સોશિયલ: યોગીએ સ્મૃતિ ઈરાની અને કેટરિના કૈફનાં 'નામ' શું રાખ્યાં?

Image copyright Getty Images

સાંભળો...સાંભળો....સાંભળો....

જો તમે તમારા નામથી નાખુશ છો અને તમારું નામ બદલવા માગો છો તો સંપર્ક કરો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો.

જ્યારથી તેમણે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું ત્યારથી સોશિયલ મીડિયામાં અમુક લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે.

લોકો #AajSeTumharaNaam લખીને મીમ્સ અને જોક્સ ઇન્ટરનેટ પર શૅર કરી રહ્યાં છે.

સ્મૃતિ ઇરાનીને લઈને એક ટ્વિટર યુઝરે મીમ શૅર‌ કર્યું છે.

યોગી તો ફિલ્મના કલાકારોનું પણ નામકરણ કરી રહ્યા છે.

એટલું જ નહીં હૅરી પૉટરનું પણ નવું નામ રાખવામાં આવ્યું છે.

વિજય માલ્યા: દેશ છોડીને જતાં રહ્યા પણ તેમનું નામ તો બદલાઈને જ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા દોના પતલ

એટલું જ નહીં યોગીએ પોતાનું પણ નામકરણ કરી નાખ્યું.


નામકરણ કરવાથી શું મળશે?

અલાહાબાદનું નામ પ્રયાગરાજ રાખવા મુદ્દે લોકોની પ્રતિક્રિયા અલગઅલગ છે. બીબીસીએ જ્યારે આ અંગે લોકોની પ્રતિક્રિયા જાણવાના પ્રયાસો કર્યા ત્યારે તેમનો મત અલગઅલગ હતો.

અમુક લોકોએ યોગીના આ નિર્ણયને સ્વીકાર્યો તો અમુકે ટીકા પણ કરી.

મહેંદી હસનના નામની વ્યક્તિએ ફેસબુક પર લખ્યું, "નામ બદલવાથી અલાહાબાદ ન્યૂ યોર્ક નથી બની જવાનું. ન્યૂ યોર્ક બનાવવા માટે વિકાસ કરવો પડશે. નામ બદલવાથી કર્મ નથી બનતા, કર્મ કરવાથી નામ બને છે."

તમે આ વાંચ્યું કે નહીં?


આંતરરાષ્ટ્રીય મીડિયામાં નોંધ

ચંદ્રકાંત સાહુએ લખ્યું, "સંસ્કૃતિનું પુનર્જાગરણ છે, આ ખૂબ જ સાર્થક પગલું છે. નામ બદલવાથી શહેર તો એ જ રહેશે પરંતુ જે ઓળખ માટે તે જાણીતું છે તે સાર્થક થશે. યોગી સરકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

અલાહાબાદના નામકરણની નોંધ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ લેવાઈ હતી. બ્રિટનના જાણીતા અખબાર 'ધ ઇન્ડિપેન્ડેન્ટ'એ લખ્યું, 'આ પરિવર્તનનો ધ્યેય જૂનાં નામને લાવવાનો હતો. મુસ્લિમ શાસક અકબરે પ્રયાગનું નામ બદલીને અલાહાબાદ કરી નાખ્યું હતું."

મંગળવારના રોજ ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ નિર્ણય લીધો હતો.

જોકે, વિપક્ષ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે.

યોગીએ કહ્યું હતું કે જેમને ભારતના ઇતિહાસ અને પરંપરાની સમજ નથી તેવા લોકો જ આ વિષય પર સવાલ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો