2જી ઑક્ટોબરે નિવૃત થનાર CJI દીપક મિશ્રા સામે છે આ મહત્ત્વપૂર્ણ કેસ
- ટીમ બીબીસી
- દિલ્હી

ઇમેજ સ્રોત, NALSA.GOV.IN
જસ્ટિસ દીપક મિશ્રા
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા બીજી ઑક્ટોબરે નિવૃત થશે. તેમના કાર્યકાળમાં લગભગ 20 દિવસ બાકી છે અને તેમના સામે દેશની દશા અને દિશા બદલવાની ક્ષમતા ધરાવતા કેસ છે.
ઓછામાં ઓછા દસ કેસ એવા છે જેના પર સુપ્રીમ કોર્ટ તરફથી નિર્દેશ અથવા તો ચુકાદો આવનાર છે.
જેમાં રાજકીય રીતે સંવેદનશીલ મનાતા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી બૅંચ સામે આધાર કાર્ડનું ભવિષ્ય પણ નક્કી થશે
બીજી ઑક્ટોબરે નિવૃત્ત થનારા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાની ખંડપીઠે કેટલાક મહત્ત્વના કેસમાં ચુકાદાઓ સુરક્ષિત રાખ્યાં છે.
એવું અનુમાન છે કે તેમાથી કેટલાક કેસના ચુકાદા આવી શકે છે.

પ્રમુખ કેસ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રતીકાત્મક તસવીર
આધાર: અનેક અરજીઓમાં 2016 આધાર ઍક્ટની કાયદેસરતાને પડકારવામાં આવી છે.
આ ઉપરાંત સરકાર દ્વારા નૉટિફિકેશનને પણ પડકારવામાં આવ્યા છે.
ઍડલ્ટરી: કેટલાક લોકો એવું ઇચ્છા છે કે આઇપીસીના સૅક્શન 497માં બદલાવ કરવામાં આવે.
જેના મુજબ ઍડલ્ટરી (વ્યભિચાર)ના ગુનાની સજા ફક્ત પુરુષોને આપવામાં આવે છે, પરંતુ અરજદારો એવું ઇચ્છે છે કે જેન્ડર ન્યુટ્રલ કાયદો ઘડવામાં આવે.
રાજકારણનું ગુનાખોરીકરણ: જે નેતાઓ વિરુદ્ધ ગુનાહિત પ્રવૃતિના કેસ ચાલુ છે તેમને ચૂંટણી લડવાની પરવાનગી આપવી કે નહીં તેના વિશે પણ સુપ્રીમ કોર્ટ નિર્ણય કરવાની છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સાંસદ અથવા વકીલ: વકીલાતનો અભ્યાસ કરેલા સાસંદો કેસ લડી શકે કે નહીં તેના વિશે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવનાર છે.
અયોધ્યા: ઇસ્માઇલ ફારુકી વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠના ચુકાદાને સુપ્રીમ કોર્ટ ફરીથી ચકાસશે કે નહીં તે અંગે ચુકાદો આવનાર છે.
સબરીમાલા: અરજદારોએ કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશ વિશે મૂકાયેલા ઉંમર સંબંધિત પ્રતિબંધો વિશે પણ સવાલ કર્યા છે.
પ્રમોશનમાં અનામત: સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે કે 12 વર્ષ જૂના મામલામાં બદલાવ જરૂરી છે કે નહીં?
વર્ષ 2006માં વડી અદાલતે જાહેર ક્ષેત્રોમાં એસસી/એસટી કર્મચારીઓના પ્રમોશનમાં અનામતના ફાયદા વિશે નિયમો ઘડ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો