કાશ્મીર : સાવકી મા પર નવ વર્ષની બાળકીનો ગૅંગરેપ કરાવવાનો આરોપ

કાશ્મીર Image copyright AFP

કાશ્મીરના બારામુલા જિલ્લામાં નવ વર્ષની બાળકી સાથે જબરજસ્તીનો અત્યંત ભયાવહ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસે બાળકીના અપહરણ, ગૅંગરેપ અને હત્યાના કેસમાં એક મહિલા સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

પીડિત બાળકી આરોપી મહિલાની સાવકી પુત્રી હતી. આરોપ છે કે મહિલાએ બદલો લેવા માટે પોતાના પુત્ર અને તેના મિત્રો દ્વારા બાળકીનો બળાત્કાર કરીને હત્યા કરાવી.

પોલીસ અનુસાર બાળકીની સાવકી માએ પોતાના ૧૪ વર્ષના પુત્ર અને અન્ય ત્રણ દ્વારા બાળકીનો રેપ કરાવ્યો. રેપના સમયે તે પોતે પણ ત્યાં જ મોજૂદ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

બાળકીનો મૃતદેહ રવિવારે જંગલમાં પડેલું મળ્યું હતું. બાળકીના શબ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેના ચહેરાને એસિડથી બાળી નાખવામાં આવ્યો હતો.

Image copyright Shoonya/BBC

પોલીસના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે, "ઘણા સંદિગ્ધોની પૂછપરછ બાદ અંતે મહિલા અને તેના પુત્રની ચાર સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી."

પોલીસ રિપોર્ટ મુજબ, બારામુલામાં ઉરીના નિવાસી રહેમત(નામ બદલ્યું છે) ૨૦૦૩માં, એક સ્થાનિક મહિલા રેહાના(નામ બદલ્યું છે) સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને ત્યાં એક પુત્ર જન્મ્યો.

પરંતુ 2008માં રહેમતે ઝારખંડની ખુશી(નામ બદલ્યું છે) સાથે લગ્ન કરી લીધાં. ખુશીએ એક દીકરીને જન્મ આપ્યો હતો.

રેહાનાએ પોલીસને જણાવ્યું કે રહેમત પોતાની બીજી પત્ની સાથે વધુ સમય વિતાવતા હતા અને ખુશીની પુત્રીને ખુબ લાડ કરતા હતા.

રેહાના આ વાતે નારાજ હતાં અને આ મુદ્દે ઘરમાં વારંવાર ઘર્ષણ થતું હતું.

Image copyright ANDRE VALENTE/BBC BRAZIL

આ વખતે ફેમીદાએ મુશ્તાક સાથે બદલો લેવા માટે કાવતરું ઘડ્યું.

પોલીસે જણાવ્યું, "જયારે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓએ બાળકી સાથે બળાત્કાર કર્યો એ સમયે મહિલા ઘટનાસ્થળે મોજૂદ હતી. બળાત્કારીઓમાં મહિલાનો પુત્ર પણ સામેલ છે.

બળાત્કાર બાદ બાળકીના ચહેરા ઉપર તેજાબ નાખીને તેને જંગલોમાં ફેંકી દેવામાં આવી હતી."

પોલીસે બીબીસીને જણાવ્યું કે બાળકી છેલ્લા 10 દિવસથી ગુમ હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારી ઇમ્તિયાઝ હુસૈને જણાવ્યું કે ગૅંગરેપ બાદ બાળકીને કુહાડીથી મારી નાખવામાં આવી હતી. 19 વર્ષના એક છોકરાએ એક "ધારદાર ચપ્પુથી તેની આંખો બહાર કાઢી નાંખીને તેના શરીર ઉપર તેજાબ નાખી દીધો હતો."

Image copyright Getty Images

વર્ષ 2012 દરમ્યાન દિલ્હીમાં થયેલા ગૅંગરેપ પછી યૌન હિંસાના કેસોનો ઝડપથી નિકાલ લાવવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં 23 વર્ષની એક યુવતી સાથે ચાલતી બસમાં બળાત્કારની ઘટના બની હતી.

એ ઘટના બાદ ઘણા દિવસો સુધી પ્રદર્શનો થતાં રહ્યાં, જેના દબાણને વશ થઈને બળાત્કારના કાયદાઓ કડક બનાવવામાં આવ્યા હતા.

કાયદામાં મોતની સજાની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી.

આ પગલાં લીધા છતાં દેશમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધના ઘણાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ