રાહુલ ગાંધીની સભામાં 'હિંદુસ્તાન મુર્દાબાદ'ના સૂત્રોચ્ચારનું સત્ય શું?

રાજસ્થાન ફેક ન્યૂઝ હિંદુસ્તાન મુર્દાબાદ Image copyright EPA

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તારીખ નજીક આવી ગઈ છે.

ચૂંટણીના આ માહોલમાં સોશિયલ મીડિયા પર એવા સમાચારો પ્રસરાવવામાં આવી રહ્યાં છે, જેમાંથી કેટલાક સાચા અને કેટલાક ખોટા છે. કેટલાક સમાચારોની માહિતી અપૂર્તિ છે.

આ તમામ બાબતોની માહિતી મેળવવા માટે વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેનું નામ 'એકતા ન્યૂઝરૂમ' છે.

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે. આ તસવીરોની તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

રાહુલની સભામાં ખાલિસ્તાન સર્મથક બોલાવાયા- ફેક

Image copyright SOCIAL MEDIA

'રાહુલ ગાંધીની લંડન ખાતે આયોજિત એક સભામાં હિંદુસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર થયા, આ કૅપ્શન સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે.

આ વીડિયોમાં દેખાતા બેનરમાં રાહુલ ગાંધીની તસવીર અને કોંગ્રેસ પક્ષનું નિશાન પણ છે.

આ વીડિયો સાથ સોશિયલ મીડિયા પર કૅપ્શન લખ્યું છે, 'કોંગ્રેસને દેશ કેવી રીતે સોંપી દઈએ, તમે જ કહો... લંડનમાં રાહુલ ગાંધીની સભામાં ખાલીસ્તાની આતંકવાદીઓએ કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ અને હિંદુસ્તાન મુર્દબાદના નારા લગાવ્યા.'

આ વીડિયોમાં હિંદુસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ સંભળાય છે.

કેટલાક યુવકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, પોલીસ તેમને પકડીને લઈ જઈ રહી છે.

આ યુવાનોએ માથે પાઘડી બાંધી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે ખાલીસ્તાની ઉગ્રવાદીઓને સભામાં બોલાવ્યા હતા અને તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે.


Image copyright SOCIAL MEDIA

આ વીડિયોની તપાસ કરતા બહાર આવ્યું કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ત્રણ-ચાર મહિના પહેલાં પણ શેર થયો હતો.

થોડા જ દિવસોમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના અલગઅલગ ફેસબુક ગ્રૂપમાં આ વીડિયો શેર કરાઈ રહ્યો છે.

જોકે, આ વીડિયો વિશે લંડનમાં પ્રકાશિત થયેલા અહેવાલના આધારે જાણવા મળ્યું કે જે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

એ લોકો સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ગુમરાહ કરીને કાર્યક્રમમાં પ્રવેશ્યા હતા.

આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યો છે, પોસ્ટ કરનાર પેજ અને ગ્રૂપ પૈકી કેટલાક રાજકીય પણ છે.

હકીકતમાં સૂત્રોચ્ચાર કરનાર યુવકોને સભામાં બોલાવ્યા નહોતા, તેઓ વિરોધ કરવા માટે આવ્યા હતા.

Image copyright Alamy
Image copyright Alamy

'રાહુલ ગાંધીની 25 લાખ લોકોની સભાનો'દાવો કેટલા સાચો?

Image copyright SOCIAL MEDIA

વિશાળ જનમેદની ધરાવતી એક તસવીર રાજસ્થાનની ચૂંટણીને ધ્યાને રાખીને સોશિયલ મીડિયામાં શેર કરાઈ રહી છે.

એવો દાવો કરાઈ રહ્યો છે કે રાજસ્થાનના બિકાનેરમાં યોજાયેલી રાહુલ ગાંધીની સભાની આ તસવીર છે.

રાજકીય જનસભા અને સરઘસોનો સીલસીલો ચાલી રહ્યો છે ત્યારે આ તસવીર થકી એવો દાવો કરાઈ રહ્યો છે કે રાહુલ ગાંધીની બિકાનેરની સભામાં 25 લાખ સમર્થકો હાજર રહ્યા હતા.

તસવીર સાથે લખ્યું છે 'આ જનસભાએ ઇન્દિરા ગાંધીની જનસભાનો રેકૉર્ડ તોડી દીધો છે.'

'ઇન્દિરા ગાંધીની એ ઐતિહાસિક સભામાં 20 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા.'

તસવીરની તપાસ કર્યા બાદ અમને જાણવા મળ્યું કે આ તસવીર બિકાનેરની જનસભાની નથી.

આ ઉપરાંત તસવીરમાં જે જનસભા દેખાઈ રહી છે, તે રાહુલ ગાંધીની જનસભા નથી.

આ તસવીર હરિયાણાની છે, જેની અસલી તસવીર અમને getty imagesમાંથી મળી આવી.

વર્ષ 2013માં ભુપિન્દર સિંહ હુડાની સોનિપત ખાત સભા યોજાઈ હતી.

સોશિયલ મીડિયા પર વર્ષ 2013ની આ તસવીરને વર્ષ 2018ના ચૂંટણી પ્રચારની તસવીર કહીને શેર કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

Image copyright Alamy
Image copyright Alamy

શું ખરેખર કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં પાકિસ્તાનનો ઝંડો રાખે છે?

Image copyright SOCIAL MEDIA

રાજસ્થાનના કોંગ્રેસના ઉમેદવાર પાકિસ્તાનનો ઝંડો લગાવીને પ્રચાર કરી રહ્યા છે, એવો મૅસેજ ફેસબુક અનો વૉટ્સઍપ પર વાઇરલ થઈ રહ્યો છે.

આ વાતને સાચી ઠેરવવા માટે એક તસવીર પણ શેર કરાઈ રહી છે.

એક જીપ પર લીલા રંગનો ઝંડો લાગેલો તસવીરમાં દેખાઈ રહ્યો છે, જેના પર સફેદ રંગના ચંદ્ર અને તારા પણ અંકિત છે.

આ તસવીર સાથે લખ્યું છે કે 'મકરાનામાં પાકિસ્તાનનો ઝંડો લગાવીને કોંગ્રેસના ઉમેદવાર ઝાકિર હુસેન ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.'

'હજુ પણ ચેતી જાઓ ભાઈઓ, ભેદભાવ ભૂલીને બધા હિંદુઓ એક થાય એ માટે વખત આવી ગયો છે.'


Image copyright AFP/GETTY IMAGES

તપાસ કરતા ખબર પડી કે આ તસવીર રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાનાની છે, તસવીરમાં દેખાતી જીપનો નંબર પણ રાજસ્થાનનો છે.

પણ આ તસવીરમાં જે ઝંડો દેખાઈ રહ્યો છે, તે પાકિસ્તાનનો ઝંડો નથી.

પાકિસ્તાનના ધ્વજમાં એક સફેદ રંગનો પટ્ટો હોય છે, જે આ ઝંડામાં નથી.

મકરાનાના સ્થાનિકો સાથેની વાતચીત આધારે જાણવા મળ્યું કે તાજેતરમાં જ મુસ્લિમ લોકોનો તહેવાર હતો અને આ તહેવાર માટે લગાવેલા ઝંડાની જ આ તસવીર છે.જે પાકિસ્તાનનો ઝંડો નથી.

(આ સ્ટોરી ફેક ન્યૂઝ સામે લડવા માટેના પ્રોજેક્ટ 'એક્તા ન્યૂઝરૂમ'નો ભાગ છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ