અમેરિકનની હત્યા કરવાનો જેમના પર આરોપ છે એ સેન્ટિનેલી લોકો કોણ છે?

આ જાતિના લોકોની ખૂબ ઓછી તસવીરો છે Image copyright SURVIVAL INTERNATIONAL
ફોટો લાઈન આ જાતિના લોકોની ખૂબ ઓછી તસવીરો છે

આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના નૉર્થ સેન્ટિનેલ નામના એક દ્વીપમાં એક અમેરિકન વ્યક્તિની હત્યાનો મામલો સામને આવ્યો છે.

અહેવાલો મુજબ આ મામલો 18 નવેમ્બરનો છે અને હત્યા એ વિસ્તારમાં થઈ છે જ્યાં સંરક્ષિત અને પ્રાચીન સેન્ટિનેલી જાતિના લોકો રહે છે.

આંદામાન-નિકોબારમાં લાંબા સમયથી કામ કરી ચૂકેલા બીબીસીના સહયોગી પત્રકાર સુબીર ભોમિકે બીબીસી સંવાદદાતા માનસી દાસને આ મામલે વધારે જાણકારી આપી હતી.

મારી ગયેલી વ્યક્તિનું નામ જૉન એલિન શાઓ છે. જૉન અમેરિકાના અલ્બામા રાજ્યના નિવાસી હતા.

હત્યાના મામલામાં માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. જેમણે જૉનને સેન્ટિલી લોકો રહે છે તે ટાપુ પર પહોંચાડ્યો હતો.

આ ટાપુ પર બહારની કોઈ પણ વ્યક્તિને જવાની મનાઈ છે. સેન્ટિલી જાતિના લોકોને ખતરો ના ઊભો થાય તે માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Image copyright Alamy
Image copyright Alamy

સુબીરે ભૌમિકે જણાવ્યું કે જૉન સ્થાનિક માછીમારોની મદદથી આ પહેલાં પણ ચારથી પાંચ વાર ઉત્તર સેન્ટિનેલ ટાપુ પર જઈ ચૂક્યા હતા.

માછીમારોના કહેવા પ્રમાણે આ વખતે જેવા જ તેઓ ટાપુ પર પહોંચ્યા કે તેમના પર ધનુષ અને બાણ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

જોકે, જૉનના પરિવારે તેમની હત્યા માટે કોઈને દોષિત ના ગણવા અપીલ કરી છે અને તમામને માફ કરવાનું કહ્યું છે.

સ્થાનિક પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે જૉન કોઈ મિશનરી માટે કામ કરતા હતા અને આ જાતિના લોકોને ખ્રિસ્તી ધર્મમાં તેમને લાવવા માટે તેમની પાસે જતા હતા.


કોણ છે સેન્ટિલી લોકો?

Image copyright INDIAN COASTGUARD/SURVIVAL INTERNATIONAL
ફોટો લાઈન આ ટાપુ પર જવું પ્રતિબંધિત છે

આંદામાનના નૉર્થ સેન્ટિનેલ દ્વીપમાં રહેનારી સેન્ટિનેલી એક પ્રાચીન જનજાતિ છે. જેની વસતિ હાલ માત્ર 50થી 150 જેટલી જ રહી ગઈ છે.

સુબીર ભૌમિકના જણાવ્યા પ્રમાણે, "અત્યારસુધી ધરપકડ કરાયેલા લોકો આ જનજાતિમાંથી આવતા નથી."

"આ જનજાતિ સાથે સંપર્ક કરવાની પણ મનાઈ છે. એવામાં તેમની ધરપકડ કરી શકાય જ નહીં."

"આ જનજાતિના લોકો નાણાનો ઉપયોગ પણ જાણતાં નથી."

વર્ષ 2017માં ભારત સરકારે આંદામાનમાં રહેનારી જનજાતિઓની તસવીરો લેવાનું કે વીડિયો બનાવવાનું ગેરકાયદે જાહેર કર્યું હતું.

જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેમને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે.

ઉત્તર સેન્ટિનેલ દ્વીપ એક પ્રતિબંધિત વિસ્તાર છે અને અહીં સામાન્ય લોકો માટે પહોંચવું બહુ મુશ્કેલ છે. ત્યાં સુધી કે અહીં ભારતીયો પણ જઈ શકતાં નથી.

ભારતીય ઉપમહાદ્વીપમાં વસવાટ કરતી આ નાની જાતિઓને ભારત સરકારે સૌથી પ્રાચીન ગણાવી છે.


સુનામીમાં પણ બચી ગયા હતા આ લોકો

Image copyright CHRISTIAN CARON - CREATIVE COMMONS A-NC-SA

બીબીસી સંવાદદાતા ગીતા પાંડેએ સેન્ટિનેલી જાતિના લોકો અંગેના પોતાના અનુભવો જણાવ્યા હતા.

તેમણે કહ્યું કે વર્ષ 2004માં જ્યારે હિંદ મહાસાગરમાં સુનામી આવી ત્યારે પ્રશાસને કહ્યું હતું કે આ જાતિના કેટલાક લોકો આ તબાહીમાંથી બચવામાં સફળ થયા છે.

નેવીનું હેલિકૉપ્ટર ઉત્તર સેન્ટિનેલ વિસ્તારમાં જઈ રહ્યું હતું. આ હેલિકૉપ્ટર જેવું જ નીચે ઊતરવા લાગ્યું કે આ જાતિના લોકોએ હેલિકૉપ્ટર પર તીર વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

આ હુમલા બાદ પાયલટે જણાવ્યું, "આ રીતે અમને જાણકારી મળી કે ત્યાં રહેતાં લોકો સુરક્ષિત છે."

વૈજ્ઞાનિકોનું માનવું છે કે સેન્ટિનેલી જાતિના લોકો લગભગ 60 હજાર વર્ષો પહેલાં આફ્રિકાથી પલાયન કરીને આંદામાનમાં વસી ગયા હતા.

ભારત સરકાર સિવાય અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો આ જાતિને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે.


'ગળામાં રસ્સી બાધીને ઢસેડ્યા'

Image copyright INSTAGRAM/JOHN CHAU
ફોટો લાઈન જૉન એલિન શાઓ

સમાચાર એજન્સી એએફપીના એક રિપોર્ટ મુજબ જૉને પહેલાં 14 નવેમ્બરે આ દ્વીપ પર જવાની કોશિશ કરી હતી.

જોકે, તે ત્યાં જવામાં સફળ રહ્યા ન હતા બાદમાં તેમણે બીજી વખત ત્યાં જવા માટેની કોશિશ કરી હતી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, "જૉન પર તીરથી હુમલો કરવામાં આવ્યો પરંતુ તેઓ દ્વીપની અંદર જવાનું બંધ ના કર્યું."

"માછીમારોએ જોયું કે સેન્ટિનેલી સમૂહના લોકો જૉનને ગળે રસ્સી બાંધીને ઢસેડતા લઈ જઈ રહ્યા હતા. આ જોઈને માછીમારો ડરી ગયા અને ત્યાંથી ભાગી નીકળ્યા હતા."

સુબીર કહે છે કે એ જણાવવું સરળ નથી કે સેન્ટિનેલી જાતિના લોકોએ જૉનને કેમ માર્યા હશે.

કેમ તે પહેલાં પણ તેમની પાસે જતા હતા. એવામાં એ વાત સાફ છે કે તેઓ તેમના માટે અજાણ્યા નહીં હોય.

જોકે, સુબીર એવી આશંકા વ્યક્ત કરે છે કે તેમના વચ્ચે વાતચીત કરવાની એક સમસ્યા થઈ શકે છે.

સેન્ટિનેલી જનજાતિની ભાષા એટલી મુશ્કેલ હોય છે કે ખૂબ ઓછા લોકો તેને સમજી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ