વિસર્જન બાદ આ ગણપતિ હરે છે માછલીઓની ભૂખનું દુઃખ

વિસર્જન બાદ આ ગણપતિ હરે છે માછલીઓની ભૂખનું દુઃખ

મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

ત્યારે મુંબઈમાં એક સંસ્થા એવી ગણેશ મૂર્તિઓનો ઉપયોગ કરે છે, જે માત્ર ઇકોફ્રેન્ડલી જ નહીં....પરંતું માછલીઓની પણ દોસ્ત બની રહે છે.

મુંબઈની સ્પ્રાઉટ સંસ્થા છેલ્લા છ વર્ષોથી, ફિશ ફૂડ ગણેશજી બનાવવાનું શીખવે છે.

તેઓ પહેલા માટીમાંથી યોગ્ય આકારે ગણેશની મૂર્તિ તૈયાર કરે છે, ત્યાર બાદ તેની નીચેના ભાગમાંથી માટી કાઢી લેવામાં આવે છે.

અને તેને રંગકામ કરવામાં આવે છે. મૂર્તિ તૈયાર થયા બાદ તેઓ મૂર્તિના નીચેના ભાગેથી ફીશ ફૂડ અંદર ભરે છે અને બાદમાં તેને કાગળથી પૂરી દેવામાં આવે છે....અને આ રીતે તૈયાર થાય છે માછલીઓના ‘ભૂખહર્તા’ ગણપતિ.

જૂઓ આ વીડિયોમાં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો