ICC મહિલા વર્લ્ડ T-20 ક્રિકેટ : આ પાંચ ખેલાડી ભારતને જીતાડી શકશે?

મહિલા T-20-5 ખેલાડી Image copyright GETTY IMAGES

શુક્રવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલમાં 112 રન ફટકાર્યા હતા.

ચાર મૅચ અને ચારેયમાં વિજય.પૂર્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા, પૂર્વ રનર અપ ન્યૂઝિ લૅન્ડ અને પાકિસ્તાન સામે ભવ્ય વિજય.

વેસ્ટ ઇન્ડિઝમાં યોજાઈ રહેલી મહિલા વર્લ્ડ T-20માં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

આ ટુર્નામેન્ટના પ્રારંભે ભાગ્યે જ કોઈએ ભારતીય ટીમ પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા રાખી હશે.

ટુર્નામેન્ટમાં ગત શનિવારે ગ્રૂપ બીની મૅચ યોજાઈ હતી. આ મૅચમાં ભારતીય ટીમે વર્ષ 2012, 2014 અને 2016ની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયાને 48 રને પરાજય આપ્યો હતો.

હવે ટીમના ઇંગ્લૅન્ડ સામેનાં પ્રદર્શન પર મીટ મંડાયેલી રહેશે.

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

આ જીત સાથે ભારતીય મહિલા ટીમે વર્ષ 2010 બાદ પહેલી વાર સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પોતાના ગ્રૂપમાં ભારતીય ટીમ પ્રથમ ક્રમાંકે છે.

આઈસીસી મહિલા વર્લ્ડ T-20 ટુર્નામેન્ટનું પ્રથમ આયોજન વર્ષ 2009માં ઇંગ્લૅન્ડમાં થયું હતું.

વર્ષ 2009માં ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી.

જોકે, વર્ષ 2012, 2014, 2013માં ભારતીય ટીમ જૂથ મુકાબલાઓથી આગળ વધી શકી નહોતી.


ભારતનો પાવર પંચ

Image copyright Getty Images

ભારતને આ ટુર્નામેન્ટમાં પણ અપેક્ષા મુજબ, મજબૂત ટીમોની વચ્ચે જ સ્થાન મળ્યું હતું. ભારતની પસંદગી મજબૂત ટીમોના જૂથમાં થઈ હતી.

આ જૂથમાં ન્યૂઝિ લૅન્ડ, પાકિસ્તાન, આયર્લૅન્ડ, અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થયો હતો.

પાકિસ્તાન સિવાયની અન્ય ત્રણેય ટીમ T-20માં મજબૂત ટીમ માનવામાં આવે છે.

જોકે, કૅપ્ટન હરમનપ્રીત કૌર, પૂર્વ કૅપ્ટન, મિતાલી રાજ, યુવા બૅટ્સવુમન સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, અને લૅગબ્રેક ગૂગલી બૉલર પૂનમ યાદવ એમ પાંચ ખેલાડીઓના જોરે ભારતીય ટીમે તમામ મુશ્કેલીઓને સરળ બનાવી દીધી હતી.

ભારતીય ટીમે આ પાંચ ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની મદદથી આઠ વર્ષ બાદ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ઑસ્ટ્રેલિયાને હરાવતા પહેલાં ભારતે ન્યૂઝિ લૅન્ડને 34 રને અને પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. જ્યારે આર્લૅન્ડ સામે 52 રને જીત મેળવી હતી.

હવે વાત ભારતની સફળતા માટે જવાબદાર ખેલાડીઓની.


કૅપ્ટનની કમાલ

Image copyright Getty Images

ભારતીય ટીમની સફળતાની સફરમાં પણ કૅપ્ટન હરમનપ્રીત કૌરે આગેવાની લીધી હતી.

તેમણે બી ગ્રૂપની પ્રથમ મૅચમાં ન્યૂઝિ લૅન્ડ સામે 51 બૉલમાં સાત ચોક્કા અને આઠ સિક્સરની મદદથી 103 રન કર્યા હતા.

આ સદી T-20 ક્રિકેટમાં કોઈ પણ ભારતીય મહિલા ખેલાડીએ નોંધાવેલી પ્રથમ સદી હતી.

જોકે, આ સદી નોંધાવ્યા બાદ હરમનપ્રીતે જણાવ્યું હતું કે તેમની પીઠમાં દુખાવો થતો હતો, જેથી તેમણે સિંગલ રન લેવાના સ્થાને ચોક્કા, સિક્સર ફટકારી રન કર્યા હતા.

તેમની આ રણનીતિ સફળ થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીતે ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ 43 રન બનાવ્યા હતા.

આ ટુર્નામેન્ટમાં તેમણે અત્યાર સુધી 12 સિક્સર ફટકારી છે, જે એક રેકૉર્ડ છે.


મિતાલી રાજ

Image copyright Getty Images

પૂર્વ કૅપ્ટન મિતાલી રાજનો ઉલ્લેખ ન કરીએ તો તે મિતાલીનાં યોગદાનને અન્યાય ગણાશે.

હકીકતે પાકિસ્તાન સામેની મૅચમાં હરમનપ્રીતે કોચ અને અન્ય ખેલાડીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કર્યો હતો કે મિતાલી સ્પિન સામે સારું રમતા હોવાથી તેમને મધ્યમાં ઉતારવામાં આવશે.

આ જવાબદારીની સુપેરે નિભાવતા મિતાલીએ 56 રન નોંધાવ્યા હતા.

Image copyright Alamy
Image copyright Alamy

આ મૅચમા ભારતે 19 ઓવરમાં ત્રણે વિકેટ ગુમાવીને 134 રનનું લક્ષ્ય હાસલ કર્યું હતું.

આયર્લૅન્ડ સામેની મૅચમાં મિતાલીએ 51 રન કર્યા હતા.

સતત બે અડધી સદી ફટકારીને મિતાલીએ તેમને વન-ડે અને ટેસ્ટના ખેલાડી ગણાવતા ટીકાકારોને જવાબ આપ્યો હતો.

મિતાલીએ T-20 ક્રિકેટમાં 85 મૅચમાં 17 અર્ધ સદીની મદદથી 2283 રન નોંધાવી રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સર્વાધિક રન ફટકારનાર ખેલાડીનો રેકૉર્ડ તોડ્યો હતો.


સ્મૃતિની બેટિંગ

Image copyright GETTY IMAGES

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ શરૂ થયો તેના પહેલાંથી જ સમગ્ર ટીમને જેના પર વિશ્વાસ હતો તે ખેલાડી સ્મૃતિ મંધાના છે.

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ સ્મૃતિએ 83 રન નોંધાવીને ટીમનો વિશ્વાસ કાયમ રાખ્યો હતો.

ભારતે આ મૅચ 48 રને જીતી હતી.

આ મૅચમાં ઑસ્ટ્રેલિયાની બૉલિંગ કેટલી મજબૂત હતી તેનો અંદાજ ભારતીય ટીમના અન્ય ખેલાડીઓના સ્કોર પરથી આવી શકે છે.

સ્મૃતિના 83 રન અને હરમપ્રીતના 43 રન સિવાય એક પણ ખેલાડી ડબલ ડિજિટમાં રન નોંધાવી શક્યા નહોતા.

સ્મૃતિએ આયર્લૅન્ડ વિરુદ્ધ 33 રન અને પાકિસ્તાન વિરુદ્ધ ઉપયોગી થાય તેવા 26 રન નોંધાવ્યા હતા.

સારી શરૂઆત બાદ મજબૂત સ્કોર નહીં થઈ શકે તે વાત સ્મૃતિ જાણતા હતા.


જેમિમા અને પૂનમની કમાલ

Image copyright GETTY IMAGES

ન્યૂઝિ લૅન્ડ સામે પ્રથમ મૅચમાં 59 રન નોંધાવીને યુવા બૅટ્સવુમન જેમિમા રોડ્રિગ્સે મહત્ત્તવપૂર્ણ યોગદન આપ્યું હતું.

મજબૂત બૉલિંગની સામે જેમિમાએ પાકિસ્તાન વિરુદ્ધ 16 અને આયર્લૅન્ડ વિરુદ્ધ 18 રન એવા સમયે નોંધાવ્યા હતા.

Image copyright Alamy
Image copyright Alamy

લૅગબ્રેક ગુગલી બૉલર પૂનમ યાદવે ચાર મૅચમાં આઠ વિકેટ મેળવી હતી. તેમણે ન્યૂઝિ લૅન્ડ સામેની મૅચમાં 33 રન આપી ત્રણ વિકેટ મેળવી હતી.

આ પાંચ ખેલાડીઓના કારણે ભારતીય ટીમે મહિલા વર્લ્ડ T-20માં સફળતા મેળવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ