એ દાયણ જેમણે 15 હજારથી વધારે પ્રસુતિઓ મફત કરાવી

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

'જનની અમ્મા' નામથી પ્રખ્યાત પદ્મશ્રીનું સન્માન મેળવનારા સુલાગિટ્ટી નરસમ્માનું 98 વર્ષે મંગળવારે બેંગલુરુની હૉસ્પિટલમાં નિધન થયું હતું.

જનસત્તાના રિપોર્ટ અનુસાર, નરસમ્મા અશિક્ષિત મહિલા હતાં, તેમ છતાં તેમણે 15 હજારથી મહિલાઓને પ્રસૂતિના સમયે મદદ કરી હતી.

તેઓ કર્ણાટકના પવગાડા તાલુકાના કૃષ્ણપુરા ગામના રેહવાસી હતા અને માત્ર 12 વર્ષની વયે લગ્ન થયાં હતાં.

તેમના દાદી મરીજિમ્માએ નરસમ્માના બાળકોની પ્રસૂતિમાં મદદ કરી હતી અને આ જ રીતે તેમણે બાળકના જન્મ સમયે મહિલાઓની મદદ કરવાની કળા પોતાના દાદી પાસેથી શીખી હતી.

તેમના આ કાર્યના કારણે તેમને વર્ષ 2018માં પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું હતું.

લોકોનું માનવું છે કે તેઓ પેટ જોઈને બાળકના સ્વાસ્થ્ય વિશેની માહિતી મેળવી શકતાં હતાં.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રીએ હૉસ્પિટલ પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી

આજતકની માહિતી અનુસાર, નરસમ્મા શ્વાસની બીમારીના કારણે 29 નવેમ્બરથી બેંગલૂરુની બીજીએસ હૉસ્પિટલમાં ભરતી થયાં હતાં અને છેલ્લા પાંચ દિવસથી વૅન્ટિલેટર પર હતાં.

તમને આ વાંચવું પણ ગમશે:

નરસમ્માના પરિવારમાં ચાર પુત્ર, ત્રણ પુત્રી અને 36 પૌત્ર અન પ્રપૌત્ર હતાં. મૃત્યુના સમાચાર સાંભળતા જ પૂર્વ મુખ્ય મંત્રી બીએસ યેદિયુરપ્પાએ હૉસ્પિટલ પહોંચી શ્રદ્ધાંજલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમાજમાં તેમના યોગદાન માટે ટિમકુર યુનિવર્સિટી દ્વારા તેમને ડૉક્ટરની માનદ પદવી અપાઈ હતી.

નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્ય મંત્રી દ્વારા શ્રદ્ધાંજલી

નરેન્દ્ર મોદીએ તેમનાં મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પદ્મશ્રી સુલાગિટ્ટી નરસમ્માના મૃત્યુથી દુ:ખની લાગણી અનુભવું છું.

તેમના કર્ણાટકમાં કરેલા લોકોની મદદ કરનારા કાર્યક્રમોને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે હું તેમના પરિવાર અને તેમના પ્રશંસકો સાથે છું.

કર્ણાટકના મુખ્ય મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેઓ મહાન હતાં તેવી વાત જણાવી હતી. તેમણે તેમજ 15 હજારથી વધારે બાળકોની ડિલિવરી કરવાની વાત પણ જણાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો