18 દિવસથી ઉપવાસ બાદ હાર્દિક પટેલે પારણાં કર્યાં

હાર્દિક પટેલની તસવીર

પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાં માફીની માગણી સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે બુધવારે બપોરે પારણાં કરી લીધા.

હાર્દિકને ખોડલધામના નરેશ પટેલ, સી. કે. પટેલ અને ઉમાધામના પ્રહ્લાદ પટેલે પારણાં કરાવ્યા.

હાર્દિક પટેલે કહ્યું હતું કે તેઓ માત્ર 'પાટીદાર જ નહીં, ગરીબને પણ' અનામતની હિમાયત કરે છે.

પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કહેવા પ્રમાણે, હાર્દિક પટેલને સમાજના આગોવાનોએ પારણાં કરવા માટે 'વિનંતી અને આગ્રહ' કર્યો હતો.

આ બાદ હાર્દિકે રાજ્યભરમાં 'પાસ' અને રાજ્યના વિવિધ સમર્થકો-કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


પાટીદાર આગેવાનો પહોંચ્યા

ફોટો લાઈન વચ્ચે હાર્દિક પટેલ ડાબે સી. કે. પટેલ તથા જમણે નરેશ પટેલ

હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે પાટીદારની છ સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા.

હાર્દિકે કહ્યું હતું કે 'જીવીશું તો લડીશું અને લડીશું તો જીતીશું'ના વડીલોના આગ્ર બાદ તેમણે પારણાં કરવાનો નિર્ણય લીધો હતો.

હાર્દિકે ઉમેર્યું હતું કે 'અમારી માગો માટે વડીલો સરકાર સાથે ચર્ચા કરે અને તેમનાથી થાય તો સારું, અન્યથા ઘોડો છું, થાક્યો નથી.'

હાર્દિક પટેલે કહ્યું હતું કે ઉપવાસ ખોલવા બદલ તેમને નહીં, પણ રાજ્યની ભાજપ સરકારને આવવી જોઈએ, જેણે સાડા ચાર કરોડ ખેડૂતોની વાત માટે પણ 'સંવેદનશીલ' નથી.

હાર્દિક પટેલે દિલ્હીમાં ઉપવાસ કરવાની વાત પણ કહી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સમયે ભાજપના નેતા સી. કે. પટેલે કહ્યું હતું કે 'ગરીબની કોઈ જ્ઞાતિ નથી હોતી' અને 'સરકાર સુધી વાત પહોંચાડવા'ની વાત કહી હતી.

ખોડલધામના નરેશ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલ ફરીથી મેદાનમાં આવે' તથા 'અલ્પેશ કથીરિયાને મુક્ત કરાવવા પ્રાથમિક્તા છે અને સમગ્ર સમાજ મળીને પ્રયાસ કરશે'ની વાત કહી હતી.

પ્રહ્લાદ પટેલે કહ્યું હતું તમે 'બે ટુકડા આપશો' તો તેનાથી સંતોષ નહીં થાય.

હાર્દિક પટેલે ત્રણેય નેતાઓના હાથે પાણી, લિંબુ પાણી અને નાળિયેર પાણી પીને પારણાં કર્યા હતા.


આગામી કાર્યક્રમ

પનારાએ કહ્યું કે, હાર્દિક યુવા નેતા છે અને રાજ્યના ખેડૂતો તથા સમાજ માટે આગામી સમયમાં અવાજ ઉઠાવવા માટે તેની જરૂર પડશે. તેના સ્વાસ્થ્યને કોઈ ગંભીર નુકસાન થાય તે અયોગ્ય બાબત હોવાથી સૌએ પારણાં કરાવી લેવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવસોમાં પાસ દ્વારા વિવિધ પદયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટંકારાથી પાલનપુર સહિતની યાત્રાઓના કાર્યક્રમ સામેલ છે. આ તમામમાં હાર્દિક પટેલ ભાગ લેશે. વળી સરકાર સમક્ષ મૂકેલી

પાટીદાર અનામત અને દેવા માફીની માંગણીઓ મામલે હવે આગામી સમયમાં શું રણનીતિ રહેશે તેની જાહેરાત કરવામાં આવી નથી.

અલ્પેશ સહિતના પાસના કાર્યકર્તા-કન્વીનરોને વહેલાસર મુક્ત કરવામાં ન આવે તો, રાજ્યભરમાં આંદોલન કરવાની વાત કહેવામાં આવી છે.

વધુમાં રાજ્યમાં વિવિધ સ્થળે હાર્દિકના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલા સમર્થકોને પણ પારણાં કરી લેવા માટે પાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ