મહિલાઓ દ્વારા ચાલતું ગુજરાતનું એ ગામ કે જેને મળ્યું છે આદર્શ ગામનું બિરુદ

મહિલાઓ

હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે.

કેમ કે, છેલ્લાં 15 વર્ષથી ગામના રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા છે.

કન્યા કેળવણી હોય કે ઊંચ-નીચનો ભેદભાવ, આશરે માત્ર 1472 લોકોની વસતિ ધરાવતું આ ગામ ગુજરાતનાં અનેક ગામડાં માટે આદર્શ બની રહ્યું છે.

ગામમાં મહિલા-પુરુષનો જાતીય દર 50-50 ટકા છે. સરકારી શાળામાં પણ 55 છોકરા અને 55 છોકરીઓ છે.

અહીંની મહિલા આગેવાનોએ બાદલપરાને આદર્શ ગામનું બિરુદ અપાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

સંબંધિત મુદ્દા