50 કરોડના લંચબૉક્સ અને ચાના પ્યાલાની ચોરી

લંચબોક્સ

હૈદરાબાદ પોલીસની પાસે એક અનોખો કેસ આવ્યો છે, જેને માટે તેમણે ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે.

કેસ છે સોનાના લંચબૉક્સની ચોરીનો, આ ડબ્બો ફક્ત સોનાથી જ નથી બનેલો, એમાં દુર્લભ હીરા-મોતી પણ જડાયેલાં છે!

આ લંચબૉક્સ સિવાય હૈદરાબાદના છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાનનો નીલમ-જડિત સોનાનો ચાનો એક પ્યાલો, રકાબી અને ચમચી પણ ચોરાયાં છે.

ચોરાઈ ગયેલા સામાનનું વજન ત્રણ કિલો છે અને એની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

પોલીસને ચોરીની ખબર સોમવારની સવારે મળી. શંકા છે કે ચોરી રવિવાર-સોમવારની મધ્યરાત્રીએ થઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ તમામ સામાન નિઝામ સંગ્રહાલયમાંથી ચોરાયો છે. આ જ સંગ્રહાલય અગાઉ નિઝામનો મહેલ હતો.

10 વર્ષ પહેલાં શાહી પરિવારની એક તલવાર પણ શહેરના એક અન્ય સંગ્રહાલયમાંથી ચોરાઈ ગઈ હતી.

Image copyright Getty Images
ફોટો લાઈન મીર ઉસ્માન અલી ખાન એક જમાનામાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા

પોલીસે બીબીસી તેલુગુ સેવાને જણાવ્યું કે તેમને આ ઘટનાને મુદ્દે બે વ્યક્તિઓ ઉપર શંકા છે.

સમાચારો મુજબ, પોલીસે સ્થાનિક પત્રકારોને જણાવ્યું છે કે ચોરોએ મ્યુઝિયમના સીસીટીવી કૅમેરા સાથે ચેડાં કર્યાં હતાં જેથી ચોરીનું રેકોર્ડીંગ ના થઈ શકે.

જે કાચના દરવાજાની બીજી તરફ આ સામાન હતો, એ દરવાજાને તોડવાને બદલે તેને ખૂબ તકેદારી સાથે ખોલવામાં આવ્યો હતો જેથી કાચ તૂટવાનો અવાજ ના આવે.

નિઝામ મ્યુઝિયમને વર્ષ 2000માં જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ મ્યુઝીયમમાં મીર ઉસ્માન અલી ખાનને મળેલી કેટલીક અત્યંત કિંમતી ભેટ-સોગાદો પણ મૂકવામાં આવી છે.

1967ની સાલમાં અંતિમ નિઝામનું અવસાન થઈ ગયું હતું.

નિઝામ પાસે ઘણાં બહુમુલ્ય હીરા-ઝવેરાત હતાં, જેમાં ઈંડાના કદનો જેકબ્સ હીરો પણ સામેલ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ