કોલકાતા : લૉના વિદ્યાર્થીઓ ભણશે 'હૅરી પૉટર'ના પાઠ

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમ બંગાળની સૌથી મોટી લૉ યુનિવર્સિટીએ 'હૅરી પૉર્ટર'ની વાર્તા પર આધારીત પાઠ્યક્રમ શરૂ કર્યો છે.

આના દ્વારા તેઓ વિદ્યાર્થીઓને કાલ્પનિક વાર્તા અને વાસ્તવિક જીવન વચ્ચે કાયદાની ભૂમિકા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પ્રૉફેસર સૌવિક કુમાર ગુહાએ આ પાઠ્યક્રમને તૈયાર કર્યો છે. તેઓ કહે છે કે પાઠ્યક્રમ 'રચનાત્મક વિચાર'માં વધારો કરવા માટે પ્રયોગ તરીકે શરૂ કરવામાં આવ્યો છે.

અમેરિકા અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીઓ પણ લોકપ્રિય ફિક્શન શ્રેણીથી પ્રેરિત પોતાના કોર્સ ચલાવે છે.

ભારતમાં આ કોર્સનું નામ છે, ''એન ઇન્ટરફેસ બિટવીન ફેન્ટસી ફિક્શન લિટરૅચર ઍન્ડ લૉ : સ્પેશિયલ ફોકસ ઑન રાઉલિંગ્સ પાટર્સવર્સ''

ઇમેજ સ્રોત, Getty Images

આ કોર્સ 45 કલાકનો છે, જેમાં ચર્ચા દ્વારા વિષયને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

પ્રોફેસર સૌવિકે જણાવ્યું કે આ કોર્સની શરૂઆત ડિસેમ્બરમાં થશે અને તેમાં 40 વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે.

બધી જ બેઠકો ભરાઈ ગઈ છે અને કેટલાક વિદ્યાર્થીઓએ ક્લાસમાં બેઠકો વધારવાની માંગ કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ જણાવે છે કે ભારતમાં હૅરી પૉટર પુસ્તક યુવાઓ વચ્ચે ઘણું જ લોકપ્રિય છે. તેની સરખામણીએ 'ગેમ્સ ઑફ થ્રોન્સ' અને 'સ્ટાર ટ્રેક' ખૂબ જ પાછળ છે.

આ કોર્સની પસંદગી કોલકાતાની નેશનલ યુનિવર્સિટી ઑફ જ્યૂડિસિયલ સાઇન્સના સીનિયર વિદ્યાર્થીઓ વૈકલ્પિક વિષયના રૂપમાં કરી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર સૌવિકે બીબીસીને જણાવ્યું, ''અમારી હાલની પ્રણાલીમાં, અમે અમારા વિદ્યાર્થીઓને કાયદાની વધારે સમજ આપવા માંગીએ છીએ.''

તેઓ કહે છે કે દેશમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કેટલાંક કાલ્પનિક ઉદાહરણોની મદદથી કાયદાના યોગ્ય ઉપયોગ વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે.

દુનિયાભરમાં હૅરી પૉટરની 79 ભાષાઓમાં 50 કરોડ કોપી વેચાય ચૂકી છે.

એવું માનવામાં આવે છે કે બ્રિટનની ડરહમ યુનિવર્સિટીએ પહેલી વખત હૅરી પૉટરના ફિક્શન પર આધારિક કોર્સ શરૂ કર્યો હતો.

અમેરિકાની ઘણી યુનિવર્સિટીમાં પણ આ પ્રકારના અભ્યાસ રાખવાના પ્રયત્નો શરૂ થયા છે, પરંતુ આ પ્રથમ વખત છે કે લૉ યુનિવર્સિટીમાં ફિક્શન પર આધારિત કોર્સ શરૂ હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો