BBC TOP NEWS- ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસે ધાર્મિક ઓળ માગી, હાઈકોર્ટે નોટિસ ફટકારી

બાળકો Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાતનાં શિક્ષમ બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન ફોર્મ ભરતી વખતે ધાર્મિક ઓળખ અને લઘુમતી સમુદાય સાથેના સંબંધની વિગતો માંગતા હાઈકોર્ટેમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.

અહેવાલમાં કહેવાયું છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓનું ધર્મના આધારે વર્ગીકરણ કરાઈ રહ્યું છે.

અરજીમાં કહેવાયું છે કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડની વિગતો પણ માગી છે, જે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે.

અહેવાલ અનુસાર ધોરણ 10-12ના વિદ્યાર્થીઓના ઑનલાઇન ફોર્મમાં વિદ્યાર્થી લઘુમતી સમુદાયમાંથી આવે છે કે નહીં તેની વિગત માગવામાં આવી છે.

ઉપરાંત વિદ્યાર્થી કયા લઘુમતી સમુદાય સાથે સંબંધ ધરાવે છે એ અંગેની વિગતો પણ માગવામાં આવી છે.

અહેવાલ અનુસાર વિદ્યાર્થીઓને સ્પષ્ટ પૂછવામાં આવ્યું છે કે તેઓ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે કે કેમ?


પાછલાં વર્ષોના વિકાસદરમાં ફેરફાર

Image copyright Getty Images

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર કેન્દ્રમાં રહેલી મોદી સરકારે પાછલા વર્ષોના જીડીપીના દરમાં ફેરફાર કર્યા છે.

મોદી સરકારે ડૉ. મનમોહનસિંહની સરકારના 10 વર્ષના કાર્યકાળના મોટાભાગના વર્ષો દરમિયાન નોંધાયેલા વિકાસદરના વધારાના આંકડાઓને ઘટાડી નાખ્યા છે.

નવા જાહેર કરાયેલા આંકડા અનુસાર યૂપીઓના બે કાર્યકાળ દરમિયાન નોંધાયેલા જીડીપીમાં ઘટાડો કરાયો છે.

નીતિ આયોગ અને મિનિસ્ટ્રી ઑફ સ્ટેટસ્ટિક્સ દ્વારા આ આંકડા જાહેર કરાયા છે. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે નિષ્ણાતોની ટીમ દ્વારા વિશ્લેષણ કરાયા બાદા આ આંકડાઓમાં ફેરફાર કરાયા છે.

જાહેર કરાયેલા નવા આંકડા અનુસાર વર્ષ 2005-06નો વિકાસદર 9.3%થી ઘટાડીને 7.9%, 2006-07નો વિકાસદર 9.3%થી ઘટાડીનેને 8.1%, 2007-08નો વિકાસદર 9.8%થી ઘટાડીને 7.7%, 2008-09નો વિકાસદર 3.9%થી ઘટાડીને 3.1%, 2009-10નો વિકાસદર 8.5%થી ઘટાડીને 7.9%, 2010-11નો વિકાસદર 10.3%થી ઘટાડીને 8.5% કરાયો છે.

નવા આંકડાઓ અનુસાર વર્ષ 2014થી 2018 વચ્ચે એનડીએની સરકારના કાર્યકાળનાં ચાર વર્ષોમાં વિકાસ દરમાં નોંધાયેલી વૃદ્ધિ યૂપીએ કરતાં વધુ થઈ હોવાનું દર્શાવાયું છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ગુજરાતમાં ખેડૂતની આત્મહત્યા

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'સંદેશ'ના અહેવાલ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કર્યાની ઘટના નોંધાઈ છે.

કપાસનો પાક નિષ્ફળ જતાં 45 વર્ષિય ખેડૂત મનસુખભાઈ કરસનભાઈ શેખએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

અહેવાલ અનુસાર ખેડૂતે સિંચાઈ માટેના પાણીના અભાવના કારણે આત્મહત્યા કરી હતી.

અત્રે નોંધવું રહ્યું કે સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ત્રણ વર્ષમાં કુલ 1,309 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી છે.

ખેડૂતો અને ખેતમજૂરોની આત્મહત્યાના મામલે ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે.

ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનાં પ્રમાણમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2016માં 35.5 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં વર્ષ 2014માં 555, વર્ષ 2015માં 244 અને વર્ષ 2016માં 378 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી.


જમ્મુ-કાશ્મીર : પત્રકાર સુજાત બુખારીનો હત્યારો ઠાર

'ફર્સ્ટપોસ્ટ'ના અહેવાલ મુજબ આ કાશ્મીરમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં કથિત રીતે સામેલ નાવેદ ભટનું સુરક્ષાદળો સાથેની અથડામણમાં મોત નીપજ્યું છે.

બુધવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં નાવેદ માર્યો ગયો હોવાનું અહેવાલ જણાવે છે.

આ અથડામણમાં બે ચરમપંથી યુવાનોનાં મોત નીપજ્યાં હતાં.

નોંધનીય છે કે 14 જૂન 2018ના રોજ શ્રીનગરમાં પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

અહેવાલ અનુસાર નાવેદ ભટ લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો.


મધ્ય પ્રદેશમાં રેકર્ડ 75 ટકા મતદાન

Image copyright FACEBOOK/ECI

મધ્ય પ્રદેશ અને મિઝરોમમાં વિધાનસભા ચૂંટણીમાં બુધવારે રેકર્ડ 75 ટકા મતદાન થયું.

બન્ને રાજ્યમાં 11 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર મધ્ય પ્રદેશની 230 બેઠકો માટે થયેલા પ્રથમ ચરણનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું અને 74.61 ટકા મતદારોએ મતદાન કર્યું.

અધિકારીઓનું કહેવું છે કે અંતિમ ગણતરી બાદ આ આંકડો વધી પણ શકે છે. આ પૂર્વે સર્વાધિક મતદાનનો આંકડો વર્ષ 2013માં નોંધાયો હતો. જેમાં 72.69 ટકા મતદાન થયું હતું.

પીટીઆઈ અનુસાર માઓવાદ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાના ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પણ મોટી સંખ્યામાં મતદાન થયું હતું. બૈહરમાં 75.05 ટકા, લાંજીમાં 79.07 ટકા અને પરસવાડામાં 80.05 ટકા મતદાન થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો