રાષ્ટ્રીય કાર્યકારિણી દરમ્યાન વરુણ-શત્રુઘ્ને અસંતોષના અણસાર આપ્યા?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં થનારી ભારતીય જનતા પાર્ટીની અંતિમ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક તાજેતરમાં દિલ્હીમાં સંપન્ન થઈ.

હાલના અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી સુધી સેનાપતિ બની રહેવાની જવાબદારી મળી અને સમાપન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ "એક નવા ભારતનો સંકલ્પ લીધો."

આ મહત્ત્વની બેઠકમાં એવા કેટલાંક લોકો પણ પહોંચ્યા જે પાર્ટીમાં છેલ્લા ચાર વર્ષથી ઘણાં 'નિષ્ક્રિય' જણાયાં છે.

લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની છબી ૨૦૧૮ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક સાથે જ દેખાઈ.

2013માં પણજી, ગોવામાં થયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 'અસ્વસ્થ' હોવાને લીધે ગયા નહોતા.

તમે આ વાંચ્યું કે નહીં?

મુરલી મનોહર જોશી એ બેઠક માટે ગોવા ગયા હતા અને તેમણે ભાજપની લીડરશિપને બદલાતા જોઈ હતી.

આ એ જ બેઠક હતી કે જેમાં નરેન્દ્ર મોદીને 2014ની સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવાયા હતા.

એ પછી જે થયું એ બહુ જૂનો ઇતિહાસ નથી. નરેન્દ્ર મોદીએ જોરદાર રીતે ચૂંટણી જીતી અને વડા પ્રધાન બન્યા.


અંતર રાખતા નેતાઓ

Image copyright TWITTER/SHATRUGHAN SINHA

મોદીના જૂના અને 'વિશ્વાસપાત્ર' ગૃહ મંત્રી રહેલા અમિત શાહને ભાજપની કમાન સોંપાઈ અને બિહાર-દિલ્હી બાદ કરતા, ભાજપ દેશની તમામ વિધાનસભાની ચૂંટણીઓ જીત્યો.

પરંતુ આ પ્રક્રિયામાં ત્રણ વ્યક્તિ એવાં પણ હતાં જે પાર્ટીથી પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે દૂર જઈ રહ્યા હતા.

બિહારની પટણા સાહિબથી સાંસદ શત્રુઘ્ન સિંહા, ભૂતપૂર્વ નાણામંત્રી યશવંત સિંહા અને સુલતાનપુરનાં સાંસદ અને સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધી.

લાંબા સમય સુધી મોદી સરકારની નાણાકીય અને વિદેશ નીતિને ખોટી ઠેરવ્યા બાદ, હાલના કેન્દ્રીય રાજ્ય મંત્રી જયંત સિંહાના પિતા યશવંત સિંહાએ આ જ વર્ષે ભાજપને ત્યજી દીધો.

પણ બે એવા વ્યક્તિ છે જેમણે મુદ્દે ભારતીય જનતા પાર્ટી આજે પણ અસમંજસમાં છે.


વરુણ અને શત્રુઘ્ન કેમ નજરે ના પડ્યા?

Image copyright Getty Images

વરુણ ગાંધી અને શત્રુઘ્ન સિંહા આ એ બે સાંસદ છે, જેમનું પાર્ટીમાં ભવિષ્ય કોઈને ખબર નથી.

રાષ્ટ્રીય કાર્યકારિણી દરમ્યાન ભાજપના એક કેન્દ્રીય નેતાએ કહ્યું, "આજે ભાજપ જેટલી સફળ અને મોટા પાયે ફેલાઈ છે, એમાં વગર કારણે વિરોધ કરનારાઓ માટે જગ્યા ક્યાં છે?

પરંતુ જે સાંજે અમિત શાહ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં 'બૂથ જીતો, ચૂંટણી જીતો' વાળા મંત્રને દોહરાવી રહ્યા હતા, તે સમયે શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બાજુમાં બેસીને આમ આદમી પાર્ટી (આપ)ની એક રેલીમાં હાજરી આપી રહ્યા હતા.

આની આગલી સાંજે ભાજપ સરકારની કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનાં પુત્ર અને સાંસદ વરુણ ગાંધી અંબાલાની એક યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને યુવા શક્તિ ઉપર ભાષણ આપી રહ્યા હતા.

લાંબા સમયથી ભાજપ કવર કરી રહેલાં વરિષ્ઠ પત્રકાર શેખર ઐયરના મતે, "પાર્ટી તેમને હીરો બનાવવાનાં મૂડમાં બિલકુલ નથી."

તેમણે કહ્યું, "યશવંત સિંહા તો પોતે જ અલગ થઇ ગયાં. શત્રુઘ્ન સિંહા ક્યારેક આપ તો ક્યારેક આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) વગેરે સાથે દેખાય છે અને સરકાર વિરુદ્ધ કંઇક બોલી જાય છે.”

“વરુણ ખુલીને તો કંઈ નથી કહેતા, પરંતુ થોડા અલગ-થલગ જરૂર નજરે પડે છે.”

“હકીકત એ છે કે ભાજપ બેમાંથી કોઈની વિરુદ્ધ એક્શન લઈને તેમણે હીરો બનાવવા નથી માંગતો.”

શેખર ઐયરને લાગે છે કે પાર્ટીનું વલણ આવનારી સામાન્ય ચૂંટણીઓમાં 'ટિકિટ વહેંચણી વખતે સૌને ચોખ્ખે ચોખ્ખું દેખાઈ જશે.'


'ખામોશ' શત્રુઘ્ન સિંહાના શબ્દો

Image copyright Getty Images

શત્રુઘ્ન સિંહાની વાત કરીએ તો તે એક લાંબા સમયથી વડા પ્રધાન મોદી અને તેમની કૅબિનેટ વિરુદ્ધ મશ્કરીયુક્ત' પરંતુ ડંખે તેવાં ટ્વીટ કરતા રહ્યા છે.

ઉદાહરણ તરીકે, સંસદ સત્ર દરમ્યાન મોદીની વિદેશ યાત્રા ઉપર તેમણે ટ્વીટ કર્યું હતું, "પીએમ સંસદ સત્ર પૂરું થયા બાદ આફ્રિકા જાત તો આભ ફાટી ના પડત!"

કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમ્યાન તેમણે કહ્યું હતું કે, "વડા પ્રધાન બનવાથી કોઈ દેશનું સૌથી જ્ઞાની વ્યક્તિ નથી બની જતું."

આવાં ડઝનબંધ ઉદાહરણો મળી જશે જેનું તારણ એ જ નીકળે છે જે હાલનાં ભાજપમાં ના તો શત્રુઘ્ન સિંહા માટે કોઈ ખાસ જગ્યા છે ના તો શત્રુઘ્ન સિંહાના દિલમાં હાલનાં ભાજપ નેતૃત્વ માટે!

રવિવારે જ ભાજપના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનએ શત્રુઘ્નને 'સૌનો મંચ શેર કરવાવાળા' જણાવ્યા.

જો કે શત્રુઘ્ન સિંહાને મળતું આવતું એક ઉદાહરણ ભૂતપૂર્વ ભાજપ સાંસદ નવજોત સિંહ સિદ્ધુ પણ છે, પરંતુ તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે અને હાલ પંજાબ કૅબિનેટમાં મંત્રી છે.


'નાખુશ' વરુણ

Image copyright Getty Images

વરુણ ગાંધી તરફ પાછા ફરીએ જેમણે નરેન્દ્ર મોદી અથવા અમિત શાહની ક્યારેય ખુલીને ટીકા નથી કરી.

પરંતુ વરુણ ગાંધીનાં વલણથી હંમેશા એમ જ લાગ્યું છે કે તેઓ પોતાની પાર્ટીની સરકારથી નાખુશ છે.

વરિષ્ઠ પત્રકાર રાધિકા રામશેષનનાં અનુસાર, "ભાજપમાં વરુણની જગ્યા એ દિવસથી સંકોરાવાની શરૂ થઈ ગઈ હતી, જે દિવસે પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંપૂર્ણ પ્રભાવમાં આવી."

ઉત્તર પ્રદેશના એક વરિષ્ઠ ભાજપ નેતાએ હાલમાં જ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં લખનૌમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં વરુણે કોઈ શીર્ષ નેતાનું નામ લીધા વગર સરકારી નીતિઓનાં ધજાગરાં કર્યા હતા.

હકીકતમાં વરુણે પોતાના પરદાદા જવાહરલાલ નહેરૂનાં વખાણ કર્યા વગર દેશમાં ખેડૂતોની બદહાલી અને એક મોટા ઉદ્યોગપતિ બૅન્કનું કરજ ચૂકવ્યા વગર દેશમાંથી જતા રહ્યા એ ઘટનાક્રમની નિંદા કરી હતી.

જોકે, ભારતીય જનતા પાર્ટીએ આ વિષે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

આમ પણ 2017ની ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી અલાહાબાદમાં થઈ હતી અને પાર્ટીના કેટલાંક નેતાઓએ મતે 'વરુણના મુખ્ય મંત્રી પદની દોડમાં સામેલ' હોવાની વાત કહી હતી.

અલાહાબાદ વિમાન મથકથી માંડીને બેઠકના સ્થાન સુધી રાતોરાત વરુણ ગાંધીની મુખ્ય મંત્રીપદે દાવેદારીના પોસ્ટર પણ લાગેલાં જોવા મળ્યા હતા.

જ્યારે ચૂંટણી આવી ત્યારે વરુણને "પ્રચાર સુધ્ધાં માટે કહેવાયું નહીં"


Image copyright Getty Images

વરુણ ગાંધીએ કાર્યક્રમમાં હાજર ન રહેવા માટે 'વ્યસ્તતા' તથા 'નાદુરસ્ત તબિયત'નું કારણ આગળ કર્યું.

મોટો સવાલ એ છે કે આખરે વરુણ અને શત્રુઘ્ન ભાજપની આ અગત્યની બેઠકમાં કેમ ના ગયા!

શત્રુઘ્ન સિંહાએ તો અરવિંદ કેજરીવાલ સાથે મંચ ઉપર બેસીને પોતાનો જવાબ ફરીવાર આપવાની કોશિશ કરી છે.

વરુણ કદાચ આગામી સામાન્ય ચૂંટણી સુધી પોતાનાં પત્તાં નહી ખોલવાનું નક્કી કરીને બેઠાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ