જ્હાનવી-અશુંલા વચ્ચે એવું શું થયું કે અર્જુન કપુરને ગુસ્સો આવ્યો

અર્જુન કપુર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પર અર્જુન કપુર અને જ્હાનવી કપુર એકાએક ચર્ચાનો વિષય બની ગયાં છે.

બીજી તરફ સોશિયલ મીડિયાના કેટલાક યૂઝર્સ અર્જુન કપુરની બહેન અશુંલાને ટ્રોલ કરવા લાગ્યા હતા.

અર્જુન કપુરે તેના બચાવમાં આવી સમગ્ર બાબતમાં હસ્તક્ષેપ કર્યો છે. જોકે, અર્જુને જે પ્રકારે પ્રતિક્રિયા આપી છે તેના કારણે તેઓ પોતે પણ ટ્રોલ થવા લાગ્યા હતા.

પણ સવાલ એ છે કે અર્જુને એવું તો શું કહ્યું કે તેઓ ખુદ ટ્રોલ થવા લાગ્યા અને તેમની બહેન અંશુલાની પણ સોશિયલ મીડિયામાં કેમ ટીકા કરવામાં આવી?

દરમિયાન અર્જુન કપુરે તેમની બહેનની ટીકા કરનારાઓની ઝાટકણી કાઢી હતી અને અભદ્ર શબ્દનો પણ પ્રયોગ કર્યો.

તેમણે આ પ્રતિક્રિયા ટ્વિટર મારફતે વ્યક્ત કરી હતી જેને કારણે તેઓ ટ્રોલ થયા.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, "કોફી વિથ કરન શૉમાં જે થયું તે મને લાગતું હતું કે સામાન્ય છે. પણ @anshulakapoor વિશે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી છે."

"આથી હવે મને પ્રોટોકોલની પરવાહ નથી. જે લોકો મારી બહેનને નુકસાન કરવા માંગે છે તેમને F**k ."

"તમે જે પરિસ્થિતિમાંથી અમને પસાર થવા મજબૂર કર્યા આશા રાખુ છું તમારી માતા-બહેનોને પસાર ન થવું પડે."

ચર્પિંગબર્ડ નામના યૂઝરે અર્જુનની પ્રતિક્રિયા વિશે લખ્યું, "મારા મતે આ મામલે તમારો વાંક છે."

"તમે જ અશુંલાને આ સ્થિતિમાં મૂક્યાં. તમારે એક મોટાભાઈ હોવાના કારણે અશુંલાને આવી સ્થિતિમાં નહોતી મૂકવી જોઈતી."

"જો તે જ્હાનવીને મદદ કરતી તો તેમાં કોઈ મુદ્દો નહોતો. તેમણે મદદ કરી હોત તો એનો અર્થ એવો ના થયો હોત કે તેને તમારા માટે સ્નેહ નથી."

જોકે, મહત્ત્વની વાત એ છે કે અશુંલાએ એવું તો શું કર્યું કે ટ્વિટર યૂઝર્સ તેમને ટ્રોલ કરવા લાગ્યા.

ખરેખર બન્યું એવું હતું કે કરન જોહરના શૉ 'કોફી વિથ કરન'ના છેલ્લા સેશનમાં કરને એક ગેમ રમાડી હતી. જ્હાનવી અને અર્જુન બન્ને આ શૉમાં મહેમાન હતાં.

તેમાં જ્હાનવી અને અર્જુને ઇન્ડસ્ટ્રીની કોઈ પણ વ્યક્તિને ફોન કરીને બોલાવડાવવાનું હતું કે 'હેય કરન ઇટ્સ મી.'

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Getty Images
ફોટો લાઈન જ્હાનવી

આથી અર્જુન અને જ્હાનવીએ બન્નેએ પોતપોતાની રીતે ફોન કર્યા. જ્હાનવીએ અર્જુનની સગી બહેન અંશુલાને ફોન કર્યો હતો.

અત્રે નોંધવું રહ્યું કે જ્હાનવી અને અર્જુન કપુર સગાં ભાઈ-બહેન નથી.

ગેમમાં નિયમ એવો હતો કે જે વ્યક્તિ સૌપ્રથમ સામેની વ્યક્તિ પાસે 'હેય કરન ઇટ્સ મી' બોલાવડાવે તે વિજેતા બને.

આથી જ્યારે જ્હાનવી અંશુલા સાથે વાત કરી રહી હતી ત્યારે અંશુલાને અર્જુને કહ્યું કે તે 'હેય કરન ઇટ્સ મી' ન બોલે અને અંશુલા ન બોલી.

જ્યારે બીજી તરફ અર્જુને જેમને ફોન કર્યો હતો તેમણે 'હેય કરન ઇટ્સ મી' કહી દીધું. આથી તે વિજેતા બની ગયા.

Image copyright Getty Images

જોકે, કેટલાક દર્શકો અને સોશિયલ મીડિયાના એક વર્ગને આ વાત પસંદ ન આવી.

તેમનું કહેવું છે કે અંશુલાએ આવું નહોતું કરવું જોઈતું હતું અને અર્જુને અંશુલાને આવું કરવા નહોતું કહેવું જોઈતું.

આથી સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ અને જોતજોતામાં અર્જુનનાં બહેનને યૂઝર્સ ટ્રોલ કરવા લાગ્યા.

સ્વિટ ફારુ નામની ટ્વિટર યૂઝરે લખ્યું, "ભાઈ-બહેનના જુઠ્ઠા રંગનો પર્દાફાશ થઈ ગયો. તમારા દિલમાં શ્રીદેવીની દીકરી માટે લાગણીઓ જ નથી. તમે દર વખતે દેખાડો ન કરી શકો. #ShameOnYou"

જોકે, કેટલાક યૂઝર્સે અંશુલાનો બચાવ પણ કર્યો જેમાં એક યૂઝરે લખ્યું, "હું તમારી સાથે સમંત છું. લોકોએ અંશુલા વિશે ખરાબ ન બોલવું જોઈએ. પણ તમારું વર્તન યોગ્ય ન લાગ્યું. તમે ઘણું ખરાબ હતું. જ્હાનવી માટે મને ઘણું ખરાબ લાગ્યું."

વળી ન્યૂઝ18ના અહેવાલ મુજબ મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં જ્હાનવીએ એવું પણ કહ્યું હતું કે મારી બહેન અંશુલાએ કોફી વિથ કરનમાં એક સામાન્ય વર્તન કર્યું પણ તેને બળાત્કારની ધમકીઓ મળી અને આ ખૂબ જ અયોગ્ય છે.

જ્હાનવીએ કહ્યું, "સોશિયલ મીડિયા પરના લોકોનો ચહેરો નથી હોતો. તેઓ મર્યાદા ઓળંગીને ટિપ્પણીઓ કરે છે."

"આથી જ્યારે હું સોશિયલ મીડિયા પર કંઈક અંગત બાબત વિશે પોસ્ટ કરું ત્યારે મને તેની જાણ હોય છે."

"મારું વલણ તેમને ટેકો આપવાનું રહેતું હોય છે. તમારામાં એક બીજાને ટેકો આપવાની લાગણી હોય છે."

બાદમાં જ્હાનવીએ અંશુલા સાથેની જૂની તસવીર પણ શેર કરી હતી.

અત્રે નોંધવું રહ્યું કે ફિલ્મનિર્માતા બોની કપુરે બે લગ્નો કર્યાં હતાં. જેમાં પ્રથમ પત્નીનાં બાળકોમાં અર્જુન અને અંશુલા છે.

જ્યારે શ્રીદેવી બોની કપુરનાં બીજાં પત્ની હતાં. તેમને જ્હાનવી અને ખુશી બે દીકરીઓ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો