મૅલબર્ન ટેસ્ટમાં મયંક અગ્રાવલ પર કેમ વંશિય ટિપ્પણીઓ થઈ?

ફોટો Image copyright Getty Images

મૅલબર્નમાં બુધવારે બૉક્સિંગ ડે ટેસ્ટમાં જ્યારે 27 વર્ષીય મયંક અગ્રવાલે પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમવા માટે પિચની તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર ખૂબ જ આશા રાખવામાં આવી રહી હતી.

મયંકે પણ નિરાશ કર્યા વગર 76 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેમાં તેમણે આઠ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી.

ત્યારે એવું લાગી રહ્યું હતું કે પિચ પર જામી ચૂક્યા છે ત્યારે પૈટ કમિન્સે પોતાના બોલ પર વિકેટ પાછળ કૅપ્ટન ટિમ પેનના હાથે તેમને આઉટ કર્યા હતા.

આ દરમિયાન મયંકે ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સાથે જ મયંકે ઑસ્ટ્રેલિયન જમીન પર 71 વર્ષ જુનો પ્રથમ ટેસ્ટમાં સૌથી વધારે રન કરવાનો દત્તૂ ફડકરનો રેકૉડ તોડ્યો હતો. 1947માં દત્તૂએ સિડની ટેસ્ટમાં 51 રનની ઇનિંગ્સ રમી હતી.

તે સિવાય મયંક ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનારા બીજા ભારતીય ઑપનિંગ બૅટ્સમેન છે.

ઑસ્ટ્રેલિયન ધરતી પર ઑપનિંગ બૅટ્સમેન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા પ્રથમ ખેલાડી આમિર ઇલાહી હતા. જેમણે પણ 1947ની જ સિડની ટેસ્ટમાં આ રેકૉર્ડ નોંધાવ્યો હતો.

Image copyright @BCCI/twitter
ફોટો લાઈન મયંક અગ્રવાલ

મયંક જ્યારે મેદાનમાં રેકૉડ બનાવી રહ્યા હતા ત્યારે ઑસ્ટ્રેલિયન કમૅન્ટેટર કૈરી ઓફીકે કમેન્ટરી બૉક્સમાંથી કહ્યું, ''મયંકે રણજી મેચમાં જે ત્રેવડી સદી રેલવે કૅન્ટીન સામે ફટકારી હતી.''

ઉલ્લેખનીય છે કે 13 મહિના પહેલાં મયંકે પોતાની પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી. રણજી ટ્રોફીમાં કર્ણાટકની ટીમમાં રમતા તેમણે મહારાષ્ટ્ર સામે 304 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

તે સિવાય પૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર બૅટ્સમેન માર્ક વૉનું પણ એક નિવેદન ચર્ચામાં છે.

માર્ક વૉએ કહ્યું, ''ભારતમાં ક્રિકેટમાં 50 કે તેથી વધારેની સરેરાશ ઑસ્ટ્રેલિયાના 40ની બરાબર હોય છે.''

આ બંને નિવેદનોની સોશિયલ મીડિયામાં ટીકા થઈ હતી.

ટ્વિટર પર આશીર્વાદ કરાંડેએ ટ્વીટ કરી હતી, ''કૈરીએ રણજી મેચમાં મયંકની ઇનિંગને નીચી દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. ક્રિકેટની દુનિયામાં આવા નિવેદનોને સહન કરવામાં આવશે નહીં.''

ઇએસપીએન ક્રિક ઇન્ફોની પત્રકાર મેલિંડા ફેરલે આ નિવેદન અંગે ટ્વીટ કરી કે, ''હોઈ શકે છે કે આ બાબતે હું એકલી હોવ. પરંતુ મતલબ વગરના હાસ્ય માટે બીજા ખેલાડી વિશે સ્ટીરિયોટાઇપ વાત કરવી યોગ્ય નથી.''


મયંક અગ્રવાલ કોણ છે?

Image copyright @BCCI/twitter
ફોટો લાઈન મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત બેંગલુરુની બિશપ કૉટન સ્કૂલથી અન્ડર 13 ટીમથી કરી હતી.

27 વર્ષના આ ખેલાડીનો જન્મ 16 જાન્યુઆરી 1991ના રોજ બેંગલુરુમાં થયો હતો.

મયંક આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ-11 પંજાબ, રાઇઝિંગ પુણે, રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતા હતા.

જ્યારે અગાઉ તેઓ ઇન્ડિયા-એ અને અન્ડર-19ની કર્ણાટક, ટીમ માટે રમી ચૂક્યા છે.

મયંક અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કૅરિયરમાં 46 મેચમાં 49.98ની એવરેજથી 3599 રન પણ ફટકાર્યા હતા.

સહેવાગથી પ્રેરિત સ્ટાઇલ

Image copyright @BCCI/twitter
ફોટો લાઈન મયંક અગ્રવાલ

એનડીટીવી સ્પોર્ટ્સના અહેવાલ મુજબ મયંક અગ્રવાલની બૅટિંગ સ્ટાઇલ ભારતના સ્ટાર ઓપનર વિરેન્દ્ર સહેવાગથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

તેમણે ફર્સ્ટ ક્લાસ કૅરિયરમાં અણનમ 305 રન સર્વાધિક સ્કૉર નોંધાવ્યો હતો.

વર્ષ 2008-09માં અન્ડર-19માં કૂચ બિહાર ટ્રોફીમાં મયંક અગ્રવાલે 54ની એવરેજથી 432 રન ફટકાર્યા હતા.

આ અહેવાલ મુજબ મયંક અગ્રવાલે વર્ષ 2009માં ઑસ્ટ્રેલિયા સામેની પ્રવાસમાં મેચ વિનિંગ 160 રન નોંધાવ્યા હતા.

બૉક્સિંગ ડે ટેસ્ટ શું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન બૉક્સિંગ ડે ટેસ્ટ ઑસ્ટ્રેલિયામાં મૅલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી શરૂ થયેલી ટેસ્ટ બૉક્સિંગ ડે ટેસ્ટ તરીકે રમાઈ રહી છે.

બૉક્સિંગ ડે ટેસ્ટ ઑસ્ટ્રેલિયાના મૅલબર્ન ક્રિકેટ મેદાન પર દર વર્ષે 26 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી વચ્ચે રમાય છે.

આ મૅચની તારીખ અંગે ઘણી વાયકાઓ છે, ઑક્સફોર્ડની અંગ્રેજી ડિક્ષનરી મુજબ આ શબ્દના તાર વર્ષ 1830 અને બ્રિટન સાથે જોડાયેલા છે.

જૂના જમાનામાં જમીનદારો પોતાના ખેતરમાં કામ કરતા મજૂરોને બૉક્સમાં ભેટ આપતા હતા જેના પરથી આ નામ પડ્યું છે.

આ ટેસ્ટ મૅચ ઑસ્ટ્રેલિયા અને તેની વિરુદ્ધ રમતા કોઈ પણ દેશ સાથે રમાતી હોય છે.

આ વર્ષે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી અંતર્ગત બૉક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે.

બૉક્સિંગ ડે ટેસ્ટ ક્રિસમસ બાદ ભેટ આપવાની બૉક્સિંગ પ્રથા હેઠળ શરૂ થયેલી પરંપરા છે.

આ પરંપરા અંતર્ગત 26મી ડિસેમ્બરે ક્રિસમસ બાદ સર્વન્ટ્સને ક્રિસમની ભેટ બૉક્સમાં આપવામાં આવે છે.

આ પ્રથાની શરૂઆત બ્રિટનથી થઈ હતી અને અનેક દેશોમાં તે પ્રસરાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો