ધરપકડ થયેલી માને દીકરીએ લખ્યો પત્ર

નજરકેદમાં રહેલાં માતાને દીકરીનો પત્ર

માયશા
ઇમેજ કૅપ્શન,

માયશા સુધા ભારદ્વાજનાં દીકરી છે

ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર પોલીસે પાંચ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ પાંચેય કાર્યકર્તાઓને 12 સપ્ટેમ્બર સુધી પોત-પોતાના ઘરમાં નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે.

ધરપકડ કરવામાં આવેલા સામાજિક કાર્યકર્તાઓમાં ડાબેરી વિચારક અને કવિ વરવરા રાવ, વકીલ સુધા ભારદ્વાજ, માનવ અધિકાર કાર્યકર્તા અરુણ ફરેરા, ગૌતમ નવલખા અને વરનૉન ગોન્ઝાલ્વિસનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસે આ કાર્યકર્તાઓ પર આરોપ મૂક્યો છે કે તેમના સંબંધ માઓવાદીયોના પ્રતિબંધિત સંગઠનો સાથે હતા અને તે દેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યાં હતાં.

આ સામાજિક કાર્યકર્તાઓમાં સિનિયર વકીલ સુધા ભારદ્વાજ પણ સામેલ છે.

કેટલાક દિવસો પહેલાં સુધા ભારદ્વાજે એક જાહેર પત્ર લખીને પોલીસે મૂકેલા તમામ આરોપોને બેબુનિયાદ ગણાવ્યા હતા.

શું તમે આ વાંચ્યું?

હવે સુધા ભારદ્વાજનાં દીકરી માયશા નેહરાએ એક જાહેર પત્ર લખ્યો છે, આ પત્ર મારફતે માયશા પોતાના માતાને યાદ કરી રહ્યાં છે. અહીં વાંચ્યો, માયશાએ પોતાના માને લખેલો આ પત્ર...

સવારે સાત વાગ્યા હતા. મમ્માએ મને જગાડીને કહ્યું ઉઠી જા, ઘરને સર્ચ કરવા આવ્યા છે.

એ પછી જે થયું એની બધાને ખબર છે. બધા મમ્મા વિશે લખી રહ્યા છે.

મેં વિચાર્યું હું પણ લખી નાખું (હાહા)...

મારા અને મમ્માના વિચારોમાં પહેલેથી જ થોડો ફરક રહ્યો છે. મારી વિચારસરણી શાયદ મમ્માના વિચારો સાથે મૅચ નથી થતી.

આ બાબતે કદાચ અમારી વચ્ચે ચર્ચા પણ થઈ હશે.

માયશા

હું હંમેશાં મમ્માને કહેતી કે, "મમ્મા આપણે આટલી સાદી રીતે કેમ જીવન જીવીએ છીએ, આપણે સારી રીતે કેમ નથી રહેતાં."

મમ્મા કહેતી કે 'બેટા મને આમ ગરીબોની વચ્ચે રહીને કામ કરવું ગમે છે. બાકી, જ્યારે તું મોટી થઈ જાય, ત્યારે તું તને ફાવે તે રીતે રહેજે. '

છતાં મને ખરાબ લાગતું હતું. હું કહેતી કે તમે બધા લોકોને ઘણાં વર્ષો આપી દીધાં છે, હવે પોતાના માટે સમય કાઢો અને સારી રીતે રહો.

મારી નારાજગી એ પણ હતી કે મમ્માએ મને કામને કારણે સમય નથી આપ્યો. એમનો મોટાભાગનો સમય લોકો માટે હતો, મારા માટે નહીં.

બાળપણમાં યુનિયનના એક કાકાના પરિવાર સાથે રહેતી હતી. તેમના બાળકો હતાં, તે સાથે રહેતાં હતાં.

પણ મમ્માની યાદ આવતી હતી ત્યારે હું એમની સાડી પકડીને રોતી હતી. મને આજ પણ યાદ છે કે હું બીમાર હતી અને મારાં કાકીએ મારી પાસે આવીને મારા માથે હાથ ફેરવ્યો હતો.

મને લાગ્યું કે, મમ્મા હશે. અચાનક હું બોલી પડી, 'મા' પછી આંખો ખોલીને જોયું તો કાકી હતાં.

બાળપણનો ઓછો સમય મેં મમ્મા સાથે વિતાવ્યો હતો.

સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, Alok Putul/BBC

ઇમેજ કૅપ્શન,

વકીલ સુધા ભારદ્વાજ

જ્યારે હું છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે સરખી રીતે રહેવાનું શરૂ કર્યું, કદાચ એટલા માટે જ અમે એકબીજાને આજે પણ ઓછાં સમજી શકીએ છીએ.

મેં તેમને આખો દિવસ કામ કરતાં જોયાં છે. નાહ્યા વિના, પોતાનું ધ્યાન રાખ્યા વિના, જમ્યા વિના, ઊંઘ્યા વિના. અન્યો માટે લડતાં, અન્યો માટે કામ કરતાં.

મને ખરાબ લાગે છે જ્યારે મમ્મા પોતાનું ખ્યાલ નથી રાખતાં, તેમની પાસે જ્યારે કેસ આવતો હતો ત્યારે મમ્મા ઘણાં અપસેટ થઈ જતાં હતાં.

તેમના માટે હું વિચારતી હતી કે એ તેમનો વ્યવસાય છે, WHY SHE IS GETTING UPSET ABOUT IT. આવું મેં તેમને કહ્યું પણ હતું.

એ કહેતાં કે આપણે નહીં વિચારીએ તો કોણ વિચારશે.

માયશાએ પોતાના માતા સુધા ભારદ્વાજને લખેલા પત્રનો અંશ
ઇમેજ કૅપ્શન,

માયશાએ પોતાના માતા સુધા ભારદ્વાજને લખેલા પત્રનો અંશ

I HAVE HEARD ON NEWS THAT કોઈ કહી રહ્યું હતું કે આ એવા લોકો આદિવાસીઓ માટે કામ કરે છે. એ લોકો એવું કહે છે પણ એ દેખાડો કરે છે, એમના સંતાનો તો અમેરિકા જઈને ભણે છે.

કદાચ એમને મારા વિશે ખબર નથી કે હું એક ઝૂંપડપટ્ટીની સરકારી સ્કૂલમાં ભણી છું, હિંદી માધ્યમમાં.

અને હું હંમેશાં મમ્મા સાથે લડતી હતી કે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં અને મને હિંદી માધ્યમમાં ભણાવી. BUT એ અલગ છે કે અંગ્રેજી બોલવું અને વાંચવું મેં જાતે શીખ્યું કારણ કે મને તેમાં રસ હતો.

હા, 12મા ધોરણમાં આવીને મેં મમ્મા સાથે જીદ કરીને NIOS ના અંગ્રેજી માધ્યમમાંથી અભ્યાસ કર્યો, કારણ કે મારી ઇચ્છા હતી.

માયશા

મમ્મા માટે કહેવાઈ રહ્યું છે કે એ નક્સલી છે, મને ખરાબ નથી લાગતું બસ એજ વિચારું છું કે લોકો ગાંડા થઈ ગયા છે. કોઈની પણ અસલિયત જાણ્યા વિના તેમને કંઈ પણ કહેવાની આદત લોકોને પડી ગઈ છે.

મને એમની વાતોથી, પોલીસની વાતોથી ફરક નથી પડતો, કારણ કે મારા કરતાં વધુ સારી રીતે મારી માને કોણ જાણતું હશે.

જો આદિવાસીઓના હક માટે લડવું, મજૂર-ખેડૂતો માટે લડવું, દમન અને શોષણ વિરુદ્ધ લડવું અને પોતાનું સમગ્ર જીવન એમના માટે આપી દેવું, જો આવા લોકો નક્સલી હોય તો I GUESS નક્સલી ઘણા સારા છે.

કોઈ કંઈ પણ કહે I AM PROUD TO BE HER DAUGHTER.

મમ્મા મને હંમેશાં કહે છે, બેટા હું પૈસા નહીં લોકો કમાઈ છું AND YES SHE IS RIGHT, I CAN SEE THAT

LOVE YOU MOM

MAAYSHA

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો