ઑનલાઇન શૉપિંગ કરનારા ગ્રાહકોના 'અચ્છે દિન' પૂરા થઈ ગયા?

  • ટીમ બીબીસી
  • નવી દિલ્હી
ઈ-કૉમર્સ અધિનિયમન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

  • જે કંપનીના ઉત્પાદનો પર એમેઝોન અને ફ્લિપકાર્ટની ભાગીદારી હોય તેના વેંચાણ પર પ્રતિબંધ મૂકાશે.
  • ભારતીય રિટેલરો અને વેપારીઓની ફરિયાદ છે કે ઈ-કૉમર્સ કંપનીઓના કારણે તેમના વેપાર પર અસર થઈ છે.
  • નવા નિયમોથી કંપનીઓ ઉપરાંત ગ્રાહકો પર પણ અસર થશે.

ભારત સરકારે 'એમેઝોન ડૉટ.કૉમ' અને 'વૉલમાર્ટ'ના 'ફ્લિપકાર્ટ' સમૂહ અને તેના જેવી અન્ય ઈ-કૉમર્સ કંપનીઓ પર આકરા નિયમો લાદ્યા છે.

સરકારે નક્કી કર્યુ છે કે હવે આ કંપનીઓ એ ઉત્પાદનો વેચી નહીં શકે જેના ઉત્પાદનમાં તેમની ભાગીદારી હોય.

સરકારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે આ કંપનીઓ હવે સામાન વેચતી કંપનીઓ સાથે કે ઉત્પાદન કરતી અન્ય કંપનીઓ સાથે ખાસ સમજૂતી કરી શકશે નહી.

નવા નિયમો એક ફેબ્રુઆરીથી અમલમાં મૂકાશે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, "જે કંપનીના ઉત્પાદનોમાં ઈ-કૉમર્સ કંપનીની ભાગીદારી હોય તે ઉત્પાદનને ઈ-કૉમર્સ કંપનીના કોઈ પણ પ્લેટફૉર્મ પરથી વેચી શકાશે નહીં."

જોકે, ખરેખર આ સમગ્ર પ્રક્રિયાનો હેતું શું છે ?

હકીકતે ઈ-કૉમર્સ કંપની તેમના જથ્થાબંધ એકમો અથવા સમૂહ કંપનીઓના માધ્યમથી મોટા પાયે ખરીદી કરે છે અને કેટલીક ચોક્કસ કંપનીઓનો માલ વેચે છે.

ઈ-કૉમર્સ કંપનીઓ જે કંપનીનો માલ વેચે છે તેનાં ઉત્પાદનમાં -કૉમર્સ કંપનીની ભાગીદારી હોય છે.

આ સમગ્ર સમજૂતીઓના લીધે ઉત્પાદનના ભાવ ઘટે છે અથવા નીચા જાય છે અને તેના કારણે ઈ-કૉમર્સ કંપનીઓ ઓછા ભાવે બજારમાં માલ વેચે છે.

તમે ઘણી વાર જોયું હશે કે વેબસાઈટ પર કોઈ ચોક્કસ કંપનીના ચોક્કસ મોબાઇલ ફોનની કિંમત ઓછી હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દેશના રિટેલર્સ અને નાના વેપારીઓએ અવારનવાર સરકારને રજૂઆત કરી હતી કે મોટી ઈ-કૉમર્સ કંપનીઓ તેની સહયોગી કંપનીની ઇનવેન્ટરી પર નિયંત્રણ રાખતી હોય છે અથવા તો તેની સાથે વેચાણ અંગેની ખાસ સમજૂતીઓ કરી લેતી હોય છે.

આ સ્થિતિમાં બજારમાં ઈ-કૉમર્સ કંપનીઓને અસામાન્ય ફાયદો મળ છે અને તે ગ્રાહકોને ખૂબ જ ઓછા ભાવે માલ વેચી શકે છે.

બુધવારે જાહેર થયેલા અધિનિયમનમાં એવું પણ કહેવાયું છે કે ગ્રાહકોને ઑનલાઇન શૉપિંગ કરતી વખતે કૅશકૅકનો જે વધારાનો ફાયદો મળે છે, તે એ વાત પર નિર્ભર હોવો જોઈએ કે ઉત્પાકદ ઑલાઇન સાઇટની સહયોગી કંપની છે કે કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

નવો નિયમ દેશના નાના વેપારીઓ માટે રાહતનો સમાચાર છે.

આ નિર્ણય એવા વેપારીઓને લાભ કરાવશે જેમને ડર હતો કે અમેરિકાની મોટી ઑનલાઇન કંપનીઓ ભારતના રિટેલ બજારમાં પાછલા દરવાજે પ્રવેશી જશે.

'કૉનફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ'ના મતે જે અધિનિયમન તૈયાર થયો છે તે જ લાગુ કરી દેવામાં આવે તો ઈ-કૉમર્સ કંપનીઓની ઓછી કિંમતની નીતિ અને ભારે ડિસ્કાઉન્ટના દિવસો પૂરા થઈ શકે છે.

આ વર્ષે મે મહિનામાં વૉલમાર્ટે 16 અબજ ડૉલરમાં ફ્લિપકાર્ટ ખરીદી લીધી હતી.

તે વખતે કૉનફેડરેશને આ સોદાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ સોદાના લીધે નાના વેપારીઓ કરતાં મોટી ઈ-કૉમર્સ કંપનીઓને વધારે ફાયદો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો