જાહ્નવી કપૂરે આન્ટી કહ્યું તો સ્મૃતિ ઈરાનીએ તેને શું જવાબ આપ્યો?

સ્મિતિ ઈરાની

ઇમેજ સ્રોત, AFP

રોહિત વેમુલાના કેસમાં સ્મૃતિ ઈરાનીના નિવેદન પર અઢી વર્ષ પહેલાં અંગ્રેજી અખબાર 'ધ ટેલીગ્રાફે' એક ચર્ચિત હેડિંગ આપ્યું હતું - 'આન્ટી નેશનલ'

આ હેડિંગ પર અસહજ થતાં સ્મૃતિ ઈરાનીએ પોતાના અંદાજમાં વ્યંગ કર્યો હતો.

જોકે, આ વખતે સ્મૃતિ ઈરાનીને કોઈ અખબારે આન્ટી નથી કહ્યાં, પરંતુ બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આન્ટી કહ્યાં છે.

કેન્દ્રીય કપડા પ્રધાન સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર શ્રીદેવીનાં પુત્રી જાહ્નવી કપૂર સાથે એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે.

આ પોસ્ટમાં સ્મૃતિ લખે છે, "આથી તો સારું કોઈ મારો જીવ લઈ લે વાળી પળ. જ્યારે જાહ્નવી કપૂરે સતત મને આન્ટી કહેવા માટે ખૂબ જ પ્યારથી માફી માગી."

સ્મૃતિએ લખ્યું, "અને તેના જવાબમાં તમે બસ એટલું કહી શકો કે કોઈ વાત નહીં બેટા # ટોટલ_સિયપા યે આજકલ કે બચ્ચે. #આન્ટી_કિસકો_બોલા."

સ્મૃતિની આ હળવા અંદાજની પોસ્ટ પર સેંકડો લોકોની પ્રતિક્રિયા આવી રહી છે.

સ્મૃતિ ઈરાનીની પોસ્ટ પર શું બોલ્યા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

કુનાલ વઘેરાએ લખ્યું, "સ્મૃતિ ઈરાની સૌથી કૂલ મંત્રી છે."

સંજમ નામની યૂઝરે લખ્યું, "જાહ્નવી એટલી મોટી થઈ ગઈ છે કે તમને આન્ટી નહીં મેમ કહી શકે. આ મોટા સ્ટાર્સનાં બાળકો પણ..."

શિલ્પી લખે છે, "મેમ તમારા સેન્સ ઑફ હ્યૂમરની ઘાયલ છું, ભારતને આવા અન્ય લોકોની જરૂર છે."

સુચિ શ્રીવાસ્તવે લખ્યું, "મેમ તમને એક વાત જણાવી દઉં કે તમે કમાલનાં કૅપ્શન લખો છો."

તમે આ વાંચ્યું કે નહીં?

સોના શર્મા લખે છે, "હાહા. આ દિવસોમાં આન્ટી કહેવાનો મતલબ છે કે તમે કોઈને ગાળો આપી રહ્યા છો."

સ્મૃતિ ઈરાનીની ઉંમર હાલ 42 વર્ષ છે અને જાહ્નવી કપૂર 21 વર્ષનાં છે.

હાલમાં જ જાહ્નવીની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થઈ હતી.

બિહારના શિક્ષણ મંત્રી અશોક ચૌધરીએ 2016માં ટ્વિટર પર સ્મૃતિને ડિયર કહીને સંબોધન કર્યું હતું.

તેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર જવાબ આપ્યો હતો, "મહિલાઓને ડિયર ક્યારથી સંબોધવા લાગ્યા છો."

આ સમગ્ર મામલો ટ્વિટર પર ચર્ચામાં રહ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો