ગ્રાઉન્ડ રિપોર્ટ: નને મૂકેલા રેપના આરોપોને બિશપે નકાર્યા

જલંધરની નન Image copyright AS SATHEESH/BBC

કેરળમાં છેલ્લા કેટલાંક દિવસથી એવું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જે સામાન્ય રીતે જોવા નથી મળતું. આ પ્રદર્શનમાં ઘણી નન (ખ્રિસ્તી સાધ્વીઓ) દર રોજ થોડાક કલાકો માટે પ્રદર્શન માટે એકઠી થઈ રહી છે.

આ નન્સ જલંધરના એ બિશપ(પાદરી) ફ્રૈંકો મુલક્કલની ધરપકડ થાય તેવી માગણી કરી રહી છે, જેમની ઉપર એક નન સાથે 6 મે, 2014થી 23 સપ્ટેમ્બર, 2016 દરમિયાન બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે.

જોકે, આ ક્રિશ્ચિયન મિશનરીએ કોચિનમાં પ્રદર્શન કરી રહેલાં નન્સ પ્રદર્શનમાં સામેલ ન થવાનો આદેશ આપ્યો છે.

કેરળ કેથોલિક ચર્ચ સુધારણા આંદોલનના જૉર્જ જોસેફે બીબીસીને જણાવ્યું, "મિશનરીઝની પાસે આવું કહેવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી, કેમકે આ જૂથ સીધી રીતે જલંધર બીશપના અધિકારક્ષેત્રમાં આવે છે જેના પ્રમુખ બિશપ મુલક્કલ પોતે જ છે."

બિશપ મુક્કલે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેમની સામેના તમામ આરોપો પાયાવિહોણાં છે.

જોસેફે આ અગાઉ કેરળ હાઈકોર્ટમાં નનની અરજી પણ દાખલ કરાવી હતી.

આ પહેલાં તે પોતાની ફરિયાદ લઈને પોલીસ પાસે ગયાં હતાં કેમકે ચર્ચના વ્યવસ્થાપકોએ તેમની ફરિયાદ ઉપર કથિત રીતે કોઈ કાર્યવાહી કરી નહોતી.

જ્યારે જોસેફની અરજી ઉપર કોર્ટમાં 10મી ઑગસ્ટે સુનાવણી થઈ ત્યારે પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમને નનના આક્ષેપોના પક્ષમાં થોડા પુરાવાઓ મળ્યાં છે, જે પછી કોર્ટે પોલીસને આ બાબતમાં સાવધાનીથી કામ કરવા કહ્યું હતું.

જોકે, ત્યારે પણ કોઈ કાર્યવાહી તો ના થઈ એટલે જોસેફે હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરી, જે ડિવિઝન બૅન્ચની સામે મૂકવામાં આવી હતી. કોર્ટે આ અરજી ઉપર સુનાવણી માટે 13મી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.


નન્સને મળી રહ્યું છે સમર્થન

Image copyright AS SATHEESH/BBC

જોસેફે અદાલતને ચાર અગત્યના મુદ્દા પર ધ્યાન આપવાનો અનુરોધ કર્યો છે.

જોસેફે કહ્યું, "બિશપની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે. તપાસનું નિરીક્ષણ હાઈકોર્ટને આધીન હોય. બિશપ મુલક્કલના વિદેશ જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવે અને જાતીય શોષણનો ભોગ બનેલી પીડિતાઓનાં સંરક્ષણ માટે પ્રોટોકોલ બનાવવામાં આવે."

આમ તો નન્સનાં પ્રદર્શનની ખાસ વાત એ છે કે તેમને સમાજનાં અન્ય સમૂહો તરફથી પણ સાથ મળી રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નન્સનાં સમર્થન પ્રદર્શનમાં સામેલ કેરળ હાઈકોર્ટના નિવૃત્ત જજ કમાલ પાશાએ બીબીસીને કહ્યું, "પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ કરી લેવી જોઈતી હતી. હાઈકોર્ટની સામે તપાસ અધિકારીએ જે એફિડેવિટ રજૂ કર્યું છે તે મુજબ બિશપની ધરપકડ કરવા માટે પર્યાપ્ત પુરાવા છે."

"મને લાગે છે કે આ બાબતમાં નનનો સાથ આપવો જોઈએ. તે લોકો આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."

Image copyright AS SATHEESH/BBC

આ પરિસ્થિતિમાં એક મોટો સવાલ એ છે કે ચર્ચ કોના પક્ષે છે?

સાયરો માલાબાર ચર્ચના ભૂતપૂર્વ પ્રવક્તા ફાદ પૉલ ઠેલાકાઠે કહ્યું છે, "શરમજનક મૌન છે, નનની ફરિયાદને ઘણાં મહિનાઓ વીતી ચૂક્યા છે. તેમણે પોલીસને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં."

ફાધર થેલાકાઠે જણાવ્યું, "કોઈ ચુકાદો નથી આપી રહ્યું કે કોણ સાચું છે અને કોણ ખોટું. પરંતુ મૌન દુ:ખદાયક છે."

વ્યવસાયે વકીલ અને ચર્ચ સુધારણા આંદોલનનાં સભ્ય ઇન્દુલેખા જોસેફ કહે છે, "સમસ્યા એ છે કે ના તો સરકાર અને વિપક્ષ, બેમાંથી કોઈ આ મુદ્દે બોલી નથી રહ્યાં. કેમ કે સૌને વોટ બૅંકની રાજનીતિ કરવી છે. લોકોને લાગે છે કે બિશપનો મતદાતાઓ ઉપર પ્રભાવ છે."


બિશપે આરોપો નકાર્યા

Image copyright Getty Images

બિશપ મુલક્કલે કહ્યું, "મારી સામે જે આરોપો છે, તે માત્ર જૂઠી કહાણી છે. તેમાં કોઈ તથ્ય નથી. ફરિયાદકર્તા મહિલા પુખ્ત છે. એક મહિલા સાથે કોઈ આટલી બધી વખત અને આટલા લાંબા સમય સુધઈ કઈ રીતે રેપ કરી શકે?"

જોકે, આ જ બાબતમાં રાષ્ટ્રીય મહિલા આયોગે સ્વતંત્ર ધારાસભ્ય પીસી જૉર્જને નોટીસ આપી છે જેમણે પીડિતા વિષે અપમાનજનક નિવેદન આપ્યું હતું.

જોર્જે નનને પ્રોસ્ટિટ્યૂટ સાથે સાંકળવા બદલ માફી માગી છે, પરંતુ વારંવારના જાતીય સંબંધો અંગે વધુ એક વખત સવાલ ઉઠાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો