રોહતક : વાછરડાંનો મૃતદેહ મળી આવતા મુસ્લિમો સાથે મારપીટ, તણાવ

ટિટૌલીના ગામલોકો Image copyright SAT SINGH/BBC

હરિયાણાના રોહતક જિલ્લાના ટિટૌલી ગામમાં ગાયનું 18 મહિનાનું વાછરડું મૃત હાલતમાં મળી આવતા તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે.

બુધવારના રોજ એક ફોન આવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને મામલાની તપાસ હાથ ધરી હતી.

નાયબ પોલીસ અધિક્ષક નારાયણ ચંદ્રએ બીબીસીને જણાવ્યું કે, પોલીસ જ્યારે ટિટૌલી ગામે પહોંચી, ત્યારે ગામના અમુક ગામ બે મુસ્લિમ યુવકોને પીટી રહ્યા હતા.

ગામલોકોનો આરોપ હતો કે વાછરડાંની હત્યામાં આ બન્ને યુવકોનો હાથ છે.

ઉલ્લેખનીય છે કે ટિટૌલી ગામમાં જાટ સમુદાય બહુમતીમાં છે, પરંતુ દાયકાઓથી અહીં 150 મુસલમાન પરિવારો પણ નિવાસ કરે છે.


આરોપી યુવકોની ધરપકડ

Image copyright SAT SINGH/BBC

પોલીસના કહેવા મુજબ, બન્ને આરોપી યુવક યામીન અને શૌકીનની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ 'હરિયાણા ગૌવંશ સંરક્ષણ અને ગૌસંવર્ધન' કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને પૂછપરછ થઈ રહી છે.

પોલીસ અધિકારી ચંદ્રનું કહેવું છે, "અમુક જાટ યુવકોએ યામીના ઘરે જઈને તોડફોડ કરી હતી, પરંતુ યામીનના પરિવારજનોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં."

તેઓ ઉમેરે છે કે ગુસ્સે થયેલાં ટોળાએ મુસ્લિમ સમુદાયની એક ઇમારતની દિવાલને તોડી પાડી છે.

તમે આ વાંચ્યું કે નહીં?


મસ્જિદની સુરક્ષા વધારાઈ

Image copyright SAT SINGH/BBC

પોલીસના કહેવા અનુસાર, તણાવની સ્થિતિને જોઈને ગામમા પોલીસની ત્રણ ટુકડીઓને મૂકવામાં આવી છે. શાંતિ અને સુરક્ષાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લામાં મસ્જિદોની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે.

પોલીસનો દાવો છે કે હાલમાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

યામીન અને શૌકીન સાથે મારપીટ કરનાર જાટ યુવકો વિરુદ્ધ પોલીસે શું પગલાં ભર્યા તે અંગે સવાલ કરતા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ અંગે કોઈ ફરિયાદ મળી નથી.


'ગામ ખાલી કરવા માટે દબાણ'

Image copyright SAT SINGH/BBC

ટિટૌલી ગામના જાટ સમુદાયના લોકોએ ગામમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકોને ગામ છોડી દેવા ધમકી આપી છે.

ગામનાં સરપંચ પ્રમિલાના દિયર સુરેશ કુંડુએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરેશ કુંડુ ગામના સરપરંચનો કાર્યભાર સંભાળે છે.

કુંડુએ બીબીસીને જણાવ્યું, "ગાયને મારવાની ઘટનાથી ગામલોકોની લાગણી દુભાઈ છે, જો તેઓ અમારી સાથે ગામમાં રહેવા માગતા હોય, તો હિન્દુ માન્યતાઓનું સન્માન કરે અથવા તો ગામ છોડી દે."

સુરેશ કુંડને પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે ઈદના પર્વ પર વાછરડાને મારવામાં આવ્યું છે. આ અંગે ચર્ચા માટે મામલો પંચાયતમાં જશે.

તેમણે વધુ ઉમેરતા કહ્યું, "અમે આ બાબતને સહન કરવાના નથી. અમે ગુરુવારના રોજ આ મુદ્દે પંચાયતમાં ચર્ચા કરીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા