તાપસી પન્નુનો ફેવરિટ બૉડી પાર્ટ ‘સેરિબ્રમ’ શું કામ કરે છે?

ફોટો Image copyright Getty Images

બોલિવૂડની સેલિબ્રિટી અનેક વખત પોતાના ચાહકો કે ટીકાકારો સાથેની વાતોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાતા હોય છે.

તેવામાં હાલ તાપસી પન્નુએ એક ટ્વિટર યૂઝરને જે જવાબ આપ્યો હતો તે સોશિયલ મીડિયામાં ટ્રૅન્ડ થઈ રહ્યું છે.

વાત એવી છે કે @pandeyAku નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે તાપસી મને તમારા બૉડી પાર્ટ્સ ગમે છે.

આ ટ્વીટનો જવાબ તાપસીએ ખૂબ જ સુંદર રીતે આપ્યો હતો અને જણાવ્યું, ''wow… મને પણ મારી બૉડી ગમે છે."

"તમે વધુમાં કહો કે શરીરનો કયો ભાગ ફેવરિટ છે. મારી વાત કરું તો મને સેરિબ્રમ (cerebrum) પસંદ છે. ''

તમે આ વાંચ્યું કે નહીં?

સેરિબ્રમ એટલે શું અને શું કામ કરે છે?

Image copyright Getty Images

તાપસીના આ જવાબ બાદ અનેક લોકો સેરિબ્રમ' શબ્દ ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે, જેથી આ શબ્દ ગૂગલના ટૉપ સર્ચમાં પણ સામેલ થયો હતો.

સેરિબ્રમ એ મગજનો સૌથી મોટો ભાગ છે. મગજનો આ ભાગ તમે જે વિચારો છો અને કાર્ય કરો છો તેનું નિયંત્રણ કરે છે.

સેરિબ્રમ ડાબા અને જમણા એમ બે ભાગમાં વહેચાયેલું હોય છે.

સેરિબ્રમનો ડાબો ભાગ લોજીકલ વસ્તુ સાથે સંકળાયેલો છે. જેમાં ગણતરી, આદેશ, સંચાલન, આંકડાઓ, લોજીક વગેરે જેવી વસ્તુઓ સંકળાયેલી છે.

તેનો જમણો ભાગ કળા, તસવીર, મ્યૂઝિક, લાગણી અને કલર જેવા કલાત્મક કાર્યો સાથે જોડાયેલો હોય છે.

શરીરને પોતાનો સંદેશો મગજ સુધી મોકલવા માટે સેરિબ્રમ મહત્ત્વનો ભાગ ભજવે છે.

જેમ કે, તમને ઠંડી, ગરમી કે શોક લાગવા જેવી ઘટનામાં માહિતી મગજ સુધી પહોંચાડે છે.

ઉલ્લેખનીય છે કે સ્નાયુના હલનચલન માટે પણ સેરિબ્રમની જરૂર પડે છે.

તાપસીના ટ્વીટ બાદ રાહુલ નામના યૂઝરે પોતાની પ્રતિક્રિયા આપતા ગૂગલમાં સેરિબ્રમ શબ્દનો ટ્રૅન્ડ જણાવતો ફોટો ટ્વીટ કર્યો હતો.

આ ટ્વીટમાં ફોટો સાથે તેમણે જણાવ્યું હતું કે તમારા આ ટ્વીટ બાદ ગૂગલ ઇન્ડિયામાં આ શબ્દ ટ્રૅન્ડ થઈ રહ્યો છે અને મિસ્ટર પાંડે અને તેમના મિત્રો આ શબ્દનો મતલબ શોધવા વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે આ ટ્વીટને તાપસીએ રિટ્વીટ પણ કર્યું હતું.

અગાઉ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ટ્વીટ કર્યું હતું.

તેમાં એક ખૂબ જ લાંબો શબ્દ 'Floccinaucinihilipilification' વાપર્યો હતો. જે પણ સોશિયલ મીડિયામાં ચર્ચાયો હતો.

'ઑક્સફૉર્ડ ડિક્શનરી' અનુસાર આ શબ્દનો અર્થ થાય છે કોઈ કામને નકામું સમજવું.

તેનો બીજો અર્થ થાય છે કોઈ પણ વાત પર ટીકા કરવાની આદત, ભલે તે સાચું હોય કે ખોટું. તેનું ઉચ્ચારણ 'ફ્લૉક્સિનૉસિનિહિલિપિલિફિકેશન' થાય છે. ગૂગલ ટ્રાન્સલેટર પણ આ શબ્દનું ભાષાંતર કરતું નથી.


સેલિબ્રિટી અને સોશિયલ મીડિયામાં ચર્ચા

Image copyright Getty Images

અમિતાભ બચ્ચને 2015માં એક ટ્વિટ કર્યું હતું કે મારું ટ્વિટર હૅન્ડલ હૅક થઈ ગયું છે. મારા હૅન્ડલ પરથી સેક્સ સાઇટ ફોલો કરવામાં આવી છે. જેણે પણ આ કર્યું હોય તે બીજી જગ્યાએ પ્રયત્ત્ન કરે. મારે આની જરૂર નથી.

જ્યારે બની નામના યૂઝરે શાહરુખ ખાનને પૂછ્યું કે અબ્રાહમના પિતા સિવાય તમારો ફેવરિય અભિનેતા કોણ છે? તો તેના જવાબમાં શાહરુખે જણાવ્યું આર્યનના પિતા.

જ્યારે મયંક નામના ટ્વિટર યૂઝરે ટ્વીટ કર્યું કે, ''મને ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે.

તમારી ફિલ્મો જોવાનું બંધ કરી મેં મારા જીવનનું સૌથી સારું કામ કર્યું છે.'' તેના જનાબમાં અભિષેકે જણાવ્યું કે તમે પહેલાં મારી ફિલ્મો જોતા હતા. પૈસા ખર્ચવા માટે આભાર.

એક અન્ય યૂઝરે શાહરુખ વિશે ટ્વીટ કર્યું હતું કે મારે તમારા ગાલ પર કિસ કરવી છે. તો તેના જવાબમાં શાહરુખ ખાને કહ્યું ડાબા કે જમણા?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો