હૉકી વિશ્વ કપમાં ભારતનો ધમાકો, પ્રથમ મૅચમાં આફ્રિકા સામે 5-0થી વિજય

ભારતીય ટીમ Image copyright TWITTER/HOCKEY INDIA

ભારતીય ટીમે હૉકી વિશ્વ કપ 2018માં શાનદાર શરૂઆત કરી છે. પોતાના પહેલા મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 5-0થી હાર આપી છે.

ઓડિશાના ભૂવનેશ્વરમાં રમાઈ રહેલા વર્લ્ડ કપના આ પ્રથમ મૅચમાં ભારતીય ટીમે 10મી મિનિટમાં પહેલો ગોલ કર્યો હતો.

રમતની 9મી મિનિટમાં એક ભારતીય ખેલાડીને દક્ષિણ આફ્રીકાના ઘેરામાં બ્લૉક કરવામાં આવ્યો.

જેના પર ભારતીય ટીમે રિવ્યૂ લીધો અને તેમને પેનલ્ટી કૉર્નર આપવામાં આવ્યો.

ભારતીય ટીમના સ્ટ્રાઇકર પર દક્ષિણ આફ્રિકાના ગોલકીપરે સુંદર બચાવ કર્યો પરંતુ બૉલ મનદીપ સિંહના સામે આવી ગયો અને ભારતીય સ્ટ્રાઇકરે રિબાઉન્ડ પર ટીમનું ખાતું ખોલાવ્યું.

10મી મિનિટે કરવામાં આવેલા પ્રથમ ગોલની બે મિનિટ બાદ આકાશદીપે એક શાનદાર ફિલ્ડ ગોલ કરીને ટીમને 2-0ની બઢત અપાવી હતી.

પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 2-0થી આગળ હતી. બીજા ક્વાર્ટરમાં બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહીં.

ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતીય ટીમને પેનલ્ટી કૉર્નર મળ્યો હતો પરંતુ તેને ગોલમાં બદલી શકાયો નહીં.

Image copyright Getty Images

જોકે, ચોથો ક્વાર્ટર શરૂ થતાની સાથે જ ભારતીય ટીમે ત્રણ મિનિટમાં લગાતાર ત્રણ ગોલ કર્યા હતા.

રમતની 43મી મિનિટમાં સિમરનજીતે ત્રીજો અને 45મી મિનિટે લલિતે ચોથો ગોલ કર્યો.

46મી મિનિટે સિમરનજીતે પાંચમો અને પોતાનો બીજો ગોલ કર્યો હતો.

Image copyright Alamy
Image copyright Alamy

જેના થોડા જ સમયમાં ભારતીય ટીમને એક વધુ પેનલ્ટી કૉર્નર મળ્યો પણ તેને ગોલમાં બદલી શકી નહીં.

60 મિનિટના આ મૅચમાં ભારતીય ટીમ તરફથી બે ગૉલ કરનારા સિમરનજીત સિંહને 'મેન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા.

હવે ભારતનો આગળનો મુકાબલો બેલ્જિયમ સાથે બે ડિસેમ્બરના રોજ થશે.


ભારત 1975નું વિજેતા

Image copyright Getty Images

ભારતની જીતના માર્ગમાં ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, નેધરલૅન્ડ, જર્મની અને પાકિસ્તાન જેવી ટીમો હશે.

ભારતીય ટીમ અત્યારસુધી કેવળ એકવાર વિશ્વકપ હૉકીનો ખિતાબ જીતી શકી છે.

1975માં તેમણે પાકિસ્તાનને એક રોમાચંક મુકાબલામાં 2-1થી હાર આપીને વિશ્વ કપ જીત્યો હતો.

બીજી તરફ પાકિસ્તાને સૌથી વધારે ચાર વાર હૉકી વિશ્વ કપ જીત્યો છે. તેના સિવાય નેધરલૅન્ડે અને ઑસ્ટ્રેલિયાએ ત્રણ ત્રણ વખત જ્યારે જર્મનીએ બે વાર વિશ્વ કપ જીત્યો છે.

છેલ્લો રમાયેલો વિશ્વ કપ ઑસ્ટ્રેલિયાની ટીમે જીત્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા