દુનિયાની સૌથી જૂની દારૂની ભઠ્ઠી ક્યાં મળી આવી?

સંશોધનકારોની ટીમની તસવીર Image copyright DANI NADEL/AFP
ફોટો લાઈન સંશોધનકારો છોડના અવશેષો શોધી રહ્યા હતા ત્યારે તેમને દારૂની ભઠ્ઠી મળી

સંશોધનકારોઓનો દાવો છે કે તેમને ઇઝરાયેલમાં હૈફા નજીક પ્રાગઐતિહાસિક કાળની એક ગુફામાંથી દુનિયાની સૌથી જૂની દારૂની ભઠ્ઠી મળી આવી છે.

આ સાથે જ તેમને 13,000 વર્ષ જેટલી જૂની બિયરના અંશ પણ મળ્યા છે.

સંશોધનકારો જ્યારે એક કબ્રસ્તાનનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આ ભઠ્ઠી મળી આવી હતી.

એક અનુમાન મુજબ આ કબ્રસ્તાન ઘુમંતુ શિકારીઓનું છે.

એવું મનાઈ રહ્યું છે કે બિયર બનાવવાની પ્રક્રિયા 5,000 વર્ષ જૂની છે. આ નવા સંશોધનથી બિયરનો ઇતિહાસ બદલાઈ શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સંશોધનથી એવા સંકેતો પણ મળે છે કે બિયરનો ઉપયોગ ફક્ત બ્રેડ બનાવવા પૂરતો નથી થયો.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે બિયરનો પ્રાથમિક ઉપયોગ બ્રેડ બનાવવા થતો હતો.

સંશોધનકારોનું કહેવું છે કે તેઓ ચોક્કસપણે કહી શકતા નથી કે પહેલાં કઈ ચીજ બનાવવાની શરૂઆત થઈ હતી.

ઑક્ટોબર મહિનાની જર્નલ ઓફ આર્કિયૉલૉજીકલ સાયન્સનો રિપોર્ટ કહે છે કે મૃત માણસની મરણવિધિમાં સન્માન આપવા માટે બિયર બનાવવામાં આવતી હતી.

સંશોધનકારોની ટીમનું નેતૃત્વ કરનાર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક લી લિયુ એ સ્ટેનફોર્ડ ન્યૂઝને કહ્યું, "દુનિયામાં માણસો દ્વારા બનાવાયેલો દારૂનો આ સૌથી જૂનો રેકર્ડ છે."


24 ઇંચ ઊંડા ખાડામાં રાખવામાં આવતી

Image copyright DANI NADEL/AFP
ફોટો લાઈન રાકેફેત ગુફામાં પથ્થરોના ખાડા મળ્યા છે

લિયૂ કહે છે કે એ સમયે લોકો કેવો ખોરાક હતો, એ સમયના ફૂલ છોડ કેવા હતા, તેનું સંશોધન કરતી વખતે ઘઉં અને જવથી બનેલા દારૂના અંશ મળી આવ્યા હતા.

આ અંશ પથ્થરના ખાડાઓમાં મળ્યા છે જે 24 ઇંચ ઊંડા છે અને જમીન પર ગોળાકાર દેખાય છે.

તેનો ઉપયોગ સામાન રાખવા અને વિવિધ પ્રકારના છોડને રાંધવા માટે થતો હતો.

આ પ્રાચીન દારૂ થોડો ઘણો ખીચડી જેવો હતો. આજે જેવી બિયર છે તેવી પહેલાં બિલકુલ ન હતી.

બિયરના જે પ્રકારના અંશ મળ્યા છે તેવી જ બિયર બનાવવાનો પ્રયાસ પણ સંશોધનકારોએ કર્યો છે.

વિવિધ પ્રકારનાં અનાજો મિક્સ કરીને બિયર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, તેનો સ્વાદ આધુનિક બિયર કરતાં સાવ નિરસ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ