મુસ્લિમ શાસકોના કાળમાં કેવી ઊજવાતી નવરાત્રી?

ફોટો Image copyright AFP

નવરાત્રીનો તહેવાર હિંદુઓ દ્વારા ધામધૂમથી ઊજવવામાં આવે છે. 10 ઑક્ટોબરથી શરૂ થયેલો આ તહેવાર 18 ઑક્ટોબરે પૂર્ણ થશે.

1938માં જે સમયે તૈમૂરે દિલ્હી પર હુમલો કર્યો હતો, તે સમયે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હતો.

એ હુમલાના કારણે નવરાત્રી પર કેટલી અસર થઈ તેનો ખ્યાલ તો કોઈને નથી, પરંતુ કંઈક તો તેની અસર જોવા મળી હશે.

તે સમયે દિલ્હી સ્થિત કાલકાજી મંદિર અને ઝંડેવાલાન મંદિરમાં ભવ્ય નવરાત્રીની ઊજવણી કરવામાં આવતી હતી.

કહેવાય છે કે ઝંડેવાલાન મંદિર 12મી સદી દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળમાં બનાવાયું હતું. રાજાની પુત્રીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

તૈમૂર આ ઘટનાના 200 વર્ષ બાદ દિલ્હી આવ્યા હતા.

મુસ્લિમ શાસકોએ ઊજવ્યા હિંદુ તહેવારો

Image copyright REUTERS

તૈમૂરના આશરે 341 વર્ષ બાદ 9 માર્ચ 1739માં નાદિર શાહએ ચડાઈ કરી હતી. તે સમયે પણ નવરાત્રી શરૂ થવાની હતી.

મોહમ્મદ શાહ રંગીલા અને મુગલ બાદશાહનું વલણ પણ ઘર્મનિરપેક્ષ હતું. આ બધાં જ મુસ્લિમ સમ્રાટોએ વસંત પંચમી, હોળી અને દિવાળી જેવા તહેવારોની ઊજવણી કરતા.

નાદિર શાહના આક્રમણના 100 વર્ષ બાદ આવેલા બહાદુર શાહ ઝફર, દાલ અને રસા (પૂરીની સાથે) ખાવાના શોખીન હતા. નવરાત્રીના દિવસો દરમિયાન ચાંદની ચોકથી સેઠ મોકલતા હતા.

હિંદુ તહેવારોમાં મુગલ રાજાઓ કઈ રીતે સામેલ થતા, તેના ઘણાં ઐતિહાસિક પુરાવા મળે છે.

શાહ આલમે નવરાત્રી ઉપર દિલ્હીના કાલકાજી મંદિરના પુનઃનિર્માણમાં મદદ કરી હતી.

શાહ આલમના ઉત્તરાધિકારી અકબર શાહ પણ તેમના પગલે ચાલ્યા હતા. અકબરના પુત્રે પણ આવું જ કર્યું. ત્યારબાદ બ્રિટિશ રાજ શરૂ થયું.

Image copyright MANISH SAANDILYA

દેશના વિભાજન બાદ નવરાત્રીની ઊજવણી વધુ ભવ્ય રીતે થવા લાગી.

અગાઉ નવરાત્રીનો તહેવાર પ્રાચીન મંદિરમાં મનાવવામાં આવતો હતો, પરંતુ હવે આ તહેવાર લોકો પોત-પોતાના વિસ્તારમાં ઊજવે છે.

લોકો આ દરમિયાન ભંડારાનું આયોજન કરે છે અને માત્ર ભક્તોને જ નહીં, પરંતુ આસપાસના લોકોને પણ જમાડવામાં આવે છે.

ભંડારાનું ભોજન અસામાન્ય હોય છે. ભંડારામાં વાનગી બનાવનારાઓની ભક્તિ અને ભાવના તેને વધારે ખાસ અને સ્વાદિષ્ટ બનાવે છે.

જોકે, ભંડારાની વાનગીઓ ખાધા બાદ અમુક કેસમાં લોકોના પેટ બગડવાની વાતો પણ સામે આવે છે.

નવરાત્રી દરમિયાન દિલ્હીના છત્તરપુરમાં યોજાતો મેળો ખાસ લોકપ્રિય છે. ત્યાંના ભંડારા લોકો લોકો લાંબી લાઇનોમાં ઊભા રહે છે.

છત્તરપુરના મંદિરમાં દેવીની મૂર્તિ સોનાની છે. આ જ મંદિર પાસે એક અન્ય મંદિર છે. કહેવાય છે કે એ ખૂબ જ જૂનું મંદિર છે.

અનેક લોકોના કહેવા પ્રમાણે, તે મંદિર મુસ્લિમ શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું.

Image copyright EPA

દિલ્હીના કાલકાજી મંદિરને પણ ઐતિહાસિક જણાવવામાં આવે છે, જોકે તેના સૌથી જૂનાં ભાગનું નિર્માણ 1764 અને 1771માં થયું હતું.

નવરાત્રીની ઊજવણી સિવાય ત્યાં દર મંગળવારે મેળો પણ ભરાય છે.

ઝંડેવાલાન પાસે પણ અનેક મંદિર છે. અહીં પણ દેવીનું એક જૂનું મદિર છે.

દિલ્હીના કનૉટ પ્લેસની નજીક આવેલાં હનુમાન મંદિરમાં પણ મંગળવાર અને શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે.

નવરાત્રી દરમિયાન બ્રાહ્મણો અને કંદોઈની પણ ખૂબ જ કમાણી થાય છે, પરંતુ મોંઘવારી અને વધતી કિંમતોને કારણે આ સમયે તેમની કમાણી પર પણ અસર પડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો