HE સામે ફરિયાદમાં કેટલું કારગત છે 'SHEBOX'

  • ગુરપ્રીત સૈની
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

સ્વાતી તેના સીનિયરની હરકતોથી પરેશાન હતી. તે વારંવાર એને પોતાની કેબીનમાં બોલાવતા, સાથે ફિલ્મ

જોવા માટે આવવાનું કહેતા, અશ્લીલ જોક્સ કહેતા. એક દિવસ તો વાત-વાતમાં તેઓ સ્વાતિને પોર્ન વીડિયો બતાવવા લાગ્યા.

અસહ્ય માનસિક ત્રાસ પછી સ્વાતીએ તેમની ઑફિસની ઇન્ટર્નલ કમ્પ્લેન્ટ કમિટીમાં ફરિયાદ કરી. નિયમ મુજબ કમિટીને ત્રણ મહિનામાં રિપોર્ટ આપવાનો હતો.

પરંતુ ચાર મહિના વીત્યા પછી પણ સ્વાતીના કેસની કાર્યવાહી પૂરી ન કરાઈ. તેને કેસનું કોઈ સ્ટેટસ પણ જણાવવામાં ન આવ્યું.

અચાનક તેના કામમાં ભૂલો કાઢવાનું શરુ થયું. એક દિવસ મોટી ભૂલ જણાવીને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં.

સ્વાતીનું કહેવું છે કે તેમને સીનિયરની વિરુદ્ધ ફરિયાદ કરવાની સજા મળી છે. તેમને એ પણ ખબર નથી કે તેમની ફરિયાદનું શું થયું.

હવે સવાલ એ ઊભો થાય છે કે 'સેકસ્યુઅલ હૅરેસમૅન્ટ એટ વર્કપ્લેસ એક્ટ- 2013' હેઠળ કામના સ્થળે ફરિયાદોના

સમાધાન માટે સમિતિઓ બની તો ગઈ, પરંતુ એ સમિતિઓ સાચી રીતે કામ કરે છે કે નહીં, એની ખાતરી કોણ કરશે?

આમ તો, આ સમિતિઓમાં કામના સ્થળે બહારની એક વ્યક્તિને રાખવી અનિવાર્ય છે.

તેમ છતાં પણ જો મહિલાને સમિતિની નિષ્પક્ષતા ઉપર સવાલ હોય, તો તેમની પાસે વિકલ્પ છે. આ વિકલ્પ એટલે 'શી-બૉક્સ.'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

તમે શી બૉક્સમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો

હવે તમારા દિમાગમાં સૌથી પહેલો સવાલ એ આવ્યો હશે કે આ 'શી-બૉક્સ' શું છે?

'શી-બૉક્સ' એટલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇલેક્ટ્રોનિક બૉક્સ. આ એક રીતની ઈલેક્ટ્રોનિક ફરિયાદ પેટી છે.

આ માટે તમારે http://www.shebox.nic.in/ લિંક ઉપર જવું પડશે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયની આ એક ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્રણાલી છે.

તમે આ બૉક્સમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ બૉક્સ સંગઠિત અને અસંગઠિત, ખાનગી અને સરકારી તમામ

પ્રકારની કચેરીઓમાં કામ કરતી મહિલાઓ ફરિયાદ નોંધાવી શકે છે.

'શી-બૉક્સ' કેવી રીતે કામ કરે છે?

ઇમેજ કૅપ્શન,

ફરિયાદ નોંધાયા બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રાષ્ટ્રીય મહિલા આયોગને મોકલી આપશે

સૌથી પહેલા તમે http://www.shebox.nic.in/ લિંક ઉપર જાઓ.

ત્યાં જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાં તમને બે વિકલ્પ મળશે. તમે તમારી નોકરી પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકો છો.

એ પછી તમારી સામે એક ફોર્મ ખુલશે. એ ફોર્મમાં તમારી અને જેની વિરુદ્ધ ફરિયાદ છે તેમના વિશે માહિતી આપવી જરુરી છે. ઑફિસની વિગતો આપવી પણ જરૂરી છે.

પોર્ટલ ઉપર ફરિયાદ નોંધાયા બાદ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેને રાષ્ટ્રીય મહિલા આયોગને મોકલી આપશે.

આયોગ એ ફરિયાદને મહિલાની ઑફિસની ઈન્ટર્નલ કમ્પ્લેન્ટ કમિટિ( આઈસીસી) અથવા સ્થાનિક ફરિયાદ સમિતી (જો તમે 10થી વધુ કર્મચારીઓ વાળી જગ્યાએ કામ કરતા હોવ)ને મોકલશે અને કેસનો રિપોર્ટ માંગશે.

બાદમાં આઈસીસી જે કાર્યવાહી કરે છે તેના પર મંત્રાલય મોનિટરિંગ કરે છે. મહિલા પણ પોતાના કેસના સ્ટેટસને

જોઈ શકે છે. આ માટે એક યુઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવે છે. જેનો 'શી-બૉક્સ'ના પોર્ટલ ઉપર જ ઉપયોગ કરવાનો રહે છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા કહે છે, "અમે ફરિયાદીની કંપનીની ઈન્ટર્નલ કમ્પ્લેન્ટ કમિટિ પાસે

રિપોર્ટ માંગીએ છીએ. પૂછીએ છીએ કે તમારી પાસે ફરિયાદ આવી છે કે નહીં. જો ફરિયાદ આવી છે તો તેમાં શી કાર્યવાહી કરવામાં આવી છે.

ત્રણ મહિનામાં કંઈ કર્યું છે કે નથી કર્યું. ફરિયાદ પછી મહિલાને હેરાન કરવામાં તો નથી આવી

ને? આ તમામ અહેવાલ માંગીએ છીએ. આઈસીસીની આખી તપાસનું અમે મૉનિટરિંગ કરીએ છીએ. જો મહિલાને

કમિટીની તપાસથી સંતોષ ના હોય તો અમે કેસ પોલીસને સોંપીએ છીએ. પછી આ કેસ કોર્ટમાં ચાલે અને કોર્ટ તેના પર નિર્ણય કરે છે."

" કેસ બહુ જુનો હોય અને હવે ફરિયાદી અને આરોપી સાથે કામ ના કરતા હોય તો પણ મહિલા ફરિયાદ કરી શકે છે.

આ કેસ આઈસીસીમાં નથી જતો, પણ તેને પોલીસને સોંપીએ છીએ. મહિલા કોર્ટમાં પણ જઈ શકે છે. રાષ્ટ્રીય

મહિલા આયોગે પણ 'મી ટૂ અભિયાન' પછી મહિલાઓ માટે ncw.metoo@gmail.com સાઈટ બનાવી છે.''

એમ.જે.અકબર ઉપર જાતીય શોષણના આરોપ મુકનારા સુપર્ણા શર્મા આવી પહેલનું સ્વાગત કરે છે.

તેઓ કહે છે, "જો કેસનું મૉનિટરિંગ કોઈ બહારથી કરશે તો ચોક્કસ ફાયદો થશે. જો કોઈ મહિલા તેમના બૉસ સામે

ફરિયાદ કરી હોય તો તેને સુરક્ષા કવચ મળશે. પરંતુ જરૂરી છે કે આ 'શી-બૉક્સ'નું સારી રીતે સંચાલન થાય.

નહીંતર જેમ હેલ્પલાઇનમાં બને છે તેમ શરુ થયા પછી કંઈ થતું નથી. આના હાલ તેના જેવા જ થશે તો દુખની વાત હશે."

'શી-બૉક્સ' ક્યારે બન્યું?

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન,

2014થી 2018 દરમિયાન 'શી-બૉક્સ'માં લગભગ 191 ફરિયાદો નોંધાઈ છે

સૅક્સ્યુઅલ હૅરેસમેન્ટએટ વર્કપ્લેસ એક્ટ 2013 , હેઠળ કામના સ્થળે કાયદાનું યોગ્ય રીતે પાલન થાય તે માટે 'શી-બૉક્સ' ની રચના કરવામાં આવી હતી.

ગત વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલેલી મી-ટૂ મુવમેન્ટ પછી 'શી-બૉક્સ'ને રિલૉન્ચ કરવામાં આવ્યું.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આંકડાઓ મુજબ 2014થી 2018 દરમિયાન 'શી-બૉક્સ'માં લગભગ 191 ફરિયાદો નોંધાઈ.

ચાર વર્ષમાં ફક્ત 191 ફરિયાદો? સામાજિક કાર્યકર્તા રંજના કુમારી આ બાબતે સવાલ ઉઠાવે છે.

તેઓ કહે છે કે આનાથી વધુ મહિલાઓ તો કેટલાંક દિવસ પહેલા શરૂ થયેલા મી ટૂ હેશટેગ દ્વારા સોશિયલ મીડિયા ઉપર બોલી છે.

તેઓ કહે છે કે મહિલાઓને 'શી-બૉક્સ' વિષે જાણકારી જ નથી.

સ્વાતીને પણ 'શી-બૉક્સ' વિષે કંઈ માહિતી નહોતી. સ્વાતી કહે છે કે જો તેને આ વિષે જાણકારી હોત તો કદાચ તેને પણ ન્યાય મળી શક્યો હોત.

રંજના કુમારી કહે છે, "મંત્રાલયે 'શી-બૉક્સ' વિષે મહિલાઓને જણાવવું જોઈએ. તેમણે આ વિષયની માહિતી

સાર્વજનિક કરવી જોઈએ. જેથી 'શી-બૉક્સ'માં કેવી ફરિયાદો આવે છે, કઈ મહિલાઓ ફરિયાદ કરે છે અને

તેમની ફરિયાદોનું શું થયું તેની ખબર પડે. આનાથી અન્ય મહિલાઓને પણ હિંમત મળશે."

" માહિતી મળશે ત્યારે જ તમામ મહિલાઓ 'શી-બૉક્સ'માં ફરિયાદ નોંધાવશે. નહીતર અન્ય હેલ્પલાઈન, વેબસાઇટ અને યોજનાઓની જેમ આ પણ કાગળ ઉપર જ રહી જશે."

'ફક્ત ભણેલી-ગણેલી મહિલાઓ માટે'

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન,

દેશમાં ઘણી મહિલાઓ પાસે હજી ઇન્ટરનેટ નથી

મંત્રાલયના મતે 'શી-બૉક્સ'માં દરેક પ્રકારની મહિલા ફરિયાદ કરી શકે છે. પરંતુ રંજનાનું માનવું છે કે આ સેવા ફક્ત ભણેલી-ગણેલી અને અંગ્રેજી બોલનારી મહિલાઓ માટે છે.

તેણીનું કહેવું છે કે દેશમાં ઘણી મહિલાઓ પાસે ઇન્ટરનેટની સગવડની પહોંચની બહાર છે. "મી ટૂની જેમ આ 'શી-બૉક્સ'

પણ અંગ્રેજી બોલનારી અને ભણેલી-ગણેલી મહિલાઓ માટે જ છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે તે ભણેલી-ગણેલી મહિલાઓને પણ આનાથી કોઈ લાભ થાય છે કે નહીં."

"સરકારે આ વિષયમાં મહિલાઓને જાગૃત કરવી જોઈએ. આટલા વર્ષોથી 'શી-બૉક્સ'ની સેવા છે, પણ મહિલાઓને એ વિષે જાણકારી જ નથી."

'શી-બૉક્સ'ને મુદ્દે ચોક્કસપણે મહિલાઓમાં જાણકારીનો અભાવ છે, પરંતુ રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડાઓ ઉપર નજર કરીએ તો આ વર્ષે એનસીડબલ્યુમાં જાતિય-શોષણના લગભગ 780 કેસ નોંધાવવામાં આવ્યા છે.

દેશની વસતીની સરખામણીએ આ આંકડો નાનો લાગે, તો શું આ બાબતે માહિતીનો અભાવ સમજવો કે પછી મહિલાઓની ફરિયાદ કરવાની હિંમતનો અભાવ.

સુપર્ણા શર્મા કહે છે, "આપણી સિસ્ટમની આળસ પણ એક કારણ છે અને એ પણ સત્ય છે કે હજુ પણ ઘણી મહિલાઓએ મૌન તોડ્યું નથી. તેમને હિંમત આપવા માટે પહેલા સિસ્ટમને મજબૂત કરવી પડશે."

ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ

ઇમેજ સ્રોત, Twitter

કેન્દ્ર સરકારે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં એક ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ(જીઓએમ)ની રચના કરી છે. આ જૂથ કામના સ્થળે જાતીય શોષણ અટકાવવા માટે બનેલા કાયદાની સમીક્ષા કરશે. સાથે જ ત્રણ મહિનાની અંદર મહિલા સુરક્ષાને વધુ બહેતર બનાવવા માટેના સૂચનો આપશે.

રાજનાથ સિંહ સિવાય આ જીઓએમમાં નિર્મલા સીતારામન, મેનકા ગાંધી અને નીતિન ગડકરી પણ હશે.

સામાજિક કાર્યકર્તા રંજના કુમારી આ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સને આઈવૉશ ગણાવે છે. તેઓ કહે છે, "આનો કોઈ મતલબ નથી.

બધી વાતોને ડાયલ્યૂટ કરવા ઈચ્છો છો. તેમાં સરકારી વલણ દેખાય છે, એનાથી સ્પષ્ટ છે કે સરકારે ચૂંટણીમાં જે મહિલાઓની સુરક્ષા માટે જે વાયદાઓ કર્યા હતા તે બાબતે સરકાર સંવેદનશીલ નથી.

આ રીતનાં ગ્રૂપ બનાવવાને બદલે સરકારે કાયદાના ફ્રેમવર્કને સાર્વજનિક કરવું જોઈએ અને જનતાનું મંતવ્ય જાણવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો