્ડોનેશિયા ખાતે પ્રારંભ

ઇમેજ સ્રોત, Getty Images

આજથી ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે 18મી એશિયન ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ગેમમાં એશિયાના 45 દેશોના 10 હજારથી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે.

આ સ્પર્ધામાં જુદીજુદી રમતોનો સમાવેશ થાય છે. આ ગેમમાં ભાગ લેવા માટે ભારતના કુલ 572 ખેલાડીઓએ ઉમેદવારી નોંધાવી છે જુદીજુદી 36 રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવશે.

ભારતના પી.વી. સિંધુ, સાયના નેહવાલ, સુશીલ કુમાર, દીપા કરમાકર, નીરજ ચોપરા સહિતના યુવા ખેલાડી દેશને ગોલ્ડ મેડલ અપાવવા માટે મેદાનમાં ઊતરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો