કંગના રનૌત : રાણી લક્ષ્મીબાઈ અને મારું જીવન એકસમાન

ઇમેજ સ્રોત, KAIROS KONTENT STUDIOS
બોલીવૂડનાં અભિનેત્રી કંગના રનૌત પોતાનાં નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતાં હોય છે. હાલ તેમણે #MeToo કૅમ્પેન અંગે પણ નિવેદન આપ્યું હતું.
આ કૅમ્પેન મારફતે આરોપ બાદ ડિરેક્ટર વિકાસ બહલ, સાજીદ ખાન, મુકેશ છાબડા, નાના પાટેકર અને સુભાષ કપૂરનું કામ અટકી ગયું છે.
કંગના પહેલાંથી જ #MeToo કૅમ્પેનનું સમર્થન કરતાં રહ્યાં છે.
આગામી ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી નામની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે એક પાર્ટી યોજી હતી.
જ્યાં તેમણે તેમના જીવનના સંઘર્ષની વાત કહી. તેમણે જણાવ્યું હતું કે તે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે.
'મારા જેવું જીવન કોઈનું ના હોય'
ઇમેજ સ્રોત, TWITTER
કંગનાનું માનવું છે કે રાણી લક્ષ્મીબાઈના જીવનમાં ખૂબ જ સંઘર્ષ હતો અને તેવું જ તેમના જીવનમાં પણ હતું.
કંગના કહે છે, ''હું જરા પણ ઇચ્છતી નથી કે આવું જીવન કોઈએ પણ જીવવું પડે.''
''હું મારાં બાળકોને પણ આવું જીવન જીવવા દઈશ નહીં. મને લાગે છે કે જ્યારથી મારો જન્મ થયો છે ત્યારથી મારે બધી જ વસ્તુ માટે લડવું પડ્યું હતું.''
''આ બાબતે હું અને રાણી લક્ષ્મીબાઈ બંને એક સમાન છીએ.''
અભિનેત્રી કંગના રનૌત એક સમયે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ ખાન(શાહરુખ, સલમાન કે આમીર)ની જરૂર નથી.
તે કોઈ અભિનેતાનો સહારો લઈને પોતાનું નામ કરવા ઇચ્છતી નથી.
હાલ તો કંગના પાસે કામની કોઈ ખોટ નથી. કોઈ પણ એ લિસ્ટર સ્ટારની જેમ તેમની પાસે 3-4 ફિલ્મો છે.
મણિકર્ણિકા બાદ તેઓ રાજકુમાર રાવ સાથે 'મૅન્ટલ હૈ ક્યા' નામની ફિલ્મ કરી રહ્યાં છે.
તેના સિવાય તેઓ ડિરેક્ટર અશ્વિની અય્યર તિવારીની એક ફિલ્મમાં પણ છે, જેમાં તેઓ કબડ્ડીનાં ખેલાડી બન્યાં છે.
'મણિકર્ણિકા' અને વિવાદ
ઇમેજ સ્રોત, PHANTOM FILMS
'મણિકર્ણિકા'ના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર ક્રિશને સાઉથમાં પોતાની એક બીજી યોજના માટે 'મણિકર્ણિકા'ની શૂટિંગથી બ્રેક લેવો પડ્યો.
તેમણે તેલુગૂ સુપરસ્ટાર અને રાજનેતા એન. ટી. રામા રાવની બાયોપિક માટે આ ફિલ્મથી બ્રેક લીધો હતો.
આ દરમિયાન સોનુ સુદે ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો હતો.
સોનુ સુદ આ ફિલ્મમાં સદાશિવરાવ ભાઉની ભૂમિકા ભજવી રહ્યા હતા, જેઓ લક્ષ્મીબાઈની સેનાના સરદાર સેનાપતિ હતા.
ઇમેજ સ્રોત, YOUTUBE
સોનુ સુદે ફિલ્મ છોડ્યા બાદ કંગનાએ આરોપ લગાડ્યો હતો કે સોનુ કદાચ મહિલાના નિર્દેશનમાં કામ કરવા ઇચ્છતા નથી.
આના પર પોતાની વાત રજૂ કરતા સોનુ સુદ કહે છે, ''અહીં વાત મહિલા કે પુરુષ ડિરેક્ટરની નથી પરંતુ વાત યોગ્યતાની છે.''
મણિકર્ણિકાના ડિરેક્ટર કૃષના ફિલ્મ છોડ્યા બાદ આ ફિલ્મના અમૂક ભાગનું દિગ્દર્શન કંગના કરી રહી છે.
ફિલ્મ મણિકર્ણિકાનું શૂટિંગ બનારસ, જયપુર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અમૂક ભાગમાં થઈ છે. ફિલ્મ 2019માં રિલીઝ થશે.
જોકે, પહેલાં પણ ઝાંસીની રાણી પર ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ 1953માં આવી હતી, જેમાં અભિનેત્રી મહતાબે ઝાંસીની રાણીનું પાત્ર ભજવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો